ટેન્ટમાંથી મુખ્ય મંદિરમાં પ્રવેશ કરશે આજે રામ લલ્લા, 500 વર્ષની રાહનો આવશે અંત
રામ લલ્લા મૂર્તિની જ 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. વાદળી અને કાળા પથ્થરમાંથી બનેલી મૂર્તિમાં ભગવાનનું મનોહર સ્વરૂપ ઝળહળી રહ્યું છે. 5 વર્ષના રામલલાની આસપાસ એક આભામંડળ બનાવવામાં આવ્યું છે. તેમાં સનાતન ધર્મના પ્રતીકો બનાવવામાં આવ્યા છે.

અયોધ્યામાં 500 વર્ષથી જેની રાહ જોવાઇ રહી હતી, તે ક્ષણ હવે પુરી થવા જઇ રહી છે. અયોધ્યામાં આજે રામ લલ્લાની મૂર્તિ મુખ્ય મંદિરમાં પ્રવેશ કરવાની છે. ભગવાન રામ પાંચસો વર્ષ બાદ પોતાના મંદિરમાં પરત ફરી રહ્યા છે. તો આજથી ભક્તો રામ લલ્લાના દર્શન કરી શકશે નહીં. પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમના કારણે આજથી અયોધ્યામાં બહારના લોકોને પ્રવેશ આપવામાં આવશે નહીં.
22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા
રામ લલ્લા મૂર્તિની જ 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. વાદળી અને કાળા પથ્થરમાંથી બનેલી મૂર્તિમાં ભગવાનનું મનોહર સ્વરૂપ ઝળહળી રહ્યું છે. 5 વર્ષના રામલલાની આસપાસ એક આભામંડળ બનાવવામાં આવ્યું છે. તેમાં સનાતન ધર્મના પ્રતીકો બનાવવામાં આવ્યા છે. જેમ કે શંખ, ઓમ. રામલલાના મસ્તક પર ભગવાન સૂર્યની છબી કોતરેલી છે. રામલલા જમણા હાથે આશીર્વાદ આપી રહ્યા છે. ભગવાન ડાબા હાથમાં ધનુષ અને બાણ છે.
પ્રાણ પ્રતિષ્ઠાને લગતી વિધિઓ હાલ ચાલુ
રામ લલ્લાને સોનાનો મુગટ પહેરાવવામાં આવ્યો છે. આ પ્રતિમા ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવી છે. અત્યારે પ્રાણપ્રતિષ્ઠાને લગતી વિધિઓ ચાલી રહી છે. 22 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોનાની સળીથી રામલલ્લાને કાજળ લગાવશે.
મૂર્તિનું વજન લગભગ 200 કિલો
મૂર્તિમાં જમણેથી ડાબે ભગવાન વિષ્ણુના 10 અવતારોની છબીઓ છે. તેમાં મત્સ્ય, વરાહ, કુર્મ, વામન, નરસિંહ, પરશુરામ, રામ, કૃષ્ણ, બુદ્ધ અને કલ્કી અવતારનો સમાવેશ થાય છે. આ સિવાય ઉપર ધાર્મિક ચિહ્નો બનાવવામાં આવ્યા છે. જેમ કે- સ્વસ્તિક, ઓમ, ચક્ર, ગદા. પગથી માથા સુધીની મૂર્તિની ઊંચાઈ 51 ઈંચ છે.બાકી, ચારેબાજુ જે આભામંડળ સર્જાય છે તેની ઊંચાઈ અલગ છે. મૂર્તિનું વજન લગભગ 200 કિલો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
રામલલાની પ્રતિમા તૈયાર કરનાર 37 વર્ષીય અરુણ યોગીરાજ કર્ણાટકના રહેવાસી છે. તે મૈસુર મહેલના કલાકારોના પરિવારમાંથી આવે છે. તેમણે 2008માં મૈસુર યુનિવર્સિટીમાંથી MBA કર્યું. પછી ખાનગી કંપનીમાં નોકરી કરી. આ પછી તેમણે પ્રતિમા બનાવવાનું કામ શરૂ કર્યું. તેમને બાળપણથી જ મૂર્તિ બનાવવાનો શોખ હતો. અરુણ યોગીરાજે જગદગુરુ શંકરાચાર્યની ભવ્ય પ્રતિમા બનાવી હતી, જે કેદારનાથમાં સ્થાપિત કરવામાં આવી છે. અરુણે 2022માં ઈન્ડિયા ગેટ પર સ્થાપિત કરવામાં આવનાર નેતાજી સુભાષ ચંદ્ર બોઝની પ્રતિમા પણ બનાવી છે. પીએમ મોદીએ પણ તેમના કામના વખાણ કર્યા છે.