AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શિવસેના નેતા એકનાથ શિંદેના કારણે મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ, જાણો કોણ છે કદાવર નેતા એકનાથ શિંદે ?

શિવસેનાના સુપ્રીમો બાળાસાહેબ ઠાકરે(Balasaheb Thackeray) નો 1970-80ના દાયકાના મહારાષ્ટ્રના અન્ય યુવાનોની જેમ એકનાથ શિંદે પર ઘણો પ્રભાવ હતો.

શિવસેના નેતા એકનાથ શિંદેના કારણે મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ, જાણો કોણ છે કદાવર નેતા એકનાથ શિંદે ?
Maharashtra Political Crisis
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 21, 2022 | 1:45 PM
Share

મહારાષ્ટ્રનુ રાજકારણમાં(Maharashtra Govt)  ફરી એકવાર ગરમાયુ છે. શિવસેનાના દિગ્ગજ નેતા અને મંત્રી એકનાથ શિંદે (Eknath Shinde)  સોમવારથી સંપર્ક વિહોણા થયા છે. મળતી માહિતી મુજબ, એકનાથ શિંદે શિવસેનાના 35 ધારાસભ્યો સાથે સુરતની લે મેરીડિયન હોટલ ખાતે પહોંચ્યા છે. હાલ એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે શિંદે સાથે ઘણા વધુ ધારાસભ્યો પણ તેમની પાસે પહોંચશે તેવું કહેવાય છે. શિંદેની સાથે આવેલા ધારાસભ્યોએ શિવસેના (Shivsena) સાથેનો સંપર્ક તોડી નાખ્યો છે.

રાજકીય સંકટ(political crisis)  વચ્ચે શરદ પવાર અને મુખ્યમંત્રી ઠાકરેએ આજે ​​ઈમરજન્સી બેઠક બોલાવી છે. આ સાથે મુખ્યમંત્રીએ પોતાના ધારાસભ્યોને કોઈની સાથે વાત ન કરવા સૂચના આપી છે. ત્યારે સવાલ થાય કે રાજકીય ઉથલપાથલ સર્જનાર કદાવર નેતા શિવનાથ શિંદે કોણ છે..?

બાળાસાહેબ ઠાકરે સાથે શિંદેનો નજીકનો સંબધ

શિવસેનાના સુપ્રીમો બાળાસાહેબ ઠાકરે(Balasaheb Thackeray) નો 1970-80ના દાયકાના મહારાષ્ટ્રના અન્ય યુવાનોની જેમ એકનાથ શિંદે પર ઘણો પ્રભાવ હતો. તેઓ 1980ના દાયકામાં શિવસેનામાં જોડાયા અને કિસાન નગરના શાખા પ્રમુખ તરીકે નિયુક્ત થયા. ત્યારથી તેઓ સામાજિક અને રાજકીય મુદ્દાઓ પર પક્ષ દ્વારા ઘણા આંદોલનોમાં મોખરે છે.

કદાવર નેતા એકનાથ શિંદે

શિવસેનાના દિગ્ગજ નેતા એકનાથ શિંદે વર્તમાન ઠાકરે સરકારમાં(Thackeray Govt)  કેબિનેટ મંત્રી છે. તેમણે મુંબઈને અડીને આવેલા થાણે સહિત અનેક જગ્યાએ શિવસેનાને મજબૂત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. એટલું જ નહીં મુંબઈમાં પાર્ટીના મોટા કાર્યક્રમોની જવાબદારી પણ એકનાથ શિંદેના ખભા પર રહી છે. 2014માં અલગ ચૂંટણી લડ્યા બાદ શિંદેને વિપક્ષી પાર્ટીના નેતા પણ બનાવવામાં આવ્યા હતા. એટલું જ નહીં, તેમના કદનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે 2019માં એકનાથ શિંદેનું નામ પણ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદની રેસમાં હતું, પરંતુ બાદમાં ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી(CM Uddhav Thackeray)  બન્યા.

એકનાથ શિંદેને શિવસેનાના ઘણા ધારાસભ્યોનું સમર્થન છે. મળતી માહિતી મુજબ, એકનાથ શિંદે છેલ્લા કેટલાક સમયથી પાર્ટી હાઈકમાન્ડથી નારાજ હોવાનું કહેવાય છે. એકનાથ શિંદે એવા કેટલાક નેતાઓમાંના એક છે જેમના તમામ પક્ષો સાથે સારા સંબંધો છે. શિંદેના પુત્ર શ્રીકાંત શિંદે શિવસેનાના સાંસદ છે, ભાઈ પ્રકાશ શિંદે કોર્પોરેટર છે.

એકનાથ શિંદે ‘માતોશ્રી’ ને વફાદાર!

એકનાથ શિંદે 2004, 2009, 2014 અને 2019 માં સતત 4 વખત મહારાષ્ટ્ર વિધાનસભા (Maharashtra Assembly) માટે ચૂંટાયા છે. ઉપરાંત આ કદાવર નેતાને CM ઉદ્ધવ ઠાકરેના નજીકના માનવામાં આવતા હતા અને તેમને ‘માતોશ્રી’ વફાદાર કહેવામાં આવતા હતા. તમને જણાવી દઈએ કે માતોશ્રી મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેનું ઘર છે.

Follow Us
g clip-path="url(#clip0_868_265)">