Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Budget 2022: દેશમાં ગ્રીન હાઇડ્રોજનને પ્રોત્સાહન આપવા માટે સરકાર બજેટમાં કરી શકે છે મહત્વની જાહેરાત, ગ્લોબલ લીડર બનવામાં મળશે મદદ

સરકારે પ્રોડક્શન લિન્ક્ડ ઈન્સેન્ટિવ સ્કીમ (PLI સ્કીમ) પર વિચાર કરવો જોઈએ જે ઈલેક્ટ્રોલાઈઝરના સ્વદેશીકરણમાં મદદ કરી શકે અને ઑપ્ટિમાઈઝ્ડ ખર્ચે ગ્રીન હાઈડ્રોજનનું ઉત્પાદન વધારી શકે.

Budget 2022: દેશમાં ગ્રીન હાઇડ્રોજનને પ્રોત્સાહન આપવા માટે સરકાર બજેટમાં કરી શકે છે મહત્વની જાહેરાત, ગ્લોબલ લીડર બનવામાં મળશે મદદ
India can become a global leader in this field.
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 30, 2022 | 6:37 PM

બજેટ 1 ફેબ્રુઆરી, મંગળવારે સંસદમાં રજૂ કરવામાં આવશે. સરકાર કેન્દ્રીય બજેટ 2022-23માં (Budget 2022) દેશમાં ગ્રીન હાઇડ્રોજનને  (Green Hydrogen) પ્રોત્સાહન આપવા માટે લક્ષિત નાણાકીય પ્રોત્સાહનો અને ભંડોળની ફાળવણી માટે જોગવાઈ કરી શકે છે. સરકારે 2021માં નેશન હાઈડ્રોજન મિશનની શરૂઆત કરી હતી. આ મહિનાની શરૂઆતમાં પાવર અને ન્યુ એન્ડ રિન્યુએબલ એનર્જી મિનિસ્ટર આર.કે.સિંઘે સંકેત આપ્યો હતો કે, ફેબ્રુઆરીમાં ગ્રીન હાઇડ્રોજન પોલિસી રજૂ કરવામાં આવશે. જેમાં દેશમાં ગ્રીન હાઇડ્રોજનને પ્રોત્સાહન આપવા માટે અનેક પ્રોત્સાહનોનો સમાવેશ કરવામાં આવશે.

જે સાગર એસોસિએટ્સ (JSA) ના ભાગીદાર વેંકટેશ રમણ પ્રસાદે જણાવ્યું હતું કે, જ્યારે નેશનલ હાઇડ્રોજન મિશન 2021 માં શરૂ થયું હતું. એવી શક્યતા છે કે બજેટ ગ્રીન હાઇડ્રોજન સેગમેન્ટમાં રીચર્સ અને ડેવલપમેન્ટ માટે લક્ષિત નાણાકીય પ્રોત્સાહનો પ્રદાન કરી શકે છે. હાઈડ્રોજન માટે સ્થાનિક સપ્લાય ચેઇનનું નિર્માણ કરી શકે છે અને ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે ઇલેક્ટ્રોલાઇઝર પર કસ્ટમ ડ્યુટી ઘટાડી શકે છે.

પ્રસાદનું કહેવું છે કે COP-26માં 2070 સુધીમાં નેટ ઝીરો ઉત્સર્જનના લક્ષ્યને હાંસલ કરવા અને 2030 સુધીમાં નવીનીકરણીય ઉર્જા દ્વારા કુલ વીજળીની જરૂરિયાતના 50%ને પૂર્ણ કરવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે કે સરકાર ઉર્જાનાં સ્વચ્છ સ્ત્રોતો પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે.

IPL 2025ના એક દિવસ પહેલા દેશ છોડીને ચાલ્યો ગયો ગૌતમ ગંભીર
હાઈકોર્ટના જજ નો પગાર કેટલો હોય છે? જસ્ટિસ યશવંત વર્માના કેસ બાદ ઉઠી ચર્ચા
IPLમાં શ્રેયસની કેપ્ટનશીપનો કોઈ જવાબ નથી, રોહિત-વિરાટ રહી ગયા પાછળ
AC Tips : ઉનાળામાં નવું AC ખરીદો તો આટલી વાતનું રાખજો ધ્યાન
IPL 2025માં આ 8 માનુનીઓ લગાવશે 'તડકો'
ભારતીય વિદ્યાર્થીઓ માટે કયો દેશ છે બેસ્ટ ? ઓસ્ટ્રેલિયા કે ન્યુઝીલેન્ડ...

ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદનને સ્વદેશી બનાવવામાં મળશે મદદ

તેમણે કહ્યું કે, આગામી બજેટમાં 2024 સુધી 1200 કરોડ રૂપિયાનો ખર્ચ આ ક્ષેત્રમાં ઘણા પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં મદદરૂપ થઈ શકે છે. નેચરલ ગેસ પાઈપલાઈનોની ગ્રીન હાઈડ્રોજન તત્પરતાનું પરીક્ષણ, ભૂગર્ભ હાઇડ્રોજન સંગ્રહ અને ભઠ્ઠીઓ, બોઇલર અને પ્રોસેસ હીટર જેવા સાધનોમાં ઉપયોગ થઈ શકે છે.

તેઓ સૂચવે છે કે આર એન્ડ ડી માટે વધુ 165 કરોડ રૂપિયા આપી શકાય છે, ખાસ કરીને ઉત્પ્રેરક અને ઇલેક્ટ્રોલાઈઝર પટલ પર, ક્રિટીકલ મિનરલ્સના વિકલ્પ શોધવા, પરીક્ષણ પ્રયોગશાળાઓ સ્થાપિત કરવા અને સલામતી ધોરણો લાગુ કરવા માટે. તેઓ માને છે કે આ રોકાણો ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદનને સ્વદેશી બનાવવા અને ઔદ્યોગિક બળતણ તરીકે તેનો ઉપયોગ કરવામાં મદદ કરશે.

ભારતને આ ક્ષેત્રમાં વૈશ્વિક લીડર બનવા સક્ષમ બનાવશે

પ્રાઈમસ પાર્ટનર્સના સહ-સ્થાપક અને પ્રમુખ દવિન્દર સંધુ કહે છે કે હાલમાં હાઈડ્રોજનનું ઉત્પાદન કરતા ઈલેક્ટ્રોલાઈઝર મોંઘા છે અને તેમની કિંમત ઘટાડવાથી ગ્રીન હાઇડ્રોજનની કિંમત ઘટાડવામાં ફાળો મળશે.

તેમનું માનવું છે કે આનાથી દેશ 10 ગીગાવોટની સ્થાનિક ઉત્પાદન ક્ષમતા સ્થાપવાના લક્ષ્યાંકને પહોંચી વળવા તેમજ ભારતને આ ક્ષેત્રમાં વૈશ્વિક લીડર બનાવવા માટે સક્ષમ બનાવશે.

PLI સ્કીમમાંથી મળી શકે છે સપોર્ટ

આ સંદર્ભમાં, તેઓ સૂચવે છે કે સરકારે ઉત્પાદન લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમ (PLI સ્કીમ) પર વિચાર કરવો જોઈએ. જે ઈલેક્ટ્રોલાઈજરના સ્વદેશીકરણ અને ઑપ્ટિમાઈઝ્ડ કિંમત પર ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન વધારવામાં મદદ કરી શકે.

આ મહિનાની શરૂઆતમાં કેન્દ્રીય મંત્રી આરકે સિંહે કહ્યું હતું કે, એક નવી ગ્રીન હાઇડ્રોજન પોલિસીમાં 25 વર્ષ માટે મફત પાવર ટ્રાન્સમિશન, ડોલર ડિમોનેટાઇઝ્ડ બિડ્સ, રિન્યુએબલ એનર્જી પાર્કમાં જમીન ઓફર કરવી અને ગ્રીન હાઇડ્રોજન અથવા એમોનિયા માટે બંકર બનાવવા માટે બંદરો પાસે જમીનની ફાળવણી જેવા પ્રોત્સાહનોનો સમાવેશ કરવામાં આવશે.

આ પણ વાંચો : Budget 2022 : કેપિટલ ગેન્સમાં ટેક્સ ઘટાડો અને સોના પર ઇમ્પોર્ટ ડયુટી ઓછી કરવા જવેલર્સની માગ

Valsad : 21 વર્ષ પહેલા લૂંટ કરીને ફરાર આરોપીની કાશીથી ધરપકડ
Valsad : 21 વર્ષ પહેલા લૂંટ કરીને ફરાર આરોપીની કાશીથી ધરપકડ
લગ્નના વરઘોડામાં અન્ય કુટુંબના લોકો ઘુસી જતા બબાલ !
લગ્નના વરઘોડામાં અન્ય કુટુંબના લોકો ઘુસી જતા બબાલ !
હજીરા-પાલ રોડ પાસે લાખોનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, 2 આરોપીની ધરપકડ
હજીરા-પાલ રોડ પાસે લાખોનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, 2 આરોપીની ધરપકડ
જાહેરમાં યુરિનલ કરતા લોકોની ખેર નહીં ! જાહેરમાં લગાવાશે બેનર પર ફોટો
જાહેરમાં યુરિનલ કરતા લોકોની ખેર નહીં ! જાહેરમાં લગાવાશે બેનર પર ફોટો
આ 5 રાશિના જાતકોને આજે નોકરીમાં લાભના સંકેત, પ્રભાવ વધશે
આ 5 રાશિના જાતકોને આજે નોકરીમાં લાભના સંકેત, પ્રભાવ વધશે
ખેડૂતોને વળતર ના ચૂકવાતા IAS અધિકારીની ખુરશી, કોમ્પ્યુટર, સીપીયુ જપ્ત
ખેડૂતોને વળતર ના ચૂકવાતા IAS અધિકારીની ખુરશી, કોમ્પ્યુટર, સીપીયુ જપ્ત
પાર્લર સંચાલકને વિશ્વાસમાં લઈ સોનાનો દોરો લઈ 3 મહિલા ફરાર
પાર્લર સંચાલકને વિશ્વાસમાં લઈ સોનાનો દોરો લઈ 3 મહિલા ફરાર
સરખેજમાં 5 આરોપીઓના મકાનો પર ફર્યુ બુલડોઝર
સરખેજમાં 5 આરોપીઓના મકાનો પર ફર્યુ બુલડોઝર
રાશિફળ : આ રાશિના જાતકોએ આજે વાણી પર રાખવું નિયંત્રણ
રાશિફળ : આ રાશિના જાતકોએ આજે વાણી પર રાખવું નિયંત્રણ
અસામાજિક તત્વોના આતંક બાદ અમદાવાદના 28 PIની આંતરિક બદલી
અસામાજિક તત્વોના આતંક બાદ અમદાવાદના 28 PIની આંતરિક બદલી
g clip-path="url(#clip0_868_265)">