IND W vs SL W, Asia Cup Final, Highlights : ભારત સામે 8 વિકેટથી શ્રીલંકાની જીત, પ્રથમ વાર એશિયા કપ વિજેતા બન્યું
IND vs SL, Women’s Asia Cup Final, Highlights: ભારતીય મહિલા ક્રિકેટ ટીમનો એશિયા કપમાં અત્યાર સુધી દબદબો રહ્યો છે. એશિયા કપના 8 સંસ્કરણોમાંથી 7 વાર ભારતીય ટીમ ચેમ્પિયન રહી છે. ટીમ ઈન્ડિયા માત્ર વર્ષ 2018માં એશિયા કપ જીતવામાં સફળ રહી નહોતી.
મહિલા એશિયા કપ 2024ની ફાઈનલ મેચ આજે રવિવારે રમાઈ રહી છે. ભારત અને યજમાન શ્રીલંકા વચ્ચે ટક્કર સાથે 9મી ટૂર્નામેન્ટ સમાપ્ત થશે. ભારતીય મહિલા ટીમ અત્યાર સુધીમાં 7 વાર એશિયા કપ ચેમ્પિયન થઈ ચૂકી છે. જ્યારે શ્રીલંકા મહિલા ક્રિકેટ ટીમ એક પણ વખત એશિયા કપ વિજેતા થઈ શકી નથી. ઘર આંગણે રમાઈ રહેલા એશિયા કપમાં પ્રથમ વાર વિજયી થવાના જુસ્સા સાથે ટીમ મેદાને ઉતરશે.
ભારતીય પ્લેઈંગ ઈલેવનઃ હરમનપ્રીત કૌર (કેપ્ટન), શેફાલી વર્મા, સ્મૃતિ મંધાના, ઉમા છેત્રી, જેમિમાહ રોડ્રિગ્ઝ, રિચા ઘોષ (વિકેટકીપર), દીપ્તિ શર્મા, પૂજા વસ્ત્રાકર, રાધા યાદવ, તનુજા કંવર, રેણુકા સિંહ.
શ્રીલંકાની પ્લેઈંગ ઈલેવનઃ ચમારી અટાપટ્ટુ (કેપ્ટન), વિશ્મી ગુણારત્ને, હર્ષિતા સમરવિક્રમા, કવિશા દિલહારી, નીલાક્ષી ડી સિલ્વા, અનુષ્કા સંજીવની (વિકેટકીપર), હસિની પરેરા, સુગાંદિકા કુમારી, ઈનોશી પ્રિયદર્શિની, ઉદેશિકા પ્રબોધિની, સચિની નિસાલા.
LIVE Cricket Score & Updates
-
Womens Asia Cup 2024: શ્રીલંકા બન્યું એશિયા ચેમ્પિયન
#WomensAsiaCup2024 #ACC #HerStory #SLWvINDW #GrandFinale pic.twitter.com/4knbEkIz5H
— AsianCricketCouncil (@ACCMedia1) July 28, 2024
-
India vs Sri Lanka: શ્રીલંકા જીત તરફ
હર્ષિતા સમરવિક્રમાની શાનદાર રમતને લઈ શ્રીલંકા હવે લક્ષ્યની નજીક પહોંચ્યું છે. પહેલા સુકાની ચમારી અટ્ટાપટ્ટુ અને બાદમાં હર્ષિતા સમરવિક્રમાની અડધી સદીએ રમતને રોમાંચક બનાવી હતી.
-
-
India vs Sri Lanka: કવિશા દિલહારીએ છગ્ગો જમાવ્યો
15 મી ઓવર સમાપ્ત થઈ છે અને હવે 5 ઓવરની રમત બાકી રહી છે. રમત હવે જબરદસ્ત રોમાંચક બની છે. કવિશા દિલહારીએ રાધા યાદવના બોલ પર આગળ આવીને ડીપ મિડ વિકેટ પર છગ્ગો ફટકાર્યો હતો. આમ હવે શ્રીલંકાના બેટર્સે પણ વળતી લડત આપી છે. શ્રીલંકા પાસે હજુ 8 વિકેટ હાથ પર છે.
-
Womens Asia Cup 2024 Final: દિપ્તીએ અપાવી મોટી સફળતા, અટ્ટાપટ્ટુ OUT
જેના માટે સતત ભારતીય બોલર પ્રયાસ કરતા હતા એ સફળતા આખરે દિપ્તી શર્માએ અપાવી દીધી છે. 12મી ઓવરમાં દિપ્તીએ ચમારીનું લેગ સ્ટંપ ઉખાડીને ક્લીન બોલ્ડ કરી દીધી છે. ચમારીએ 43 બોલમાં 61 રન નોંધાવ્યા છે.
-
Womens Asia Cup 2024: ચમારી અટ્ટાપટ્ટુની અડધી સદી
ઓપનર અને સુકાની ચમારી અટ્ટપટ્ટુએ ભારતીય બોલરો સામે લડત આપીને ટીમનો સ્કોર આગળ વધારી રહી છે. તેણે 10મી ઓવરમાં ચોગ્ગો ફટકારીને અડધી સદી પુરી કરી હતી.
-
-
Asia Cup 2024 Final Live score: 10 ઓવરની રમત સમાપ્ત
એશિયા કપ વિજેતા બનાવવા માટે હવે બાકીની 10 ઓવરમાં ભારતે 86 રન બચાવવાના છે. શ્રીલંકાની ટીમ પ્રથમ 10 ઓવરમાં 1 વિકેટના નુકસાન સાથે 80 રન નોંધાવ્યા છે. ચમારી અટ્ટાપટ્ટુએ જોકે 2 છગ્ગા સાથે સ્કોરબોર્ડ ઝડપી કરીને જરુરી રનરેટની નજીક રહેવા પ્રયાસ કર્યો છે. પ્રથમ પાંચ ઓવરમાં શ્રીલંકાએ 28 રન નોંધાવ્યા હતા. પરંતુ બાકીની પાંચ ઓવરમાં 52 રન નોંધાવ્યા હતા.
-
India vs Sri Lanka: ભારતીય બોલરોએ કસ્યો ગાળીયો
ભારતીય ટીમે રાખેલા 166 રનના લક્ષ્યનો પીછો કરી રહેલ શ્રીલંકન ટીમને ભારતીય બોલર સામે પરેશાની થઈ રહી છે. 5 ઓવરમાં શ્રીલંકાનો સ્કોર 1 વિકેટના નુક્સાન સાથે 28 રન નોંધાયો હતો.
-
Womens Asia Cup 2024: વિશ્મી ગુણારત્ને OUT
બીજી ઓવરના ચોથા બોલ પર ભારતીય ટીમને મોટી રાહત શ્રીલંકન ઓપનર વિશ્મીના રુપમાં મળી છે. વિશ્મી ભારતીય બોલર પૂજા વસ્ત્રાકરના ફૂલ બોલને ઓન સાઈડમાં રમીને દોડી ગઈ હતી. સામે છેડે ચમારી પોતાના સ્થાન પર જ ઉભી રહી હતી અને બોલ ફિલ્ડર છેત્રીના હાથમાં પહોંચતા જ તેણે વિકેટકીપર રિચા ઘોષને બોલ ફેંક્યો હતો. આમ રિચા અને છેત્રીએ ઓપનર વિશ્મીનો ખેલ ખતમ કરી દીધો હતો. વિશ્મી 3 બોલ રમીને 1 રન નોંધાવી પરત ફરી હતી.
-
Womens Asia Cup 2024 Final: શ્રીલંકાની રમત શરુ
શ્રીલંકન ઓપનર વિશ્મી ગુણરત્ને અને ચમારી અટ્ટાપટ્ટુ બેટિંગ કરવા ઉતર્યા છે. બંનેએ રમતની શરુઆત કરીને ભારતે રાખેલ 166 રનના લક્ષ્યનો પિછો શરુ કર્યો છે. પ્રથમ ઓવરમાં ચમારીએ બીજા બોલ પર જ ચોગ્ગો ફટકાર્યો હતો.
-
Womens Asia Cup 2024: ભારતની રમત સમાપ્ત, સ્કોર 165/6
ઓપનર મંધાનાની શાનદાર રમત વડે ભારતે 165 રનનો સ્કોર 6 વિકેટના નુક્સાન પર ખડક્યો હતો. અંતિમ ઓવર્સ દરમિયાન રિચા ઘોષે પણ શાનદાર આક્રમક બેટિંગ કરતા ટીમનો સ્કોર 160 થી વધુએ પહોંચી શક્યો હતો.
Innings Break!
Vice-captain @mandhana_smriti‘s elegant 60(47), and brisk knocks from @JemiRodrigues (29 off 16) & @13richaghosh (30 off 14) help #TeamIndia post 165/6.
Over to our bowlers
Scorecard ▶️ https://t.co/RRCHLLmNEt#WomensAsiaCup2024 | #INDvSL | #ACC | #Final pic.twitter.com/j5UgyYeq3R
— BCCI Women (@BCCIWomen) July 28, 2024
-
India vs Sri Lanka: રિચા આઉટ
અંતિમ ઓવરના ચોથા બોલ પર રિચા ઘોષ વિકેટકીપરના હાથમાં કેચ ઝડપાતા પરત ફરી હતી. રિચા આક્રમક રમત રમી રહી હતી. તેણે 14 બોલમાં 30 રન નોંધાવ્યા હતા.
-
India vs Sri Lanka: રિચા ધોષની આક્રમક રમત
19મી ઓવરમાં રિચા ઘોષે આક્રમક રમત દર્શાવી હતી. રિતાએ સળંગ ત્રણ બોલમાં બે ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. રિચાએ ઓવરના બીજા અને ત્રીજા બોલ પર બે ચોગ્ગા ફટકાર્યા બાદ ચોથા બોલ પર જમીન પર પગ ટેકવીને વાઈડ લોંગ ઓન પર શાનદાર છગ્ગો ફટકાર્યો હતો. આમ ઓવરમાં ભારતના ખાતામાં 18 રન નોંધાયા હતા.
-
Womens Asia Cup 2024: સ્મૃતિ મંધાના OUT
દિલહારીએ 17મી ઓવરમાં ભારતીય ઓપનરની વિકેટ ઝડપી હતી. 47 બોલનો સામનો કરીને 60 રન ફટકારનારી સ્મૃતિ મંધાનાને તેણે અટ્ટાપટ્ટુના હાથમાં કેચ ઝડપાવ્યો હતો. મોટો શોટ લોંગ ઓન પર ફટકારવાના પ્રયાસમાં તે કેચ આઉટ થઈ હતી. તેણે 10 ચોગ્ગા પોતાની ઈનિંગ દરમિયાન ફટકાર્યા હતા.
-
Asia Cup 2024 Final Live score: જેમિમાહ રોડ્રિગ્ઝ OUT
શાનદાર રમત રમી રહેલી જેમિમાહ રોડ્રિગ્ઝ રન આઉટ થઈને પરત ફરી છે. 17મી ઓવરના પ્રથમ બોલને સ્ક્વેર લેગમાં ફ્લિક કરીને ઝડપથી બે રન ચોરી લેવાના પ્રયાસ દરમિયાન રન આઉટ વિકેટ ગુમાવી છે. એક છગ્ગો અને 3 ચોગ્ગાની મદદ વડે 29 રન 16 બોલમાં ફટકાર્યા હતા.
-
Womens Asia Cup 2024 Final: જેમિમાહ રોડ્રિગ્ઝે છગ્ગો ફટકાર્યો
જેમિમાહ રોડ્રિગ્ઝે રમતમાં આવતા જ આક્રમકતા દર્શાવી છે. તેણે 16મી ઓવર લઈને આવેલ અટ્ટાપટ્ટુના ચોથા બોલ પર શાનદાર છગ્ગો જમાવ્યો હતો. ધીમી ગતિની શોર્ટ બોલને પુલ કરીને ડીપ બેકવર્ડ સ્ક્વેર લેગની દિશામાં કમાલની ટાઈમીંગ સાથે હવાઈ યાત્રા કરાવ્યો હતો.
-
Womens Asia Cup 2024: ભારતના 100 રન પૂરા
એશિયા કપ 2024ની ફાઈનલ મેચમાં ભારતીય ટીમનો સ્કોર 100 રનને પાર થયો છે. ભારતીય ટીમને ત્રણ વિકેટના નુકસાન પર 14મી ઓવરમાં 100 રન પૂરા કર્યા હતા.
-
Asia Cup 2024 Final Live score: સ્મૃતિ મંધાની અડધી સદી
ભારતીય ટીમની ઓપનર સ્મૃતિ મંધાનાએ ફાઈનલ મેચમાં શાનદાર રમત દર્શાવી છે. તેણે ઝડપી રમત સાથે અડધી સદી ફટકારી છે. 9 ચોગ્ગા સાથે મંધાનાએ અડધી સદી નોંધાવી હતી. 36 બોલમાં જ મંધાનાએ અડધી સદી પુરી કરી હતી. તેણે આ 26મી ટી20 અડધી સદી નોંધાવી છે.
FIFTY & Counting!
Half-century comes for #TeamIndia Vice-Captain @mandhana_smriti
Follow the Match ▶️ https://t.co/RRCHLLnlu1#WomensAsiaCup2024 | #INDvSL | #ACC | #Final
ACC pic.twitter.com/7ELxMnr1iu
— BCCI Women (@BCCIWomen) July 28, 2024
-
Womens Asia Cup 2024: સુકાની હરમનપ્રીત કૌર OUT
ભારતીય ટીમની સુકાની હરમનપ્રીત કૌર 12મી ઓવરમાં સચિની નિસાંસલાનો શિકાર બની હતી. સચિનીએ ધીમો અને ઓફ બ્રેક બોલ કર્યો હતો. જેને ઓન સાઈડમાં મોકલવાના પ્રયાસમાં કવરના ફિલ્ડર નિલાંક્ષીના હાથમાં કેચ પહોંચ્યો હતો. આમ 11 બોલનો સામનો કરીને 11 રન નોંધાવી હરનમપ્રીત પરત ફરી હતી.
-
Womens Asia Cup 2024 Final: 10 ઓવરની રમતના અંતે ભારતનો સ્કોર
10 ઓવરની રમત સમાપ્ત થઈ ચૂકી છે. ભારતીય ટીમની રમત શરુઆતથી જ ધીમી રહી છે. ભારતનો સ્કોર 10 ઓવરના અંતે 68 રન નોંધાયો હતો. શેફાલી વર્મા અને ઉમા છેત્રીના રુપમાં ભારતે આ દરમિયાન 2 વિકેટ ગુમાવી હતી. જોકે ઓપનર મંધાના અને સુકાની હરમનપ્રીત કૌર પીચ પર છે.
-
Olympics 2024 Live:મનુ ભાકરની મેડલ મેચ શરૂ
ભારતની શૂટિંગ સ્ટાર મનુ ભાકરની મેડલ મેચ શરૂ થઈ ગઈ છે. હરિયાણાની આ છોકરી દેશ માટે પહેલો મેડલ લાવી શકે છે.
-
Olympics 2024 Live:સંદીપ સિંહ 25મા સ્થાને
પુરુષોની 10 મીટર એર રાઈફલના ક્વોલિફિકેશન રાઉન્ડમાં 4 શ્રેણી બાદ અર્જુન બાબૌતા છઠ્ઠા સ્થાને અને સંદીપ સિંહ 25મા સ્થાને છે. ટોચના 8 શૂટર્સ ફાઇનલમાં પ્રવેશ કરશે.
-
IND W vs SL W, Asia Cup Final, LIVE : ભારતને બીજો ઝટકો, ઉમા છેત્રી OUT
ભારતને વધુ એક ઝટકો લાગ્યો છે. 9મી ઓવરના પ્રથમ બોલ પર જ ભારતે ઉમા છેત્રીની વિકેટ ગુમાવી છે. ચમારીએ પ્રથમ બોલ પર જ ફુલ બોલ ડિલિવર કર્યો હતો, જેને છેત્રીએ સ્વીપ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ બોલ પેડ પર વાગ્યો હતો અને અંપાયરે લેગબિફોર આઉટ જાહેર કરી હતી. આમ ઉતાવળ કરવા જતા છેત્રીએ વિકેટ ગુમાવી હતી. છેત્રીએ 7બોલની રમતમાં એક ચોગ્ગાની મદદ વડે 9 રન નોંધાવ્યા હતા.
-
Womens Asia Cup 2024: શેફાલી વર્મા OUT
શેફાલી વર્માના રુપમાં ભારતે પ્રથમ વિકેટ ગુમાવી. શેફાલીએ 7મી ઓવરના બીજા બોલ પર પર આગળ નીકળીને બોલને ઓન સાઈડમાં પુશ કરવાનો પ્રયાસ કર્યો હતો. જે ઝડપી ગતીનો બોલ બેટ છકાવીને પેડમાં લાગ્યો હતો. આમ લેગબિફોર વિકેટ ગુમાવીને શેફાલી પરત ફરી હતી. તેણે 19 બોલની રમતમાં 16 રન 2 ચોગ્ગાની મદદથી નોંધાવ્યા હતા.
-
Womens Asia Cup 2024 Final: મંધાનાએ ત્રણ ચોગ્ગા ફટકાર્યા
ભારતીય ટીમની ઓપનર સ્મૃતિ મંધાનાએ પોતાને જીવતદાન મળ્યા બાદ આક્રમક સ્વરુપ દેખાડ્યું હતુ. તેણે આગળની ઓવરમાં એટલે કે છઠ્ઠી ઓવરમાં ત્રણ ચોગ્ગા ફટકાર્યા હતા. પ્રથમ ચોગ્ગો ઓવરના બીજા બોલ પર, બીજો ચોગ્ગો ત્રીજા બોલ અને ત્રીજો ચોગ્ગો પાંચમાં બોલ પર ફટકાર્યો હતો. આમ મંધાનાએ એક જ ઓવરમાં ત્રણ ચોગ્ગા સાથે 19 બોલનો સામનો કરીને 26 રન સાથે રમતમાં છે. ભારતીય ટીમનો સ્કોર છઠ્ઠી ઓવરના અંતે 44 રન નોંધાયો હતો.
-
India vs Sri Lanka: સ્મૃતિ મંધાનાનો કેચ છૂટ્યો
એશિયા કપ 2024ની ફાઇનલમાં ભારતીય ટીમે ધીમી શરૂઆત કરી છે. સ્મૃતિ મંધાનાનો પાંચમી ઓવરમાં કેચ છૂટી ગયો હતો. આસાન કેચ કવર પર હર્ષિતા પાસે પહોંચ્યો હતો. પરંતુ તે કેચ ઝડપવામાં સફળ નહીં રહેતા ઓપનર મંધાનાને મોટી રાહત સર્જાઈ હતી. ભારતીય ટીમે 5 ઓવરના અંતે 30 રનનો સ્કોર નોંધાવ્યો હતો.
-
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી 52ના મોત, 42 સાજા થયા
ગુજરાત સરકારના પ્રવકત્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી 52 લોકોના મોત થયા છે અને 42 સારવાર લઈ સાજા થયા છે. ચાંદીપુરા વાયરસ ફેલાવવા માટે માખી કરડવા સિવાય અન્ય પણ કારણો છે. રાજ્યની વિવિધ હોસ્પિટલોમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના જે કોઈ સેમ્પલ આવે છે તેનું ટેસ્ટિંગ કરવામાં આવે છે. આ વર્ષે કેસનો આંકડો વધારે છે. માત્ર ચાંદીપુરાના કારણે જ મૃત્યુ થયા છે એવુ નથીસ ચાંદીપુરાની સાથેસાથે એન્સેફિલિટિસના કારણે પણ મૃત્યુ થયા છે.
-
IND vs SL Womens Asia Cup 2024 Final Live: ભારતની બેટિંગ શરુ
શેફાલી અને સ્મૃતિ મંધાના બંને ઓપનરે રમતની શરુઆત કરી છે. પ્રથમ ઓવરમાં ભારતીય ટીમનો સ્કોર 6 રન નોંધાયો હતો. શેફાલીએ પ્રથમ ઓવરમાં ચોગ્ગો ફટકારી પોતાની રમતની શરુઆત કરી હતી.
-
Womens Asia Cup 2024 Final: પિચ રિપોર્ટ
મેદાન પર ખૂબ જ પવન ફૂંકાઈ રહ્યો છે, જે રમતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. પવનની અસર શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચેની સેમિફાઇનલમાં જોવા મળી હતી. પીચ બેટ્સમેનો માટે મદદરૂપ છે, તેથી હાઈ સ્કોરિંગ મેચ જોવા મળી શકે છે. પ્રથમ બેટિંગ કરતા 160થી વધુનો સ્કોર ભારત માટે અહીં ખૂબ જ સારો સાબિત થઈ શકે છે.
-
Asia Cup 2024 Final Live score: ફાઈનલ માટે શ્રીલંકાની પ્લેઈંગ ઈલેવન
વિશ્મી ગુણારત્ને, ચમારી અટાપટ્ટુ (કેપ્ટન), હર્ષિતા સમરવિક્રમા, કવિશા દિલહારી, નીલાક્ષી ડી સિલ્વા, અનુષ્કા સંજીવની (વિકેટકીપર), હસિની પરેરા, સુગાંદિકા કુમારી, ઈનોશી પ્રિયદર્શિની, ઉદેશિકા પ્રબોધિની, સચિની નિસાલા.
-
Womens Asia Cup 2024: જેમિમાહ રોડ્રિગ્ઝ 100મી મેચ રમશે
જેમિમાહ રોડ્રિગ્ઝ તેની 100મી આંતરરાષ્ટ્રીય ટી20 મેચ રમવા માટે આજે મેદાને ઉતરી રહી છે. તે એશિયા કપની ફાઈનલ મેચ રમીને આ મેચને વધુ યાદગાર બનાવશે.
A special TON!
Jemimah Rodrigues is all set to play her 1️⃣0️⃣0️⃣th T20I match today for #TeamIndia
Go well
Follow the Match ▶️ https://t.co/RRCHLLmNEt#WomensAsiaCup2024 | #INDvSL | #ACC | #Final | @JemiRodrigues pic.twitter.com/3PXT2p6itO
— BCCI Women (@BCCIWomen) July 28, 2024
-
Womens Asia Cup 2024 Final: ફાઈનલ માટે ભારતની પ્લેઈંગ ઈલેવન
હરમનપ્રીત કૌર (કેપ્ટન), શેફાલી વર્મા, સ્મૃતિ મંધાના, ઉમા છેત્રી, જેમિમાહ રોડ્રિગ્ઝ, રિચા ઘોષ (વિકેટકીપર), દીપ્તિ શર્મા, પૂજા વસ્ત્રાકર, રાધા યાદવ, તનુજા કંવર, રેણુકા સિંહ.
A look at #TeamIndia’s Playing XI for the #Final
Follow the Match ▶️ https://t.co/RRCHLLmNEt#WomensAsiaCup2024 | #INDvSL | #ACC pic.twitter.com/xdv2QYNZTl
— BCCI Women (@BCCIWomen) July 28, 2024
-
IND vs SL Womens Asia Cup 2024 Final Live: ભારતે ટોસ જીત્યો
ભારતીય ટીમના સુકાની હરમનપ્રીત કૌરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી છે. આમ યજમાન શ્રીલંકન ટીમ પ્રથમ બોલિંગ કરવા માટે મેદાને ઉતરશે.
Toss #TeamIndia win the toss and elect to bat in the #Final against Sri Lanka
Follow the Match ▶️ https://t.co/RRCHLLmNEt#WomensAsiaCup2024 | #INDvSL | #ACC pic.twitter.com/T60WCAY7mT
— BCCI Women (@BCCIWomen) July 28, 2024
Published On - Jul 28,2024 2:35 PM