મુકેશ અંબાણી ખરીદશે શ્રીલંકાની સરકારી માલિકીની ટેલિકોમ કંપની! જિયો પ્લેટફોર્મ્સ દ્વારા કરવામાં આવી અરજી
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની ટેલિકોમ કંપની Jio શ્રીલંકામાં વિસ્તરણ કરવા માંગે છે. રિલાયન્સ જિયોએ ટેલિકોમ કંપની શ્રીલંકા ટેલિકોમ PLC માં હિસ્સો ખરીદવામાં રસ દાખવ્યો છ, જે શ્રીલંકા સરકારની માલિકીની કંપની છે.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની ટેલિકોમ કંપની Jio શ્રીલંકામાં વિસ્તરણ કરવા માંગે છે. રિલાયન્સ જિયોએ ટેલિકોમ કંપની શ્રીલંકા ટેલિકોમ PLC માં હિસ્સો ખરીદવામાં રસ દાખવ્યો છ, જે શ્રીલંકા સરકારની માલિકીની કંપની છે.

આર્થિક સંકટના કારણે શ્રીલંકાની સરકાર તેની માલિકીની કંપનીઓના ખાનગીકરણ પર વિચાર કરી રહી છે. 10 નવેમ્બર, 2023 થી શ્રીલંકા ટેલિકોમ પીએલસી માટે રોકાણકારો પાસેથી દરખાસ્તો મંગાવવામાં આવી હતી.

મીડિયા અહેવાલ મુજબ, શ્રીલંકાની સરકારે કહ્યું છે કે, 3 ઈન્વેસ્ટર્સ સરકારી ટેલિકોમ કંપનીમાં હિસ્સો ખરીદવામાં રસ દાખવ્યો છે. જેમાં જિયો પ્લેટફોર્મ્સ, ગોર્ટ્યુન ઈન્ટરનેશનલ ઈન્વેસ્ટમેન્ટ હોલ્ડિંગ લિમિટેડ અને પેટિગો કોમર્સિયો ઇન્ટરનેશનલ એલડીએનો સમાવેશ થાય છે.

હાલમાં શ્રીલંકાના ટ્રેઝરી સેક્રેટરી શ્રીલંકા ટેલિકોમ પીએલસીમાં 49.5 ટકા હિસ્સો ધરાવે છે. એમ્સ્ટરડેમ સ્થિત ગ્લોબલ ટેલિકોમ્યુનિકેશન હોલ્ડિંગ્સ 44.9 ટકા હિસ્સો ધરાવે છે. બાકીનો હિસ્સો જાહેર શેરહોલ્ડર્સ પાસે છે.

બ્રોકરેજ કંપની BofA એ મુકેશ અંબાણીના જિયો પ્લેટફોર્મનું મૂલ્ય $107 બિલિયન હોવાનો અંદાજ મૂક્યો છે. BofA એ એક નોટમાં જણાવ્યું હતું કે, તે અપેક્ષા રાખે છે કે જિઓ પ્લેટફોર્મ્સ આ વર્ષે તેના અપગ્રેડેડ ફીચર ફોન JioBharat અને વાયરલેસ બ્રોડબેન્ડ JioAirFiber સાથે ગ્રાહકોને ઉમેરવાનું ચાલુ રાખશે.
