Ahmedabad: આ હિન્દુ સંસ્કૃતિના પ્રતિકાત્મક ચિન્હો વાળા અમદાવાદના હેરિટેજ ચબૂતરા તમે નહીં જોયા હોય, જુઓ PHOTOS
અમદાવાદની શાન એવા આ ચબુતરાને જોવા માટે અમદાવાદ ઉપરાંત દેશ અને વિદેશથી પણ મહેમાનો આવે છે. એક સદી કરતા પણ જુના આ ચબૂતરાઓને હેરિટેજ સ્મારક તરીકે સ્થાન આપવામાં આવ્યું છે.


"ચબૂતરા" ઘણા લોકો આ શબ્દથી પરિચિત હશે અને ઘણા નહીં અમદાવાદ એટલે શહેરનો કોટ વિસ્તાર અને ખાસ કરીને અમદાવાદની ઓળખ અને શાન ગણાતી પોળોમા આવેલા "ચબૂતરા" જે પક્ષીઓ માટે ચણ એટલે કે અનાજ ખવડાવવા માટે બનાવવામાં આવેલા છે.

કહેવાય છે કે આ છે હેરિટેજ ચબુતરા અંદાજે 100 વર્ષ કરતાં પણ જૂના છે. એક સદી વિતાવી ચૂકેલા છે. આ ચબૂતરા પક્ષીઓને ચણ એટલેકે અનાજ ખવડાવવા માટે તે સમયના લોકોએ બનાવ્યા હતા.

"ચબૂતરા" ને "પરબડી" પણ કહેવાય છે. લાકડાની કોતરણી વાળા ચબૂતરાની વાત કરીએ તો લાકડા પર નકશી કામની શ્રેષ્ઠ નકશીકામ આ ચબૂતરાઓમાં કરવામાં આવ્યું છે.પક્ષીઓની ખાવા-પીવાની ચિંતા ની સાથે તેમના ચબૂતરા તો બનાવ્યા અને તે પણ એવા કે 100 વર્ષ બાદ આજે પણ તે એક "હેરિટેજ" સ્મારક તરીકે ઓળખાણ છે.

ગુજરાતમાં મોટાભાગના ચબૂતરા અમદાવાદમાં આવેલા છે તે પણ કોર્ટ વિસ્તારમાં હેરિટેજ વિભાગના આંકડા અનુસાર સુંદર, આકર્ષક અને કલાત્મક કોતરણી વાળા લાકડા માંથી બનાવવામાં આવેલા હોય તેવા અંદાજે 200 જેટલા ચબુતરા છે. જેમાં હાલમાં પણ પક્ષીઓ માટે ચણ નાખવામાં આવે છે.

ચબૂતરા ના આકાર અને કદની વાત કરીએ તો વિવિધ પ્રકારના ચબૂતરા જેવાકે ગોળાકાર, ચોરસ આકાર, ષટકોણ આકાર, ત્રિકોણ આકાર વગેરે જુદા જુદા આકારમાં બનાવેલા ચબૂતરા જોવા મળે છે. જે હિન્દુ સંસ્કૃતિના પ્રતિકાત્મક ચિન્હો, ઢીંગલીઓ અને કલાત્મક કોતરણીથી બનાવવામાં આવેલા છે.






































































