Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: ધોળકા પાસે બન્યું “સનાતન ધર્મનું” અનોખુ મંદિર, હિન્દુ ધર્મ અને સંસ્કૃતિના થાય છે સાક્ષાત દર્શન, જુઓ Photos

ધોળકા પાસે બનાવવામાં આવેલું આ સુંદર તીર્થ સ્થળ એ રીતે વિશેષ છે જે જીવનમાં ધર્મ નું આચરણ અને પાલન માટેની પ્રેરણા પૂરી પાડે છે આ છે જેનું નામ "ઇન્દ્રશીલ સનાતન ધર્મ તીર્થ સ્થાન" છે અહીં તમને હિન્દુ ધર્મ અને સંસ્કૃતિના સાક્ષાત દર્શન થશે.

Divyang Bhavsar
| Edited By: | Updated on: Aug 26, 2023 | 3:03 PM
અમદાવાદથી માત્ર 50 km દૂર ધોળકા પાસે બનાવવામાં આવેલું આ સુંદર તીર્થ સ્થળ એ રીતે વિશેષ છે જે જીવનમાં ધર્મ નું આચરણ અને પાલન માટેની પ્રેરણા પૂરી પાડે છે આ છે જેનું નામ "ઇન્દ્રશીલ સનાતન ધર્મ તીર્થ સ્થાન" છે અહીં તમને હિન્દુ ધર્મ અને સંસ્કૃતિના સાક્ષાત દર્શન થશે. આ તીર્થસ્થાન 15 હેક્ટર જમીનમાં પથરાયેલું છે જે બનાવવા પાછળનો ઉદ્દેશ્ય સનાતન ધર્મ પ્રત્યેની સમાજમાં જાગૃતિ લાવવા અને તેનો પ્રચાર થાય તે માટેનો છે આ તીર્થ કેડીલા ફાર્મા કંપની દ્વારા નિર્માણ કરવામાં આવેલું છે

1 / 6
ઇન્દ્રશીલ સનાતન તીર્થ પરિસરમાં હિન્દુ ધર્મના ભારત અને ભારત બહારના 84 જેટલા પવિત્ર તીર્થ સ્થાનોની પ્રતિકૃતિઓ એક સાથે રાખવામાં આવી છે આ સાથે હિન્દુ ધર્મમાં દિશાઓનું ખૂબ મહત્વ બતાવવામાં આવેલું છે એટલે જ અહીં 10 દિશા ના દિગપાળ નો આપ જીવંત અનુભવ કરી શકો છો તે અનુસાર આ સ્થળને પવિત્ર યાત્રાધામ તરીકે વિકસાવવામાં આવેલું છે

2 / 6
આ તીર્થધામમાં  આપ જે પણ મૂર્તિ નિહાળો છો તેની સંપૂર્ણ હસ્તકલાથી બનાવવામાં આવેલી છે જેનું નિર્માણ પરંપરાગત નગાર શૈલી અને સનાતન ધર્મ પ્રમાણે કરાયું છે.

3 / 6
મંદિરમાં શિવ, શાકત અને વૈષ્ણવ સંપ્રદાયના દેવી-દેવતાઓની પવિત્ર મૂર્તિ ઉપરાંત ભારતની પવિત્ર ગણાતી સાત નદીઓ ગંગા, યમુના, સરસ્વતી, ગોદાવરી, નર્મદા, સિંધુ અને કાવેરી નદીનો પ્રતિનિધિત્વ કરતા જળકુંડ અહીં બનાવ્યા છે, પ્રદક્ષિણા પથ તૈયાર કરાયો છે જેની વિશેષતા ની વાત કરીએ તો એક જ સ્થળે સમગ્ર દેશના પવિત્ર મંદિરો નદીઓ તેમજ દેવી-દેવતાઓની પ્રદક્ષિણા કરતા હોય તેવી અનુભૂતિ થાય તે રીતે તૈયાર કરાયો છે જેમાં ભારતના સ્થાપત્યના ભવ્ય વારસાનું પ્રતિબિંબ જોઈ શકાય છે.

4 / 6
સનાતન ધર્મ મંદિર પરિસરમાજ 1.91 હેક્ટર જમીનમાં "શાંતિવન" નું નિર્માણ કરાયું છે અહીં શરીર, મન અને આત્માને શાંતિ મળે તે રીતે તેને વિકસાવાયું છે આ વિશાળ અને સુંદર ઇન્દ્રશીલ સનાતન ધર્મ તીર્થ સ્થાનને એરિયલ વ્યુ થી જોતા તે શ્રી યંત્રનું ત્રિકોણાં આકારી પરિબળ હોય તેમ એક આધ્યાત્મિક દુનિયાની પવિત્ર ભૂમિ નું નિર્માણ કરે છે શાંતિવનમાં 87 જાતના 20,000 થી વધુ હર્બલ અને ધાર્મિક મહત્વ ધરાવતા વૃક્ષ અને છોડનું વાવેતર પણ કરવામાં આવેલું છે આ સાથે અહીં ગીચ જંગલ, મ્યુઝિયમ, ગેસ્ટ હાઉસ, હર્બલ ગાર્ડન, પ્રદક્ષિણા પથ નું પણ નિર્માણ કરવામાં આવેલું છે.

5 / 6
સનાતન ધર્મ તીર્થ સ્થાનમાં રામાયણ અને મહાભારતના વિવિધ યાદગાર પ્રસંગોની શિલ્પ કૃતિઓ તે ઉપરાંત દશાવતાર ના શિલ્પો, ત્રિમૂર્તિનું શિલ્પ જે ભગવાન શિવની સૃષ્ટિના સર્જન, વિનાશ અને પુન:નિર્માણ ના પ્રસંગોની યાદ તાજી કરાવે છે અર્ધનારેશ્વરની પ્રતિમા પણ આપણને જીવન અને અસ્તિત્વનો ખ્યાલ અપાવે છે જીવનમાં ઉપયોગી એવા ભગવદ્ ગીતાના શ્લોકને કલાત્મક રીતે 87 જેટલા સ્થંભ ઉપર કોતરણી દ્વારા લખવામાં આવેલા છે જે જીવનના અસ્તિત્વ દરમિયાન પાલન કરવું ખૂબ જરૂરી છે જીવનમાં શું કરવું શું ના કરવું તેની સમજ આપે છે

6 / 6
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">