AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : શહેરના જાણીતા બિલ્ડર અને તેના પરિવાર વિરુદ્ધ જમાઈએ જ નોંધાવી છેતરપિંડીની ફરિયાદ, જાણો આખી ઘટના

સુરત શહેરના ભરથાણા-વેસુ વિસ્તારની કરોડોની કિંમત ધરાવતી જમીનના વિવાદમાં શહેરના જાણીતા બિલ્ડર લોકનાથ ગંભીર અને તેમના પરિવાર સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઈ છે.

Surat : શહેરના જાણીતા બિલ્ડર અને તેના પરિવાર વિરુદ્ધ જમાઈએ જ નોંધાવી છેતરપિંડીની ફરિયાદ, જાણો આખી ઘટના
Baldev Suthar
| Edited By: | Updated on: Aug 01, 2025 | 10:12 PM
Share

વેસુના યુનિકોર્ન પ્લાઝામાં રહેતા અને રીંગ રોડ પર ‘રીકેશ સારીઝ’ના માલિક ગૌરવ મદનલાલ જુનેજાએ ઇકો સેલમાં ફરિયાદ નોંધાવી છે કે, તેમના સસરા લોકનાથ ગંભીર, સાસુ મનોરમા ગંભીર અને સાળા હાર્દિક ગંભીરે ભાઈચારા અને પારિવારિક સંબંધોનો નાસ કરી જમીનમાં તેમના હિસ્સા પર કબજો જમાવવાનો પ્રયાસ કર્યો છે.

ગૌરવ જુનેજાએ જણાવ્યું હતું કે વર્ષ 2002માં તેમના લગ્ન લોકનાથ ગંભીરની પુત્રી શાલિની સાથે થયા હતા. તેમના ભાઈ અક્ષયના લગ્ન પણ લોકનાથની ભત્રીજી આશા સાથે થયા હતા, જેના કારણે બંને પરિવાર વચ્ચે ખૂબ નજીકના સંબંધો હતા.

ગૌરવ, તેમના કાકા રમેશ જુનેજા અને લોકનાથ-મનોરમા ગંભીર મળીને “શિવશક્તિ ડેવલોપર્સ” નામની ભાગીદારી પેઢી હેઠળ ભરથાણા-વેસુ અને અલથાણ વિસ્તારમાં પ્લોટ ખરીદવાનો નિર્ણય કર્યો હતો. બંને પરિવારના ભાગીદારી હિસાબે 50-50 ટકા હિસ્સો નક્કી થયો હતો.

વર્ષ 2008માં એક પ્લોટ માટે ગૌરવ અને રમેશ જુનેજાએ રૂ. 90 લાખનો ચુકવણીચેક આપ્યો હતો, જેની પુષ્ટિ સહિતની કાગળો ગંભીર દંપતીને પણ આપવામાં આવી હતી. જોકે, વર્ષો બાદ બંને પરિવારો વચ્ચે સામાજિક અને પારિવારિક ડખા થયા બાદ ગંભીર પરિવારે ગૌરવના હકવાળા પ્લોટનો બોગસ સાટાખત બનાવી તે જમીન “જે.બી. ડેવલોપર્સ”ના નામે વેચાઈ હોવાનું ચિત્ર ઉભું કર્યું હતું.

ગૌરવ જુનેજાને આ અંગે જાણ થતા, તેમણે લોકનાથ, મનોરમા અને હાર્દિક ગંભીર સામે સીધી રીતે જમીન પચાવી પાડવાનો આરોપ મૂકીને ઈકો સેલમાં ફરિયાદ નોંધાવી હતી. સુરત ક્રાઈમ બ્રાંચે આ મામલે ફરિયાદની નોંધ કરી વધુ તપાસ શરૂ કરી છે.

ફરી ધમધમતું થશે સુરતનું ડાયમંડ બુર્સ, માત્ર આટલા રૂપિયામાં ઓફિસ મળી જશે, જાણવા માટે અહીં ક્લિક કરો..

ગુજરાતમાં ફરીથી પાટીદાર કાર્ડ રમવાની હાર્દિક પટેલની મંછા ! જુઓ વીડિયો
ગુજરાતમાં ફરીથી પાટીદાર કાર્ડ રમવાની હાર્દિક પટેલની મંછા ! જુઓ વીડિયો
દૂષિત પાણીનો કહેર, ઉધનાના અમૃતનગરમાં રોગચાળાના ભયથી સ્થાનિકોમાં ફફડાટ
દૂષિત પાણીનો કહેર, ઉધનાના અમૃતનગરમાં રોગચાળાના ભયથી સ્થાનિકોમાં ફફડાટ
AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો આકરો અંદાજ, અમારી સરકાર બનશે એવો દાવો કર્યો
AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો આકરો અંદાજ, અમારી સરકાર બનશે એવો દાવો કર્યો
ત્યજી દેવાયેલી દીકરીને સુરત પોલીસે અપનાવી, કર્યું નામકરણ
ત્યજી દેવાયેલી દીકરીને સુરત પોલીસે અપનાવી, કર્યું નામકરણ
ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ માટે સારા સમાચાર - જુઓ Video
ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ માટે સારા સમાચાર - જુઓ Video
નીતિન પટેલે ગઝનીની સરખામણી કુતરા સાથે કરી- જુઓ Video
નીતિન પટેલે ગઝનીની સરખામણી કુતરા સાથે કરી- જુઓ Video
સ્વર્ગસ્થ ફિલ્મ અભિનેત્રી પરવીન બાબીનો જૂનાગઢમાં આવેલ મહેલ તોડી પડાયો!
સ્વર્ગસ્થ ફિલ્મ અભિનેત્રી પરવીન બાબીનો જૂનાગઢમાં આવેલ મહેલ તોડી પડાયો!
Breaking News: કાઈટ ફેસ્ટીવલમાં વડાપ્રધાન મોદી બન્યા પતંગબાજ
Breaking News: કાઈટ ફેસ્ટીવલમાં વડાપ્રધાન મોદી બન્યા પતંગબાજ
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
PM મોદીના હસ્તે નવા મેટ્રો સ્ટેશનનું લોકાર્પણ - જુઓ Video
PM મોદીના હસ્તે નવા મેટ્રો સ્ટેશનનું લોકાર્પણ - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">