Budget 2022 : કેપિટલ ગેન્સમાં ટેક્સ ઘટાડો અને સોના પર ઇમ્પોર્ટ ડયુટી ઓછી કરવા જવેલર્સની માગ
01 ફેબ્રુઆરીએ રજૂ થનાર સામાન્ય બજેટને લઈને જ્વેલર્સ (Jewelers)પણ મોટી આશા લગાવીને બેઠા છે. જ્વેલર્સને અપેક્ષા છે આ વખતના બુસ્ટર બજેટમાં તેમની માગ (Demand) પૂર્ણ થશે.
Budget 2022 : 01 ફેબ્રુઆરીએ રજૂ થનાર સામાન્ય બજેટને લઈને જ્વેલર્સ (Jewelers)પણ મોટી આશા લગાવીને બેઠા છે. જ્વેલર્સને અપેક્ષા છે આ વખતના બુસ્ટર બજેટમાં તેમની માગ (Demand) પૂર્ણ થશે. ત્યારે બજેટ-2022ને લઈને સુરતના ઝવેરીઓની માગ છે. જુઓ એટેચ વીડિયોમાં
બજેટમાં જ્વેલર્સની શું છે માંગ ?
આ બજેટમાં જવેલર્સ મુખ્યત્વે આ માંગો છે.
1) કેપિટલ ગેન્સ પર લાગતો ટેક્સ ઘટાડવામાં આવે. 2)ઈન્કમ ટેક્સમાં 3 સ્લેબ રેટ 10-15 અને 20 ટકાથી ઉપર ન હોવા જોઈએ. 3)સોના પર લાગતી ઈમ્પોર્ટ ડ્યૂટી ઓછી કરવામાં આવે. 4) GST સેલ્સ ટેક્સની જેમ 1 ટકા હોવો જોઈએ. 5)સોના-ચાંદીની આયાત પર કસ્ટમ ડ્યૂટી 4 ટકા કરવામાં આવે. 6) ગોલ્ડ સ્ટોક એક્સચેન્જની દિશામાં વિચારે સરકાર. 7) PMLA એક્ટમાં ફેરફાર કરવામાં આવે. 8) 5 લાખ સુધીનું સોનું પાન કાર્ડની જરૂર વગર ખરીદવાની છૂટ મળે. 9) 10 તોલા સુધી સોનું કેશમાં ખરીદવાની છૂટ મળે. 10) જ્વેલરી ખરીદવા ઓટો ઈન્ડસ્ટ્રીને જેમ લોનની સુવિધા આપવામાં આવે. 11) ક્રેડિટ કાર્ડ પર જ્વેલરી ખરીદવા લાગતો ચાર્જ ખત્મ કરવામાં આવે. 12) 22 કેરેટ સોનું ખરીદવા EMIની સુવિધા આપવામાં આવે. 13) સોવેનિયર ગોલ્ડ બોન્ડ માટે જ્વેલર્સને પણ ઓથોરાઈઝ કરવામાં આવે. 14) સોનું રાખવાની મર્યાદા 100, 500 અને 250થી વધારે કરવામાં આવે.
આ પણ વાંચો : Pipavav port: ગ્લોબલ રાની શિપ પર જામનગર DRIના દરોડા, પ્રતિબંધિત ઇરાનથી આવતા 3800 ટન ડામર અને શિપ જપ્ત કરાયાં