IND vs SL: ભારત સામે શ્રીલંકાએ 9 વિકેટે 162 રનનું લક્ષ્ય રાખ્યું, રવિ બિશ્નોઈની કમાલની બોલિંગ
રવિવારે રમાઈ રહેલી મેચમાં ભારતે ટોસ જીત્યો હતો. સુકાન સંભાળી રહેલા સૂર્યકુમાર યાદવે ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી હતી. ભારત અને શ્રીલંકા વચ્ચે પલ્લેકેલેમાં T20 સિરીઝની બીજી મેચ રમાઈ રહી છે. ભારતીય ટીમ આજે મેચ જીતીને સિરીઝમાં અજેય થવા માટેના ઈરાદા સાથે મેદાને ઉતરી છે.
ભારત અને શ્રીલંકા વચ્ચે પલ્લેકેલેમાં T20 સિરીઝની બીજી મેચ રમાઈ રહી છે. ભારતીય ટીમ આજે મેચ જીતીને સિરીઝમાં અજેય થવા માટેના ઈરાદા સાથે મેદાને ઉતરી છે. તો શ્રીલંકા પણ સિરીઝ બરાબર કરીને અંતિમ મેચને નિર્ણાયક બનાવવા માટેનો ઇરાદો રાખશે. રવિવારે રમાઈ રહેલી મેચમાં ભારતે ટોસ જીત્યો હતો. સુકાન સંભાળી રહેલા સૂર્યકુમાર યાદવે ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી હતી. શ્રીલંકાએ 9 વિકેટ ગુમાવીને 20 ઓવરના અંતે 161 રન નોંધાવ્યા હતા.
Bowlers shared the spoils as Sri Lanka are restricted to 161/9
India’s chase has begun with #TeamIndia 6/0!
Scorecard ▶️ https://t.co/R4Ug6MQGYW#SLvIND pic.twitter.com/NUC7ppjRcG
— BCCI (@BCCI) July 28, 2024
શરુઆતમાં જોકે શ્રીલંકન બેટર્સે આક્રમતા અપનાવી હતી. પરંતુ પ્રથમ પાંચ ઓવર બાદ રમત થોડી ધીમી પડી હતી. બાદમાં ફરીથી પ્રયાસ આક્રમક રમવાનો યજમાનોએ કરતા જ ભારતીય બોલર્સે વિકેટ પર વિકેટ ઝડપી હતી.
કુસલ પરેરાની અડધી સદી
યજમાન ટીમના ત્રીજા ક્રમે બેટિંગ કરવા માટે આવેલા કુસલ પરેરાએ અડદી સદી નોંધાવી હતી. તેણે 34 બોલનો સામનો કરીને 53 રન નોંધાવ્યા હતા. આ દરમિયાન તેણે 2 છગ્ગા અને 6 ચોગ્ગા ફટકાર્યા હતા. જોકે તેને હાર્દિક પંડ્યાએ પોતાનો શિકાર બનાવ્યો હતો. પંડ્યાએ તેને રિંકૂ સિંહના હાથમાં કેચ ઝડપાવ્યો હતો.
શ્રીલંકન ટીમની ઓપનિંગ જોડી ચોથી ઓવરમાં જ તૂટી ગઈ હતી. વિકેટકીપર બેટર કુસલ મેન્ડિસના રુપમાં ભારતને પ્રથમ વિકેટની સફળતા મળી હતી. મેન્ડિસ 10 રન નોંધાવીને 11 બોલનો સામનો કરીને પરત ફર્યો હતો. તેણે 2 ચોગ્ગા આ દરમિયાન ફટકાર્યા હતા. બાદમાં ઓપનર પથુમ નિસંકા અને કુસલ પરેરાએ રમતને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. જોકે 80 રનના સ્કોર પર નિસંકા રવિ બિશ્નોઈના બોલ પર LBW વિકેટ ગુમાવીને પરત ફર્યો હતો. તેણે રિવ્યૂ લીધો હતો, જોકે ફિલ્ડ અંપાયરનો નિર્ણય સચોટ રહ્યો હતો. નિસંકાએ 24 બોલમાં 32 રન 5 ચોગ્ગાની મદદ વડે નોંધાવ્યા હતા.
કામિન્દુ બાદ વિકેટ ઝડપથી પડવા લાગી
ભારતીય બોલરોએ પહેલા તો રનની ગતિ પર નિયંત્રણ લગાવી દીધું હતુ. પ્રથમ પાંચ ઓવર બાદ રનની ગતિ ધીમી પડી હતી. જેને વધારવાનો પ્રયાસ કરવા જતા જ ભારતીય બોલરોને વિકેટ હાથ લાગવા લાગી હતી. સુકાની ચરિથ અસલંકા 14 રન નોંધાવીને વિકેટ ગુમાવી બેઠો હતો. તેને અર્શદિપ સિંહે આઉટ કર્યો હતો. રવિ બિશ્નોઈએ સળંગ બે બોલમાં બે બોલ્ડ કરીને વિકેટ મેળવી હતી.
બિશ્નોઈએ દાસુન શનાકા અને બાદમાં વાનિન્દુ હસારંગાને બોલ્ડ કર્યા હતા. બંને ગોલ્ડન ડક વિકેટ ગુમાવીને પરત ફર્યા હતા. આમ એક સમયે 129 રન પર 2 વિકેટ હતી એ 154ના સ્કોર પર 8 વિકેટ થઈ હતી.