સુરતની વિર નર્મદ યુનિવર્સિટીએ શૈક્ષણિક હેતુ માટેની જમીન ગરબા માટે ભાડે આપતા સર્જાયો વિવાદ- જુઓ Video
સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) એ નવરાત્રિ કાર્યક્રમ માટે યશસ્વી ફાઉન્ડેશનને 1.80 લાખ ચોરસ મીટર જમીન ભાડે આપી છે. આ નિર્ણય ટેન્ડર વિના લેવાયો હોવાથી વિવાદ ઉભો થયો છે. આ જમીન ગર્લ્સ હોસ્ટેલની નજીક હોવાથી વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર પડવાની શક્યતા છે. કુલપતિએ યુનિવર્સિટીની પોલિસીનો ઉલ્લેખ કરી જવાબદારી આયોજક પર નાખી છે.
સુરતની પ્રતિષ્ઠિત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ફરી એકવાર વિવાદના વમળમાં ફસાઈ છે. આ વખતે વિવાદનું કારણ છે યુનિવર્સિટીની 1.80 લાખ ચોરસ મીટરની શૈક્ષણિક હેતુ માટે અનામત જમીન નવરાત્રી ઉત્સવ માટે ભાડે આપવાનો નિર્ણય. આ જમીન યશ્વી ફાઉન્ડેશન નામની સંસ્થાને કોઈપણ જાહેર ટેન્ડર પ્રક્રિયા વગર ભાડે આપવામાં આવી હોવાનો આરોપ છે, જેના કારણે શૈક્ષણિક સમુદાય અને સામાજિક કાર્યકરોમાં નારાજગી ફેલાઈ છે..આપને જણાવી દઈએ કે ગ્રાઉન્ડની 100 મીટર બાજુમાં જ ગર્લ્સ હોસ્ટેલ આવેલી છે.જેથી નવરાત્રિ આયોજનને લઈ અભ્યાસ પર વિપરીત અસર થઈ શકે છે.,.આ મામલે યુનિવર્સીટીના કુલપતિનું કહેવું છે કે 14 જૂને નવી પોલિસી મંજુર કરી યશ્ચિ ફાઉન્ડેશનને જગ્યા અપાઈ છે.,. કોઈ ઘટના બનશે તો જવાબદારી આયોજકની રહેશે તેવુ કુલપતિનું કહેવું છે.
ગ્રાઉન્ડ ભાડે આપવા મુદ્દે યુનિવર્સિટીના કુલપતિનું નિવેદન પણ સામે આવ્યું છે વીએનએસયુ યુનિવર્સિટીએ પોલિસી બનાવી હોવાનું જણાવ્યું છે યશસ્વી ફાઉન્ડેશનને જગ્યા આપવા બે મહિના પહેલાં જ પોલિસી બનાવી 14 મી જૂને પોલિસી મંજૂર કરી યશસ્વી ફાઉન્ડેશનને આ જગ્યા આપાઈ કોઈ ઘટના બનશે તો જવાબદારી આયોજકની રહેશે તેવું પણ કુલપતિએ જણાવ્યું
ગરબાના આયોજન અને અવાજથી અભ્યાસ પર અસર મુદ્દે કુલપતિએ ઉડાઉ જવાબ આપ્યો અને પાછું કુલપતિને તો ગરબાના ડોમ વિશે પણ ડિટેઈલમાં જાણકારી હતી. આ તમામ બાબતો પરથી સવાલ એ ઉઠે છે કે શૈક્ષણિક હેતું માટેની જમીન ભાડે આપી શકાય? યુનિ.ની પોલિસીની સંસ્થાને જાણ કેવી રીતે થઈ? ટેન્ડર પ્રક્રિયા વિના જ ગ્રાઉન્ડ કેમ ભાડે અપાયું? નવરાત્રિના અવાજથી વિદ્યાર્થીઓને અસર નહીં થાય? ગર્લ્સ હોસ્ટેલ પાસે ઘટના બની તો જવાબદાર કોણ? મહિલા સુરક્ષાની દ્રષ્ટિએ નિર્ણય કેટલો યોગ્ય? હવે જોવું રહ્યું કે શું યુનિવર્સિટીના આ નિર્ણયમાં કોઈ ફેરફાર થાય છે કે નહીં.