Breaking News : સુરતની જાણીતી રેસ્ટોરેન્ટના મહિલાઓના વોશરુમમાં હતો છુપો મોબાઇલ કેમેરા, મહિલાનું ધ્યાન પડતાં કર્યો હોબાળો
સુરતના પીપલોદમાં આવેલી એક જાણીતી રેસ્ટોરેન્ટના મહિલાઓના વોશરુમમાં એક છુપો મોબાઇલ કેમેરા મુકાયો હોવાની ઘટના સામે આવી છે. એક મહિલાએ આ મોબાઇલ જોઇ જતા રેસ્ટોરેન્ટ મેનેજમેન્ટનું આ તરફ ધ્યાન દોર્યુ હતુ અને જે પછી આ ઘટનાને અંજામ આપનારા આરોપીને પકડી લેવામાં આવ્યો છે.

સુરતના પીપલોદમાં આવેલી એક જાણીતી રેસ્ટોરેન્ટના મહિલાઓના વોશરુમમાં એક છુપો મોબાઇલ કેમેરા મુકાયો હોવાની ઘટના સામે આવી છે. એક મહિલાએ આ મોબાઇલ જોઇ જતા રેસ્ટોરેન્ટ મેનેજમેન્ટનું આ તરફ ધ્યાન દોર્યુ હતુ અને જે પછી આ ઘટનાને અંજામ આપનારા આરોપીને પકડી લેવામાં આવ્યો છે.
વોશરુમમાં લગાવેલી વેન્ટીલેશનની જાળીના પાછળ હતો મોબાઇલ
કોઇપણ રેસ્ટોરેન્ટના વોશરુમમાં જતા પહેલા મહિલાઓએ સાવધના થઇ જવાની જરુર છે. કેમ કે સુરતમાં એક જાણીતી રેસ્ટોરેન્ટના મહિલાના વોશરુમમાં મોબાઇલ છુપી રીતે મુકીને રેકોર્ડિંગ થતુ હોવાનું સામે આવ્યુ છે. રેસ્ટોરેન્ટના વોશરુમમાં લગાવેલી વેન્ટીલેશનની જાળીના પાછળ મુકેલા મોબાઇલ તરફ એક મહિલાનું ધ્યાન જાય છે, જે પછી મહિલાએ હોબાળો કર્યો હતો. મહિલાએ રેસ્ટોરેન્ટના મેનેજમેન્ટને આ અંગે જાણ કરી હતી. મહિલા સાથે અન્ય લોકોએ પણ મળીને ઘટનાનો વિરોધ કર્યો હતો.
પોલીસે કરી આરોપીની ધરપકડ
આ ઘટના બાદ આ મહિલાઓના વોશરુમમાં પુરુષ સફાઇકર્મીઓ જતા હોવાનો પણ કેટલાક લોકોએ આરોપ લગાવ્યો.જે પછી ઘટના ગંભીર બનતા મામલો ઉમરા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. જે પછી આરોપી સુરેન્દ્ર રાણાની ઉમરા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.
આરોપી 2 વર્ષથી રેસ્ટોરેન્ટમાં સફાઇકર્મી તરીકે કામ કરતો હતો
સુરેન્દ્ર રાણા છેલ્લા 2 વર્ષથી આ રેસ્ટોરન્ટમાં સફાઈ કામદાર તરીકે નોકરી કરતો હતો અને મહિલા વોશરૂમની સફાઈની જવાબદારી પણ તેની પાસે હતી. પોલીસે સુરેન્દ્રની ધરપકડ કર્યા બાદ તેના પાસેથી કુલ 5 મોબાઈલ ફોન જપ્ત કર્યા છે. રેસ્ટોરેન્ટના બાથરુમમાં વેન્ટીલેશન માટે એક જાળી જેવુ મુકેલુ હતુ. આ જાળીનો એક ભાગ તૂટેલો હતો. આરોપીએ તેમાં એક સીમકાર્ડ વગરનો મોબાઇલ મુકેલો હતો.
આરોપીના ફોનમાંથી પોર્ન હિસ્ટ્રી મળી
પોલીસ દ્વારા પુછપરછ દરમ્યાન આરોપી સુરેન્દ્રે જણાવ્યુ હતું કે તે ટોયલેટ સાફસફાઈના વિડિયો બનાવતો હતો. જોકે, તપાસ દરમિયાન તેના ફોનમાંથી પોર્ન હિસ્ટ્રી અને સ્પાઈ કેમનું બોક્સ પણ મળ્યુ, જે કારણે વિશિષ્ટ ઈરાદાથી વિડિયો બનાવ્યાનો સંદેહ વધી ગયો છે.
સુરેન્દ્ર ઝારખંડનો રહેવાસી છે અને તેનો પહેલેથી કોઈ સીમકાર્ડ વગરનો મોબાઈલ હતો, જેને ઉપયોગમાં લઈને તે વીડિયો એક મોબાઈલમાંથી બીજા મોબાઈલમાં ટ્રાન્સફર કરતો હતો. હાલ પોલીસે સુરેન્દ્રની પુછપરછ શરૂ કરી છે અને રેસ્ટોરન્ટમાં કામ કરતા અન્ય કર્મચારીઓ, ખાસ કરીને શંકાસ્પદ જણાતા પુરુષ સ્ટાફની પણ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે.
રેસ્ટોરન્ટમાં કુલ 50 લોકો કામ કરે છે, જેમાંથી 40 પુરુષ છે. પોલીસ હવે તમામ શંકાસ્પદ કર્મચારીઓના મોબાઈલ ફોન પણ FSL (ફોરેન્સિક લેબોરેટરી)માં મોકલવા જઈ રહી છે.સુરેન્દ્રના મિત્ર વર્તુળની પણ તપાસ કરવામાં આવશે જેથી પૃષ્ઠભૂમિ, સંબંધો અને આ પ્રકારના અન્ય કોઈ ષડયંત્રમાં સંડોવણી તો નથી એ બાબતે સ્પષ્ટતા થાય.