રિયાન પરાગને આક્રમકતા સાથે વિકેટનો જશ્ન મનાવતો જોઈ ગૌતમ ગંભીર શાંત રહી શક્યો નહીં

ભારતીય ટીમના નવા હેડ કોચ ગૌતમ ગંભીર માટે નવી જવાબદારીનો પ્રથમ પ્રવાસ છે. જેની શરુઆતે જ ટીમ ઈન્ડિયાએ શાનદાર જીત મેળવી છે. આ જીતમાં કેટલીક બાબતો દરેકનું ધ્યાન ખેંચી રહી છે. ગૌતમ ગંભીર શ્રીલંકા સામેની પ્રથમ મેચ દરમિયાન ખૂબ જ આક્રમક જોવા મળતો હતો.

રિયાન પરાગને આક્રમકતા સાથે વિકેટનો જશ્ન મનાવતો જોઈ ગૌતમ ગંભીર શાંત રહી શક્યો નહીં
રિયાનના જશ્ન પર ગંભીરની પ્રતિક્રિયા
Follow Us:
| Updated on: Jul 28, 2024 | 11:25 PM

ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં શ્રીલંકાના પ્રવાસે છે. ભારતીય ટીમના નવા હેડ કોચ ગૌતમ ગંભીર માટે નવી જવાબદારીનો પ્રથમ પ્રવાસ છે. જેની શરુઆતે જ ટીમ ઈન્ડિયાએ શાનદાર જીત મેળવી છે. આ જીતમાં કેટલીક બાબતો દરેકનું ધ્યાન ખેંચી રહી છે. ગૌતમ ગંભીર શ્રીલંકા સામેની પ્રથમ મેચ દરમિયાન ખૂબ જ આક્રમક જોવા મળતો હતો. હેડ કોચ ગંભીર ડગ આઉટમાં શાંત બેસી રહ્યો નહોતો. ટીમના ખેલાડીઓની દરેક સફળ પળને ઉત્સાહ અને આક્રમતાથી મનાવતો હતો.

રિયાન પરાગે પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રથમ વિકેટ ઝડપી હતી. આ પળને તેણે ખૂબ જ ઉત્સાહ અને આક્રમકતા સાથે મનાવી હતી. રિયાન પરાગને બોલિંગ માટે સૂર્યાએ કોલ આપતા જ સૌને આશ્ચર્ય સર્જાયું હતું. પરંતુ રિયાને જે કરી દેખાડ્યું એ ગજબ હતું.

No Muslim Country : દુનિયાનો એક એવો દેશ જ્યાં એક પણ મુસ્લિમ નથી!
Chanakya Niti: ઓછા સમયમાં જલદી ધનવાન બની જાય છે આ લોકો !
Fruits : સંતરા ખાધા પછી પાણી પીવું જોઈએ કે નહીં?
Saif Ali Khan Stabbed: ઈબ્રાહિમ નહીં, પણ 8 વર્ષના તૈમુરની સાથે હોસ્પિટલ પહોંચ્યો હતો સૈફ અલી ખાન !
આજનું રાશિફળ તારીખ : 18-01-2025
ઈંગ્લેન્ડની ક્યૂટ ખેલાડીની WPL 2025માં એન્ટ્રી

રિયાન પરાગે ગજબ કર્યો

આમ તો એક સમયે ડેથ ઓવર સ્પેશિયાલિસ્ટ અર્શદીપની 2 ઓવર બાકી હતી. છતાંય સૂર્યાએ એક એવા બોલરને બોલિંગ માટે કોલ આપ્યો કે, મેચ જોનારા ક્રિકેટ રસિકો આશ્ચર્ય અનુભવતા હતા. સૂર્યાએ રિયાન પરાગને બોલિંગ માટે બોલાવ્યો હતો. આ એવો સમય હતો કે, જે સમયે શ્રીલંકાને 24 બોલમાં 56 રનની જરુર હતી. તેમની પાસે હજુ 6 વિકેટ બચી હતી. તો દાસુન શનાકા અને મેન્ડિસ તથા સુકાની અસલંકા હોવાને લઈ મેચ ગમે તે બાજુ પલટાય એવી પૂરી સંભાવના હતા.

આવી સ્થિતિમાં પણ રિયાન પરાગને બોલિંગ માટે હાથમાં બોલ પકડાવવામાં આવ્યો હતો. સામે છેડે મેન્ડિસ બેટિંગ કરવા માટે હતો. રિયાનના બોલ પર દાસુન શનાકાએ રન લેવા જતા રન આઉટ થયો હતો. જ્યારે ત્રીજા બોલ પર જ મેન્ડિસને રિયાન પરાગે બોલ્ડ કરીને ડગ આઉટ મોકલી દીધો હતો. બસ ભારતને આ જ રાહત જોઈતી હતી અને એ પરાગની પ્રથમ વિકેટ સાથે જ મળી ગઈ હતી. ત્યાર બાદ તે ફરીથી મેચની અંતિમ ઓવર લઈને આવ્યો હતો. જ્યાં પણ તેણે કમાલ કરી દીધો હતો. પરાગે સળંગ બે બોલમાં બે વિકેટ ઝડપી હતી.

શું આ પ્લાન ગંભીરનો હતો?

જ્યારે રિયાન પરાગે પ્રથમ વિકેટ T20 ક્રિકેટમાં ઝડપી ત્યારે તે એક જબરદસ્ત ચીસ સાથે સફળતાનો આનંદ મનાવતો હતો.. તેના જશ્નની સાથે એક વ્યકિત એ પણ હતો કે, જે ખૂબ જ આક્રમકતા સાથે ઉત્સાહમાં હતો. એ હતા ભારતીય ટીમ હેડ કોચ ગૌતમ ગંભીર. ગંભીર આમ તો સામાન્ય રીતે પ્રથમ મેચમાં એકદમ ગંભીર મુદ્રામાં જ જોવા મળતો હતો. પરંતુ તેણે ખૂબ જ ઉત્સાહ વધાર્યો હતો. તેણે આ સમયે પોતાની મુઠ્ઠી વાળી લીધી હતી અને એક ચીસ છોડવા રુપ જશ્ન મનાવતો હતો. આ જોઈને જ સૌને એ સવાલ થઈ રહ્યો હતો કે, આ માસ્ટર સ્ટ્રોક ગૌતમ ગંભીરનો હતો કે કેમ.

પરાગને નામ આટલી વિકેટ

એવુ નથી કે પરાગ બોલિંગ કરવા માટે અનુભવી નથી. તેના નામે પ્રથમ શ્રેણીની મેચમાં 50 વિકેટ નોંધાયેલી છે. તો T20 અને લિસ્ટ A ક્રિકેટમાં 94 વિકેટ નોંધાયેલી છે. તે એક લેગ સ્પિનર છે પરંતુ બેટર્સને પરેશાન કરવા માટે ઓફ બ્રેક કે પછી સીમ અપ ડિલિવરી કરી લે છે.

શ્રીલંકા સામેની પ્રથમ T20 મેચમાં માત્ર 5 રન આપીને ત્રણ વિકેટ તેણે ઝડપી હતી. તેણે માત્ર 1.2 ઓવર કરી હતી, એટલે કે માત્ર 8 બોલ કર્યા હતા અને પાંચ રન ગુમાવીને ત્રણ વિકેટ ઝડપી હતી. આ આંકડો એક ખૂબ જ ગજબની બોલિંગનો પુરાવો છે. 140 રન પર રહેલ શ્રીલંકાની ટીમ 170 રનના સ્કોર પર સમેટાઈ ગઈ હતી.

આ પણ વાંચો: અમદાવાદનો ASI અને ભાજપ નેતા દારુની હેરાફેરી કરતા ઝડપાયા

g clip-path="url(#clip0_868_265)">