હિંમતનગર નજીક ST બસ પાણીમાં ડૂબી ગઈ, બેદરકારી દાખવતા ચાલકે અંડરબ્રીજમાં ઉતારી દીધી, જુઓ વીડિયો
હિંમતનગરના હમીરગઢ નજીક અંડરપાસમાં બસ ફસાઈ જવા પામી હતી. અંડરપાસમાં બસને ચાલકે ઉતારી હતી. આ દરમિયાન બસ પાણીમાં જ બંધ પડી જતા સંપૂર્ણ પણે ડૂબી જવા પામી હતી. વિદ્યાર્થીઓને લેવા માટે બસ જઈ રહી હતી અને એ દરમિયાન જ બસ પાણીમાં ફસાઈ ગઈ હતી. એસટી વિભાગના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા અને ચાલકની બેદરકારી હોવા અંગે તપાસ શરુ કરી હતી.
સાબરકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને લઈ ચોતરફ પાણી ભરાઈ જવા પામ્યા હતા. આ દરમિયાન હિંમતનગરના હમીરગઢ નજીક અંડરપાસમાં બસ ફસાઈ જવા પામી હતી. અંડરપાસમાં બસને ચાલકે ઉતારી હતી. આ દરમિયાન બસ પાણીમાં જ બંધ પડી જતા સંપૂર્ણ પણે ડૂબી જવા પામી હતી.
વિદ્યાર્થીઓને લેવા માટે બસ જઈ રહી હતી અને એ દરમિયાન જ બસ પાણીમાં ફસાઈ ગઈ હતી. એસટી વિભાગના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા અને ચાલકની બેદરકારી હોવા અંગે તપાસ શરુ કરી હતી. હિંમતનગરના ધારાસભ્ય વીડી ઝાલા પણ સ્થળ પર પહોંચ્યા હતા અને તેઓએ અજમેર રેલવે ડિવિઝનના અધિકારીઓને વરસાદી પાણીને લઈ અંડરપાસની સમસ્યાને દૂર કરવા જણાવ્યું હતુ.
આ પણ વાંચો: અમદાવાદનો ASI અને ભાજપ નેતા દારુની હેરાફેરી કરતા ઝડપાયા
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Jul 29, 2024 03:03 PM
Latest Videos