Gujarati NewsTrendingMaharashtra Political Issue Shiv Sena Eknath Shinde twitter memes and jokes Viral
ઉદ્ધવ સરકાર પર સંકટ, એકનાથ શિંદે 21 ધારાસભ્યોને લઈ છુ થતા ફની મીમ્સ વાયરલ થયા
Maharashtra Political Issue: શિવસેનાના વરિષ્ઠ નેતા એકનાથ શિંદે પાર્ટીના કોઈ સંપર્કમાં નથી, એક માહિતી અનુસાર તે સુરત (SURAT)ની એક હોટલમાં છે તેની સાથે 21 ધારાસભ્ય અને મંત્રી પણ છે.
Maharashtra Political Issue: મહારાષ્ટ્રમાં તમામ મુશ્કેલીનો સામનો કર્યા બાદ ત્રણ દળોનો મળી મહાવિકાસ અધાડી સરકાર (Mahavikas Aghadi Govenrment) બનાવી હતી. શિવસેનાના નેતા સંજય રાઉત (Sanjay Raut) કહ્યું હતુ, કે, મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે આગામી 25 વર્ષ સુધી સીએમની ખુરશી પર કબ્જો કરશે, પરંતુ લાગે છે કે, MLC ચૂંટણીના પરિણામ પછી ઉદ્ધવ સરકારની નાવ ડુબવા લાગી છે. સરકાર પર સંકટના વાદળો મંડરાય રહ્યા છે તેમની પાર્ટીના સીનિયર નેતા અને પ્રધાન એકનાથ શિંદે(Eknath Shinde) પોતાનો રંગ બદલ્યો છે,એવા સમાચાર છે કે, એકનાથ શિંદે ગુજરાતના સુરતના આ ધારાસભ્ય અને મંત્રીઓ સાથે હોટલમાં રોકાયા છે.
એવું લાગી રહ્યું છે ઉદ્ધવ સરકાર ખતરામાં છે, ત્યારે ટ્વિટર પર લોકો મસ્તીના મુડમાં જોવા મળી રહ્યા છે, રાજકારણની હલચલ પર મજા લઈ ટ્વિટર પર હેશટૈગ #EknathShinde અને #MahaVikasAghadi ટ્રેડ કરી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે, એકનાથ શિંદે મુંબઈથી થાણેમાં શિવસેનાના મોટા નેતા છે. શિવસેનાને થાણે સહિત અનેક કેટલીક જગ્યાઓ પર મજબુત જગ્યા આપવા તેની મહત્વની ભૂમિકા રહી છે. એવું લાગી રહ્યું છે કે, શિંદે બળવાખોર મહારાષ્ટ્રથી લઈ દિલ્હી સુધી હલચલ તેજ બની છે. સોશિયલ મીડિયા પર લોકો મજા લઈ રહ્યા છે.