AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રીલ બનાવવા માટે રિયલ લાઈફ જોખમમાં, અમદાવાદ ફતેવાડી કેનાલમાં સ્કોર્પિયો કાર ખાબકી, જુઓ CCTV Video

અમદાવાદની ફતેવાડી કેનાલમાં સ્કોર્પિયો કાર ખાબકી, CCTV આ સમગ્ર ઘટનાના સામે આવ્યા છે. રીલ બનાવવાના શોખમાં ત્રણ યુવકો કેનાલમાં ડૂબતા લાપતા, ફાયર બ્રિગેડ-પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું.

રીલ બનાવવા માટે રિયલ લાઈફ જોખમમાં, અમદાવાદ ફતેવાડી કેનાલમાં સ્કોર્પિયો કાર ખાબકી, જુઓ CCTV Video
Harin Matravadia
| Edited By: | Updated on: Mar 05, 2025 | 11:31 PM
Share

અમદાવાદના સરખેજ વિસ્તારના ફતેવાડી કેનાલમાં આજે સાંજે એક સ્કોર્પિયો કાર અચાનક પલટી ખાઈ કેનાલમાં ખાબકી. ઘટના બનતા જ સ્થાનિક લોકો તરત જ દોડી આવ્યા અને બચાવ કામગીરી શરૂ કરી. ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરતા જમાલપુર, પ્રહલાદનગર અને અસલાલી ફાયર સ્ટેશનની રેસ્ક્યૂ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી. હાલ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા સતત બચાવ કામગીરી ચાલી રહી છે.

કેનાલમાં પાણીનો પ્રવાહ તીવ્ર

સ્થાનિક લોકો દોરડાની મદદથી કારમાં સવાર લોકોને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પણ કેનાલમાં પાણીનો પ્રવાહ તીવ્ર હોવાથી રેસ્ક્યૂ ઓપરેશનમાં મુશ્કેલીઓ આવી. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કેનાલમાં પાણી છોડવાનું તાત્કાલિક બંધ કરાયું.

ફાયર બ્રિગેડની પ્રાથમિક માહિતી અનુસાર, કારમાં ત્રણ લોકો સવાર હતા. હાલમાં તેઓના પત્તા નથી લાગ્યા. ફાયર બ્રિગેડની અનેક ટીમો અને પોલીસ સાથે મળીને અલગ-અલગ જગ્યાએ શોધખોળ કરી રહી છે. કેનાલમાં સાઇફન તરફ પણ સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે.

ગાડી યુ-ટર્ન લેતી વખતે બની ઘટના

પ્રાપ્ત વિગતો અનુસાર, વાસણા વિસ્તારમાં રહેતા હૃદય વયંતા, વેજલપુરના સોલંકી ધ્રુવ અને ઋતાયુ સોલંકી મજા માટે ગાડી લઈને વાસણા બેરેજ ગયા હતા. અહીં તેઓએ પોતાના મિત્ર વિરાજસિંહ રાઠોડ, યક્ષ ભંકોડિયા, યશ સોલંકી અને ક્રિશ દવે સાથે ભેગા થયા હતા. મજા માણતી વખતે યશ ભંકોડિયા અને પછી યશ સોલંકીએ ગાડી ચલાવવાનું શરૂ કર્યું. ગાડી યુ-ટર્ન લેતી વખતે કોઈ કારણસર નિયંત્રણ ગુમાવતાં ગાડી સીધા કેનાલમાં ઘસી ગઈ.

કેનાલમાં પાણી છોડવાનું બંધ કરાયું

વિરાજસિંહ રાઠોડ અને અન્ય મિત્રો દ્વારા દોરડું નાખી બચાવવાનો પ્રયાસ થયો, પરંતુ તીવ્ર પ્રવાહને કારણે ત્રણેય યુવકો તણાઈ ગયા. ફાયર બ્રિગેડની ટીમ સુરક્ષાના સાધનો સાથે આખી રાત સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. કેનાલમાં પાણી છોડવાનું બંધ રાખવાથી પાણીનો સ્તર ઘટી રહ્યો છે, જેથી શોધખોળ સરળ બની રહી છે.

લાપતા બનેલા યુવકોના પરિવારજનો પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને તમામ લોકો આશાપૂર્વક બચાવ કામગીરી તરફ જોતા જોવા મળ્યા. ફાયર બ્રિગેડની ટીમ સતત પ્રયાસમાં છે કે યુવાનોને તાત્કાલિક શોધી બહાર લાવી શકાય.

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
g clip-path="url(#clip0_868_265)">