Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બજેટ લાભ ઘણા વર્ષો સુધી મળશે, ખાનગી ક્ષેત્ર માટે રોકાણ વધારવું આવશ્યક : RBI

લેખમાં કહેવામાં આવ્યું છે કે મહામારી પછીનું દેવું એકત્રીકરણ મુખ્યત્વે GDPની વૃદ્ધિ પર નિર્ભર રહેશે જેને રાજકોષીય એકત્રીકરણ દ્વારા પૂરી કરવાની જરૂર છે.

બજેટ લાભ ઘણા વર્ષો સુધી મળશે, ખાનગી ક્ષેત્ર માટે રોકાણ વધારવું આવશ્યક : RBI
Reserve Bank of India
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 18, 2022 | 6:13 AM

આર્થિક સુધારાની પ્રક્રિયામાં સામેલ થવા માટે ખાનગી ક્ષેત્ર(private sector) ને પ્રોત્સાહિત કરતા રિઝર્વ બેંકે(RBI) એ એક લેખમાં જણાવ્યું છે કે સામાન્ય બજેટ(Budget) 2022-23માં ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પહેલી પ્રાથમિકતા આપવાના ફાયદા આવનારા ઘણા વર્ષો સુધી મળશે. તેમના મતે બજેટમાં લેવાયેલા નિર્ણયો અર્થતંત્રનો આધાર મજબૂત કરશે અને તેના ફાયદા કાયમી રહેશે અને તેઓ લાંબા સમય સુધી અર્થતંત્રને લાભ આપતા રહેશે. RBIના આ લેખમાં અર્થશાસ્ત્રીઓ નિર્દેશ કરે છે કે સરકારે તેના તરફથી તમામ જરૂરી પગલાં લીધાં છે અને હવે ખાનગી ક્ષેત્ર માટે વૃદ્ધિની ગતિને આગલા સ્તર પર લઈ જવાનો સમય છે.

લેખનો મુખ્ય મુદ્દો શું છે

લેખમાં કહેવામાં આવ્યું છે કે મહામારી પછીનું દેવું એકત્રીકરણ મુખ્યત્વે GDPની વૃદ્ધિ પર નિર્ભર રહેશે જેને રાજકોષીય એકત્રીકરણ દ્વારા પૂરી કરવાની જરૂર છે. રિઝર્વ બેંકના ડેપ્યુટી ગવર્નર માઈકલ દેવવ્રત પાત્રાના નેતૃત્વમાં અધિકારીઓની એક ટીમ દ્વારા લખવામાં આવેલ આ લેખ જણાવે છે કે ”તેના સંદર્ભમાં, 2022-23 માટે કેન્દ્રની જીએફડી (સકલ રાજકોષીય ઘાટા)માં 0.4 ટકા અંકની કમી એક પ્રારંભિક બિંદુ છે અને મુખ્ય રાજ્યોની ઓળખની આવશ્યકતા છે.”વિત્ત મંત્રી સીતારમણ દ્વારા સંસદમાં ફેબ્રુઆરી 35.4 ટકા વધારો 7.5 લાખ કરોડ રૂપિયાનો પ્રસ્તાવ બજેટમાં રજૂ કર્યો હતો.

ઇન્ફ્રાને પ્રાધાન્ય આપવાથી લાંબા ગાળાના ફાયદા થશે

બજેટનો ઉલ્લેખ કરતા લેખમાં કહેવામાં આવ્યું છે કે, “અમારી ગણતરીઓ દર્શાવે છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રથમ અગ્રતા આપવાની આ વ્યૂહરચનાનો લાભ આગામી ઘણા વર્ષો સુધી મળશે જે 2025-26માં ટોચ પર હશે.” ખાનગી રોકાણને પ્રોત્સાહન આપવા અને રિકવરી પ્રક્રિયામાં સામેલ થવાનો આ યોગ્ય સમય છે. સેન્ટ્રલ બેંકે કહ્યું કે લેખમાં વ્યક્ત કરાયેલા મંતવ્યો લેખકોના છે અને જરૂરી નથી કે તે રિઝર્વ બેંકના મંતવ્યોનું પ્રતિનિધિત્વ કરે. જો કે વડાપ્રધાન, નાણામંત્રી અને સરકારના અન્ય વરિષ્ઠ મંત્રીઓ પણ સતત ખાનગી રોકાણ વધારવા માટે કહી રહ્યા છે. સરકાર તેમને પ્રોત્સાહિત કરવા માટે ઘણી યોજનાઓ પણ લાવી છે.

આજનું રાશિફળ તારીખ 02-04-2025
રોહિત શર્મા મુંબઈ ઈન્ડિયન્સમાંથી થશે બહાર ?
રેમો તેની પત્નીને સુપરવુમન માને છે, જુઓ ફોટો
હાર્દિક પંડ્યાની રુમર્ડ ગર્લફ્રેન્ડ જાસ્મીન વાલિયાની કુલ નેટવર્થ કેટલી છે?
મૌની રોય કેટલા કરોડની માલિક છે? જાણો
હાર્દિક પંડ્યા સાથે જાસ્મિને સંબંધોની કરી પુષ્ટિ? મેચ બાદ MI ટીમની બસમાં બેઠી

આઠ મહિનાની વિક્રમી ટોચે પહોંચ્યો મોંઘવારી દર

છૂટક મોંઘવારી (Retail Inflation) ફેબ્રુઆરીમાં 6.07 ટકા સાથે આઠ મહિનાની વિક્રમી ટોચે પહોંચી ગયો છે. તે સતત બીજા મહિને આરબીઆઈના સ્તરથી ઉપર રહ્યો છે. સોમવારે જાહેર કરવામાં આવેલા સત્તાવાર આંકડામાં જોવામાં આવ્યું છે કે તેની પાછળનું મુખ્ય કારણ ખાદ્ય ચીજોની કિંમતોમાં વધારો છે. કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (CPI) આધારિત છૂટક ફુગાવો ફેબ્રુઆરી 2021માં 5.03 ટકા અને આ વર્ષે જાન્યુઆરીમાં 6.01 ટકા હતો. અગાઉ જૂન 2021માં તે 6.26 ટકાની ઊંચી સપાટીએ હતો.

આ પણ વાંચો : અર્થતંત્રમાં ઝડપી રિકવરીના સંકેત, ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં નોંધાયો 48 ટકાનો ઉછાળો

આ પણ વાંચો : MONEY9: એક પછી એક આફત, ઉડ્ડયન ઉદ્યોગને ક્યારે મળશે રાહત?

g clip-path="url(#clip0_868_265)">