અરવલ્લીમાં ધોધમાર વરસાદ, રસ્તાઓ પર પાણી વહ્યા, મોડાસમાં સવા 4 ઈંચ ખાબક્યો, જુઓ વીડિયો

અરવલ્લીમાં ધોધમાર વરસાદ, રસ્તાઓ પર પાણી વહ્યા, મોડાસમાં સવા 4 ઈંચ ખાબક્યો, જુઓ વીડિયો

| Updated on: Jul 29, 2024 | 4:04 PM

વહેલી સવારથી જ ભારે વરસાદ મોડાસા અને મેઘરજ વિસ્તારમાં વરસ્યો છે. બપોરે 2 વાગ્યા સુધીમાં મોડાસામાં સવા ચાર ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે મેઘરજમાં ચાર ઈંચ વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત ભિલોડામાં બે ઈંચ, ધનસુરા અને માલપુરમાં પોણા બે ઈંચ વરસાદ વરસ્યો હતો. બાયડમાં પણ બે ઈંચ વરસાદ વરસતા રાહત સર્જાઈ હતી.

અરવલ્લી જિલ્લામાં વહેલી સવારથી જ ભારે વરસાદ મોડાસા અને મેઘરજ વિસ્તારમાં વરસ્યો છે. બપોરે 2 વાગ્યા સુધીમાં મોડાસામાં સવા ચાર ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે મેઘરજમાં ચાર ઈંચ વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત ભિલોડામાં બે ઈંચ, ધનસુરા અને માલપુરમાં પોણા બે ઈંચ વરસાદ વરસ્યો હતો. બાયડમાં પણ બે ઈંચ વરસાદ વરસતા રાહત સર્જાઈ હતી.

મોડાસાના દધાલીયા અને આસપાસના વિસ્તારમાં ભારે વરસાદને લઈ રસ્તાઓ પર પાણી વહ્યા હતા. રસ્તાઓ જાણે કે નદી બન્યા હોય એમ ગ્રામ્ય વિસ્તારના માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા હતા. મોડાસા અને માલપુરમાં પણ મુખ્ય માર્ગોની સ્થિતિ આવી જ જોવા મળી હતી.

આ પણ વાંચો: અમદાવાદનો ASI અને ભાજપ નેતા દારુની હેરાફેરી કરતા ઝડપાયા

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">