HDB Financial Services IPO : છેલ્લા દિવસે અત્યાર સુધીમાં 16.69 ગણો સબ્સ્ક્રાઇબ થયું, QIB સહિત તમામ શ્રેણીઓમાં જોરદાર પ્રતિસાદ
HDB Financial Services સે આ ઇશ્યૂ માટે પ્રતિ શેર ₹700-740 ની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. કંપની પબ્લિક ઇશ્યૂ દ્વારા ₹12500 કરોડ એકત્ર કરશે. આ એક મેઇનબોર્ડ ઇશ્યૂ છે, જેના શેર BSE અને NSE પર લિસ્ટેડ થશે. HDB ફાઇનાન્શિયલ સર્વિસીઝ એક ઉચ્ચ સ્તરની નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપની (NBFC) છે.
HDB Financial Services IPO subscription status: આજે, 27 જૂન એ HDB ફાઇનાન્શિયલ સર્વિસીસના IPOમાં રોકાણ કરવાનો છેલ્લો દિવસ હતો. આ IPO ને રોકાણકારો તરફથી જોરદાર પ્રતિસાદ મળી રહ્યો છે. તે અત્યાર સુધીમાં 16 થી વધુ વખત સબસ્ક્રાઇબ થઈ ચૂક્યો છે.ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (QIB) એ આમાં સૌથી વધુ દાવ લગાવ્યો છે.
1 / 7
કંપનીએ આ ઇશ્યૂ માટે પ્રતિ શેર ₹700-740 ની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. કંપની પબ્લિક ઇશ્યૂ દ્વારા ₹12500 કરોડ એકત્ર કરશે. આ એક મેઇનબોર્ડ ઇશ્યૂ છે, જેના શેર BSE અને NSE પર લિસ્ટેડ થશે. HDB ફાઇનાન્શિયલ સર્વિસીસ એક ઉચ્ચ સ્તરની નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપની (NBFC) છે. તેની પેરેન્ટ કંપની HDFC બેંક છે, જે દેશની સૌથી મોટી ખાનગી બેંક છે.
2 / 7
HDB ફાઇનાન્શિયલ સર્વિસીસના IPO હેઠળ, 2500 કરોડ રૂપિયાના 3.37 કરોડ નવા શેર જારી કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, ઓફર ફોર સેલ (OFS) દ્વારા 10000 કરોડ રૂપિયાના 13.51 કરોડ શેર વેચવામાં આવ્યા હતા. HDFC બેંક OFS માં શેર વેચી રહી છે, જેનો કંપનીમાં કુલ 94.3 ટકા હિસ્સો છે. (HDB ફાઇનાન્શિયલ સર્વિસીસના IPO ને મળ્યો શાનદાર પ્રતિસાદ મળ્યો છે. ક્વોલિફાઇડ ઇન્સ્ટીટ્યુશનલ બાયર્સ (QIB) - 55.47 ગણો, નોન ઇન્સ્ટીટ્યુશનલ ઇન્વેસ્ટર્સ (NII) - 9.98 ગણો, શેરહોલ્ડર-4.26 ગણો, રિટેલ ઇન્વેસ્ટર્સ - 1.41 ગણો, કર્મચારી રિઝર્વ - 5.72 ગણો, કુલ મળીને - 16.69 ગણો, ગ્રે માર્કેટ- 8 % ગણો છે.)
3 / 7
HDB ફાઇનાન્શિયલ IPO માંથી મળેલી રકમનો ઉપયોગ કંપનીની ભાવિ મૂડી જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે તેના T-1 મૂડી આધારને વધારવા માટે કરવાની યોજના ધરાવે છે, જેમાં આગળના ધિરાણનો પણ સમાવેશ થાય છે.
4 / 7
ભારતીય રિઝર્વ બેંક (RBI) ના આદેશને કારણે HDB ફાઇનાન્શિયલ સર્વિસીસનું લિસ્ટિંગ જરૂરી છે. આ આદેશ મુજબ, ઉપલા સ્તરમાં આવતી તમામ NBFCs ને 2025 સુધીમાં શેરબજારમાં લિસ્ટેડ કરાવવું જરૂરી છે. RBI ના ઓક્ટોબર 2022 ના પરિપત્ર મુજબ HDB ફાઇનાન્શિયલ NBFC ની "ઉપલા સ્તર" શ્રેણીમાં આવે છે.
5 / 7
HDB Financial 1,680 શાખાઓ દ્વારા કાર્યરત છે અને તેની પાસે વૈવિધ્યસભર એસેટ અંડર મેનેજમેન્ટ (AUM) મિશ્રણ છે, જેમાં રિટેલ અને SME ધિરાણ પર મજબૂત ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. તેના સૌથી મોટા લોન સેગમેન્ટમાં વાહન ફાઇનાન્સ અને મિલકત સામે લોનનો સમાવેશ થાય છે.
6 / 7
HDB Financial Services એક મોટી નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપની (NBFC) છે જે સમગ્ર ભારતમાં 1,680 શાખાઓ દ્વારા કાર્યરત છે. તેનો વ્યવસાય મુખ્યત્વે રિટેલ અને SME (નાના અને મધ્યમ વ્યવસાયો) ને ધિરાણ આપવા પર કેન્દ્રિત છે. તેના સૌથી મોટા લોન સેગમેન્ટમાં વાહન ફાઇનાન્સ અને મિલકત સામે લોનનો સમાવેશ થાય છે.
7 / 7
IPO એટલે પ્રારંભિક જાહેર ઓફર. જ્યારે કોઈપણ કંપની તેના શેર સામાન્ય જનતા માટે જાહેર કરે છે તેને IPO એટલે કે પ્રથમ જાહેર ઓફર કહેવામાં આવે છે. IPO ના આવા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો..