Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND W vs SL W Match Report: શ્રીલંકા સામે ભારતે 166 રનનું લક્ષ્ય રાખ્યું, સ્મૃતિ મંધાનાની શાનદાર અડધી સદી

Womens Asia Cup 2024 Final Match Report, India vs Sri Lanka: ભારત અને શ્રીલંકા વચ્ચે મહિલા એશિયા કપ 2024ની ફાઈનલ મેચ આજે રવિવારે રમાઈ રહી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય સુકાની હરમનપ્રીત કૌરે કર્યો હતો. આમ ભારતીય ટીમ પ્રથમ બેટિંગ કરવા માટે મેદાને ઉતરી હતી

IND W vs SL W Match Report: શ્રીલંકા સામે ભારતે 166 રનનું લક્ષ્ય રાખ્યું, સ્મૃતિ મંધાનાની શાનદાર અડધી સદી
Follow Us:
| Updated on: Jul 28, 2024 | 4:45 PM

ભારત અને શ્રીલંકા વચ્ચે મહિલા એશિયા કપ 2024 ની ફાઈનલ મેચ રમાઈ રહી છે. યજમાન શ્રીલંકન મહિલા ટીમ પ્રથમ વાર એશિયા કપ વિજેતા બનવાના જુસ્સા સાથે મજબૂત ટીમ ઈન્ડિયા સામે ટકરાઈ છે. ફાઈનલમાં મેચ જબરદસ્ત રહેવાની શરુઆતથી જ આશા હતા. યજમાન અને 7 વારની વિજેતા ટીમ વચ્ચેનો જંગ હોવાને લઈ સૌની નજર એશિયા કપ ફાઈનલ પર ઠરી છે. ભારતીય ટીમની રમત ધીમી રહી હતી. ઓપનર મંધાનાની શાનદાર રમત વડે ભારતે 165 રનનો સ્કોર 6 વિકેટના નુક્સાન પર ખડક્યો હતો.

Pahalgam Attack : પહલગામના આતંકવાદીઓ સાથે શું કરવું જોઈએ? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
CSK ખરાબ હાલતમાં, IPLમાં ઘણા વર્ષો પછી આવો દિવસ જોયો
ભારતમાં જીવતો પકડાયેલો પહેલો પાકિસ્તાની આતંકવાદી કોણ હતો?
ફળો ખાવાનો યોગ્ય સમય ક્યારે છે?
Raw papaya: ઉનાળામાં દરરોજ કાચા પપૈયા ખાવાથી શું ફાયદા થાય છે?
Vastu Tips: ઓફિસના ટેબલ પર ભુલથી પણ ના રાખવી જોઈએ આ વસ્તુઓ

અહીં જબરજદસ્ત પવન ફૂંકાઈ રહ્યો છે. અને જેની અસર મેચમાં જોવા મળી રહી છે. ભારતીય સુકાનીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી, આમ શ્રીલંકા સામે લક્ષ્ય ખડકીને તેને ટીમ ઈન્ડિયા સુરક્ષિત રાખવા માટે પ્રયાસ કરશે. જોકે લક્ષ્યનો પિછો કરતી ઈનિંગમાં પવન મહત્વની ભૂમિકા નિભાવશે એમ માનવામાં આવી રહ્યું છે.

મંધાનાની શાનદાર અડધી સદી

ભારતીય ટીમની શરુઆત ધીમી રહી હતી. જોકે મંધાનાના એક બાદ એક બે કેચ ડ્રોપ થવા બાદ તેણે સ્કોર બોર્ડને ઝડપથી ફેરવવા માટે પ્રયાસ કર્યો હતો. પરંતુ શેફાલી વર્મા અને ઉમા છેત્રીની વિકેટ ગુમાવવાને લઈ રમત ફરી ધીમી પડી હતી. સુકાની હરમનપ્રીત કૌર અને ઓપનર સ્મૃતિ મંધાનાએ રમતને સંભાળી હતી અને બંનેએ મક્કમ રમત રમવાનો પ્રયાસ કર્યો હતો.

મંધાનાએ શાનદાર રમત વડે અડધી સદી નોંધાવતા 60 રન ફટકાર્યા હતા. તેણે 10 ચોગ્ગાની મદદ વડે 47 બોલમાં આ રન નોંધાવ્યા હતા. જેમિમાહ રોડ્રિગ્ઝે પણ આક્રમક રમત વડે 29 રનનું યોગદાન આપ્યું હતુ. જેમિમાહ રોડ્રિગ્ઝે 16 બોલમાં 3 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદ વડે આ રન નોંધાવ્યા હતા. અંતમાં રિચા ઘોષે આક્રમક રમતનો મોરચો સંભાળ્યો હતો. તેણે 14 બોલનો સામનો કરીને 30 રન નોંધાવ્યા હતા. જેમાં 1 છગ્ગો અને 4 ચોગ્ગા ફટકાર્યા હતા. 19મી ઓવરમાં તેણે સળંગ બે ચોગ્ગા બાદ છગ્ગો ફટકાર્યો હતો.

ઓપનર શેફાલી વર્મા 19 બોલનો સામનો કરીને 16 રન નોંધાવી વિકેટ ગુમાવી પરત ફરી હતી. તે 7મી ઓવરમાં કવિશા દીલહરીના બોલ પર લેગબિફોર થઈને આઉટ થઈ હતી. તેણે બે ચોગ્ગા ફટકાર્યા હતા. જ્યારે ઉમા છેત્રી ફુલ બોલને સ્વીપ રમવાની ઉતાવળમાં વિકેટ ગુમાવીને પરત ફરી હતી. છેત્રીએ 7 બોલનો સામનો કરીને 9 રન નોંધાવ્યા હતા. તેણે એક ચોગ્ગો ફટકાર્યો હતો.

આ પણ વાંચો: અમદાવાદનો ASI અને ભાજપ નેતા દારુની હેરાફેરી કરતા ઝડપાયા

ટેસ્લાની સાયબર ટ્રકની સૌપ્રથમ સુરતમાં થઈ એન્ટ્રી
ટેસ્લાની સાયબર ટ્રકની સૌપ્રથમ સુરતમાં થઈ એન્ટ્રી
જામનગરમાં પોલીસ એકશનમાં ! 31 પાકિસ્તાની નાગરિકોને આપ્યું અલ્ટિમેટમ
જામનગરમાં પોલીસ એકશનમાં ! 31 પાકિસ્તાની નાગરિકોને આપ્યું અલ્ટિમેટમ
અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચ બહાર ગેરકાયદે બાંગ્લાદેશીઓએ કર્યો હંગામો
અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચ બહાર ગેરકાયદે બાંગ્લાદેશીઓએ કર્યો હંગામો
અમદાવાદમાં શોર્ટ ટર્મ વિઝા પર રહેતા 386 પાકિસ્તાની નાગરિક
અમદાવાદમાં શોર્ટ ટર્મ વિઝા પર રહેતા 386 પાકિસ્તાની નાગરિક
પાકિસ્તાની નાગરિકોને પરત મોકલવાની કાર્યવાહી હાથ ધરી
પાકિસ્તાની નાગરિકોને પરત મોકલવાની કાર્યવાહી હાથ ધરી
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો આજનું રાશિફળ
ગુજરાતમાં ગરમી યથાવત રહેશે ! જાણો તમારા જિલ્લાનું તાપમાન
ગુજરાતમાં ગરમી યથાવત રહેશે ! જાણો તમારા જિલ્લાનું તાપમાન
જમ્મુ કાશ્મીર હુમલા બાદ ભારતે 'એક્શન મોડ' એક્ટિવેટ કર્યો
જમ્મુ કાશ્મીર હુમલા બાદ ભારતે 'એક્શન મોડ' એક્ટિવેટ કર્યો
નાની ઉંમરે કેમ આવી રહ્યા છે હાર્ટ એટેક ? જાણો એક્સપર્ટે શું કહ્યું
નાની ઉંમરે કેમ આવી રહ્યા છે હાર્ટ એટેક ? જાણો એક્સપર્ટે શું કહ્યું
બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા કેસમાં ખંભાતના આરોપીને ફટકારાઈ ફાંસી
બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા કેસમાં ખંભાતના આરોપીને ફટકારાઈ ફાંસી
g clip-path="url(#clip0_868_265)">