બજેટમાં મોદી સરકારે કરી આ મોટી જાહેરાત, લાભ ઉઠાવવા માટે ગૌતમ અદાણીએ 4 દિવસમાં જ બનાવી દીધી એક નવી કંપની

ગૌતમ અદાણીએ નવેમ્બર 2021માં કહ્યું હતું કે તેમનું સપનું અદાણી ગ્રુપને ગ્રીન ડેટા સ્ટોરેજમાં દુનિયાની લીડર કંપની બનાવવાનું છે. અદાણી ગ્રુપ આવનારા દિવસોમાં પુરી રીતે ક્લીન પાવર પર સંચાલિત થવા ઈચ્છે છે.

બજેટમાં મોદી સરકારે કરી આ મોટી જાહેરાત, લાભ ઉઠાવવા માટે ગૌતમ અદાણીએ 4 દિવસમાં જ બનાવી દીધી એક નવી કંપની
Gautam Adani (File Image)
TV9 GUJARATI

| Edited By: Kunjan Shukal

Feb 07, 2022 | 11:25 AM

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) અને સરકાર ડેટા લોકલાઈઝેશન (Data localisation)ને લઈ ગંભીર છે. ખાસ કરીને 5જી ટેક્નોલોજીના કારણે ડેટા લોકલાઈઝેશનનું મહત્વ વધી ગયું છે. આજ કારણ છે કે નાણાપ્રધાન નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) બજેટ 2022માં ડેટા સેન્ટર્સને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો દરજ્જો આપ્યો. ઈન્ફ્રાનો દરજ્જો મળ્યા બાદ ડેટા સેન્ટર્સના નિર્માણ માટે સસ્તી અને લાંબા સમયની લોન મળી જશે. સરકારની આ જાહેરાતના 4 દિવસની અંદર ગૌતમ અદાણી (Gautam Adani)એ મોટુ પગલુ લીધું છે. અદાણી ગ્રુપે મુંબઈમાં એક ડેટા સેન્ટર સ્થાપિત કરવા માટે નવી સહાયક કંપની બનાવી છે. અદાણીના નેતૃત્વવાળા ગ્રુપે ડેટા સેન્ટર સ્થાપિત કરવા માટે દેશમાં અડધા ડઝન શહેરની પસંદગી કરાઈ છે, જેમાં મુંબઈ એક છે.

અદાણી ગ્રુપ (Adani Group)ની પેઢીએ શેરબજારને જણાવ્યું કે અદાણી એન્ટરપ્રાઈઝ (Adani Enterprises) અને એજકોનેક્સ યુરોપ બીવી (EdgeConnex Europe BV)ના 50-50 ટકાના ભાગ વાળા જોઈન્ટ વેન્ચર્સ અદાણી કોનેક્સ પ્રાઈવેટ લિમિટેડે (AdaniConnex Pvt Ltd) 4 ફેબ્રુઆરીના રોજ સંપૂર્ણ માલિકીની પેટાકંપની મુંબઈ ડેટા સેન્ટર લિમિટેડની રચના કરવામાં આવી. શેરબજારને આપેલી જાણકારી મુજબ નવી કંપની ડેટા કેન્દ્રો, માહિતી ટેકનોલોજી, માહિતી ટેકનોલોજી-સક્ષમ સેવાઓ, ક્લાઉડના વિકાસ, સંચાલન સંબંધિત સેવાઓ આપવા માટે કામ કરશે.

આ શહેરોમાં ડેટા સેન્ટર સ્થાપિત કરવાની યોજના

ગૌતમ અદાણીએ નવેમ્બર 2021માં કહ્યું હતું કે તેમનું સપનું અદાણી ગ્રુપને ગ્રીન ડેટા સ્ટોરેજમાં દુનિયાની લીડર કંપની બનાવવાનું છે. અદાણી ગ્રુપ આવનારા દિવસોમાં પુરી રીતે ક્લીન પાવર પર સંચાલિત થવા ઈચ્છે છે. શરૂઆતમાં તેમની યોજના મુંબઈ, ચેન્નાઈ, હૈદરાબાદ, વિશાખાપટ્ટનમ્ અને દિલ્હી-એનસીઆરમાં ડેટા સેન્ટર સ્થાપિત કરવાની છે.

ડેટા લોકલાઈઝેશનને લઈ રિઝર્વ બેન્ક કડક

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ એપ્રિલ 2018માં પેમેન્ટ કંપનીઓને ડેટા લોકલાઈઝેશનને લઈ ચેતવણી આપવામાં આવી હતી. તેના માટે સેન્ટ્રલ બેન્કે 6 મહિનાનો સમય આપ્યો હતો. ડેટા લોકલાઈઝેશન સંબંધિત નિયમોને અવગણવાને કારણે માસ્ટરકાર્ડ પર રિઝર્વ બેંક દ્વારા નવા કાર્ડ્સ ઈશ્યુ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

સરકાર કરી શકે છે ઈન્સેન્ટિવની જાહેરાત

માનવામાં આવી રહ્યું છે કે વર્ષ 2025 સુધી ભારતની ડિજિટલ ઈકોનોમી 1 ટ્રિલિયન ડોલરની થઈ જશે. તેના કારણે ડેટા સેન્ટર્સનો ગ્રોથ ખુબ સારો રહેવાની અપેક્ષા છે. 2021માં ભારતની ડેટા સેન્ટર કેપેસિટી 499 મેગાવોટ હતી. આશા છે કે સરકારની જાહેરાત બાદ 2022માં આ ક્ષમતા બે ઘણી થઈને 1008 મેગાવોટ થઈ જશે. તેના માટે સરકાર આગામી દિવસોમાં ઈન્સેન્ટિવની જાહેરાત પણ કરી શકે છે.

ઈકોનોમિક ટાઈમ્સે થોડા દિવસ પહેલા રિપોર્ટમાં કહ્યું હતું કે આગામી સમયમાં ડેટા સેન્ટર્સ માટે 12 હજાર કરોડના ઈન્સેન્ટિવની જાહેરાત કરવામાં આવી શકે છે. સરકારનું લક્ષ્ય આગામી 5 વર્ષમાં 3 લાખ કરોડનું રોકાણ આકર્ષિત કરવાની યોજના છે. રોકાણના 3-4 ટકા ઈન્સેન્ટિવ તરીકે આપવામાં આવી શકે છે.

આ પણ વાંચો: રાજ્યમાં 24થી 26 ફેબ્રુઆરી દરમિયાન યોજાશે ગરીબ કલ્યાણ મેળા, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દાહોદથી કરાવશે પ્રારંભ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati