UP: આ ગામમાં થાય છે રાવણની પૂજા, દશેરાએ નથી થતું પુતળાનું દહન કે ના તો થાય છે રામલીલા
રાજધાની દિલ્હીથી માત્ર 22 કિમી દૂર બાગપતના રાવણ ઉર્ફે બાડાગાંવમાં રામલીલા કે રાવણના પૂતળાનું દહન કરવામાં આવતું નથી. અહીં લોકો રાવણને રાક્ષસ નહીં પણ ભગવાન માને છે.
આકાશથી પાતાળ સુધી… દેવતાઓથી લઈને દાનવો સુધી.. અને ચારેય દિશામાં રાવણનો અવાજ ગુંજતો હતો. મોટા મોટા યોદ્ધાઓ અને મોટા તીરંદાજો આ મહાન પંડિત રાવણ સમક્ષ નમન કરતા જોવા મળતા હતા. રાવણને સૃષ્ટિના નિર્માતા બ્રહ્માજી તરફથી અમરત્વનું વરદાન મળ્યું હતું, પરંતુ જ્યારે રાવણ(Ravana)નું પાપ વધી ગયું ત્યારે ભગવાનનો અવતાર થયો અને ભગવાન શ્રીરામે રાવણનો વધ કર્યો અને ત્યારથી આપણે અસત્ય પર સત્યની ઉજવણી સ્વરૂપે કરીએ છીએ. જેને આપણે વિજયાદશમી(Dussehra 2022) તરીકે ઓળખી છીએ. આ દિવસે દેશના ખૂણે ખૂણે રામલીલા(Ramlila)નું આયોજન કરવામાં આવે છે અને પછી રાવણના પુતળાનું દહન કરવામાં આવે છે.
પરંતુ રાજધાની દિલ્હીથી માત્ર 22 કિમી દૂર બાગપતના રાવણ ઉર્ફે બાડાગાંવમાં રામલીલા કે રાવણના પૂતળાનું દહન કરવામાં આવતું નથી. અહીં લોકોને રાવણમાં શ્રદ્ધા છે, કારણ કે અહીંના લોકો રાવણને દેવતા માને છે. અને દેવતાને ન તો બાળવામાં આવે છે કે ન તો મારવામાં આવે છે.
મનશા દેવી મંદિરમાં પૂજા કરવાથી મુશ્કેલીઓ દૂર થાય છે
આખરે બાડાગાંવના લોકો રાવણની પૂજા કેમ કરે છે, તેનું પૂતળું કેમ નથી બાળતા. તેની પાછળ એક વાર્તા જોડાયેલી છે. તે કથા મનશા દેવીને મંદિર સાથે જોડાયેલી છે. જે કોઈ પણ આ મંદિરના દરે માથું નમાવશે તેની મુશ્કેલીઓ દૂર થઈ જશે. તેની દરેક ઈચ્છા પૂરી થશે. કારણ કે આસ્થાની દેવી મા મનશા દેવી પોતે અહીં નિવાસ કરે છે. ગામલોકો જણાવે છે કે આ બડાગાંવ એટલે કે રાવણ ગામ સુધી પહોંચવાના દેવી માતાના ઈરાદાની કથા એવી છે કે રાવણે આદિ શક્તિની સેંકડો વર્ષો સુધી તપસ્યા કરી હતી.
ભગવાન વિષ્ણુએ છળથી માતાની મૂર્તિ સ્થાપિત કરી
દેવીએ પ્રસન્ન થઈને રાવણ પાસે વરદાન માંગવા કહ્યું, રાવણે કહ્યું કે હું તમને લંકા લઈ જઈને તમારી સ્થાપના કરવા માંગુ છું અને દેવીએ કહ્યું કે મારી મુર્તિને તેમે નિચે નહી મુકી શકો તમે મારી આ મૂર્તિ નીચે મુકશો તો ત્યાં તેની સ્થાપના કરવી જોશે. અને પછી કોઈ તેને ત્યાંથી દૂર કરી શકશે નહીં. આ વરદાન પછી દેવતા જગતમાં અરાજકતા ફેલાઈ ગઈ અને દેવતાઓ ગભરાઈને ભગવાન વિષ્ણુ પાસે પહોંચ્યા.
ભગવાન વિષ્ણુએ ગોવાળનો વેશ લીધો અને રાવણને થોડો શંકાસ્પદ બનાવી દીધો. જંગલમાં ગોવાળને જોઈને રાવણે આદિ શક્તિની મૂર્તિ ગોવાળને સોંપી દીધી અને ગોવાળના રૂપમાં ભગવાન વિષ્ણુએ આ મૂર્તિને જમીન પર મૂકી દીધી અને જ્યારે રાવણે મૂર્તિ ઉપાડી ત્યારે તે ત્યાંથી ખસતી ન હતી, અને આમ બાગપતની મૂર્તિ બાડાગાંવ ઉર્ફે રાવણ ગામમાં માતાની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી.
ગામના લોકો માટે રાવણ દેવતા છે
અહીં મા મનસા દેવીના મંદિરે આવતા ભક્તોનું કહેવું છે કે આદિ શક્તિના દર્શન કરવા લોકો દૂર દૂર સુધી જાય છે, પરંતુ લંકાપતિ રાવણના કારણે માતા અહીં બેસી ગયા અને આ બધું લંકેશના કારણે થયું. અહીં માતા બિરાજમાન છે, જે કોઈ સાચા હૃદય અને આદરથી માથું નમાવે છે, માતા તેની દરેક મનોકામના પૂર્ણ કરે છે અને તેથી અહીંના લોકોનું કહેવું છે કે તેમને રાવણ પ્રત્યે ખૂબ શ્રદ્ધા હતી, તેઓ માતાને અહીં લાવ્યા હતા.
લોકો રાવણને પોતાનો વંશજ માનીને ગર્વ અનુભવે છે
બાગપતનું બાડાગાંવ પુરાતત્વીય અને ધાર્મિક દૃષ્ટિકોણથી પણ ઘણું મહત્વ ધરાવે છે. અનેક દંતકથાઓ, અવશેષો, સેંકડો વર્ષ જૂના શિલ્પો અને મંદિરો આ ગામને પ્રસિદ્ધિમાં રાખે છે. ઈતિહાસકાર અમિત રાય જૈન જણાવે છે કે મૂર્તિની સ્થાપના બાદ રાવણે અહીં એક કુંડ ખોદ્યો હતો અને તેમાં સ્નાન કરીને તપસ્યા કરી હતી. આ કુંડનું નામ રાવણ કુંડ છે. આજુબાજુના વિસ્તારોમાં પણ કોઈ ગામડાના લોકો આ દિવસે રાવણ દહન જોતા નથી, કારણ કે આ તેમના માટે દુઃખનો સમય છે અને એવું નથી કે આ કોઈ નવી પરંપરા છે, પરંતુ આ પરંપરા સદીઓથી ચાલી આવે છે. વયના અંતિમ તબક્કામાં પહોંચેલ વૃદ્ધ હોય કે યુવાન દરેક વ્યક્તિ રાવણને પોતાનો વંશજ માનીને ગર્વ અનુભવે છે.
નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.