નીતા અંબાણીએ ચાખ્યો બનારસી ચાટનો સ્વાદ, જીભ પર ચટાકો એવો લાગ્યો કે પુછી લીધી રેસીપી, જુઓ વીડિયો
મુકેશ અંબાણીના પત્ની અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરપર્સન નીતા અંબાણી સોમવારે (24 જૂન) વારાણસીના કાશી વિશ્વનાથ મંદિર પહોંચ્યા હતા. અહીં તેણે ભગવાન શિવને પોતાના પુત્રના લગ્નનું કાર્ડ અર્પણ કર્યું.

Nita Ambani: મુકેશ અંબાણીના પત્ની અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરપર્સન નીતા અંબાણી સોમવારે (24 જૂન) વારાણસીના કાશી વિશ્વનાથ મંદિર પહોંચ્યા હતા. અહીં તેણે ભગવાન શિવને પોતાના પુત્રના લગ્નનું કાર્ડ અર્પણ કર્યું. તેમણે બાબા કાશી વિશ્વનાથના દર્શન કર્યા હતા અને માતા ગંગાના આશીર્વાદ પણ લીધા હતા. આ સાથે નીતા અંબાણી બનારસ ચાટનો સ્વાદ લેતી જોવા મળ્યા હતા. ગંગા પૂજા અને આરતી દર્શન કરીને પરત ફરતી વખતે, નીતા અંબાણીના કાફલા કાશી ચાટ ભંડાર ગોદૌલિયા ચારરસ્તા પર રોકાયા અને ત્યાં તેમણે પ્રખ્યાત બનારસી ટમેટા ચાટનો સ્વાદ માણ્યો હતો.
ચાટ ખાધા પછી નીતા અંબાણીએ રેસિપી પૂછી
ચાટ ખાધા પછી નીતા અંબાણી દુકાનદારને પૂછતા જોવા મળ્યા કે, આ ચાટ કેવી રીતે બની? તેના પ્રશ્નનો જવાબ આપતા દુકાનદારે કહ્યું કે તેણે આ ચાટ તવા પર બનાવી છે. પછી બીજી વાનગી તેમની પાસે આવે છે, નીતા આ વાનગીની રેસીપી વિશે પ્રશ્ન કરે છે અને પૂછે છે કે તેમાં શું શામેલ છે? નીતાની આ સ્ટાઈલ ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે. તમને જણાવી દઈએ કે, રાધિકા અને અનંત 12 જુલાઈના રોજ લગ્ન કરવા જઈ રહ્યા છે. બંનેના લગ્નનો કાર્યક્રમ Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં ત્રણ દિવસ સુધી ચાલશે. જેમાં બિઝનેસ જગતથી લઈને બોલિવૂડ અને ઘણા વિદેશી સેલેબ્સ પણ સામેલ થશે. આ લગ્ન માટે ભારતીય પારંપરીક ડ્રેસ કોડ રાખવામાં આવ્યો છે.
#WATCH | Varanasi, Uttar Pradesh: Founder and Chairperson of Reliance Foundation Nita Ambani visits a chaat shop and interacts with locals pic.twitter.com/1QIY4Ha0xs
— ANI (@ANI) June 24, 2024
અનંત અંબાણી અજય દેવગનના ઘરે પહોંચ્યા
જ્યારે માતા નીતા અંબાણી વારાણસીમાં હતા, ત્યારે અનંત અંબાણી ગઈકાલે બોલિવૂડ અભિનેતા અજય દેવગનના ઘરની બહાર જોવા મળ્યા હતા. અનંત પોતે તેના લગ્નનું કાર્ડ લઈને અજયના ઘરે પહોંચ્યા અને તેને તેના લગ્નમાં આવવાનું આમંત્રણ આપ્યું.