2.3 ફૂટના અજીમ મંસૂરીના લગ્ન થઈ ગયા નક્કી, વડાપ્રધાન મોદી અને મુખ્યપ્રધાન યોગીને મોકલ્યુ આમંત્રણ
2.3 ફૂટના અજીમ મંસૂરી છેલ્લા ઘણા વર્ષોથી પોતાના માટે કન્યા શોધી રહ્યો હતો. તેના વીડિયો ભૂતકાળમાં ખુબ વાયરલ થયા હતા. તેને છેલ્લા ઘણા સમયથી તેની હાઈટને કારણે કન્યા નહોતી મળતી.

સોશિયલ મીડિયા પર છેલ્લા ઘણા સમયથી 2.3 ફૂટના અજીમ મંસૂરીના સમાચાર વાયરલ થઈ રહ્યા છે. મળતી માહિતી અનુસાર, 2.3 ફૂટના અજીમ મંસૂરીના લગ્ન નક્કી થઈ ગયા છે. તેને પોતાના માટે કન્યા શોધી લીધી છે. જણાવી દઈએ કે 2.3 ફૂટના અજીમ મંસૂરી છેલ્લા ઘણા વર્ષોથી પોતાના માટે કન્યા શોધી રહ્યો હતો. તેના વીડિયો ભૂતકાળમાં ખુબ વાયરલ થયા હતા. તેને છેલ્લા ઘણા સમયથી તેની હાઈટને કારણે કન્યા નહોતી મળતી. તેણે પોતાના લગ્નનું આમંત્રણ વડાપ્રધાન મોદી અને મુખ્યપ્રધાન યોગીને આપ્યુ છે.
અજીમ મંસૂરી ઉત્તર પ્રદેશના શામલી જિલ્લામાં સ્થિત કૈરાનાનો રહેવાસી છે. તેના લગ્ન 7 નવેમ્બરના રોજ નક્કી થયા છે. તેણે વડાપ્રધાન મોદી અને મુખ્યપ્રધાન યોગી સહિત અનેક લોકોને આમંત્રણ આપ્યુ છે. તેના સમાચાર હાલ સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયા છે. તેણે પોતાના લગ્નની શેરવાની માટે પણ ઓર્ડર આપી દીધો છે.
વર્ષોથી શોધી રહ્યો છે કન્યા
2-foot-3 inches #AzimMansoori sought government help for “Nikah” in #kairana pic.twitter.com/TQpmf18hWo
— S. Imran Ali Hashmi (@syedimranhashmi) May 2, 2019
અજીમ મંસૂરી લાંબા સમયથી પોતાના માટે કન્યા શોઘી રહ્યો છે. તેનો વર્ષ 2019નો વીડિયો પણ વાયરલ થયો હતો. આ વીડિયોમાં તે પોલીસ અધિકારીને કન્યા શોધી આપવા માટે અપીલ કરી રહ્યો છે. પોલીસ પણ તેની વાત ધ્યાનથી સાંભળતી જોવા મળે છે.
વર્ષ 2021માં આંતિરક ખુશી માટે કાઢયો હતો નકલી વરઘોડો
ब्याह नहीं तो बारात ही सही…शामली के 2 फ़ीट लंबे #AzimMansoori ने अपने दिल के अरमान को पूरा करने के लिए रिश्तेदार की शादी में आई घोड़ी पर ही बैठकर निकलवाई खुद की ही बारात, किया जमकर डांस… @Uppolice @PoliceShamli #UttarPradesh #Shamli #AzimMansooriWedding #viralvideo pic.twitter.com/bBqV5cVezw
— Nedrick News (@nedricknews) March 15, 2021
અજીમ મંસૂરીએ 2021માં પોતાનો નકલી વરઘોડો પણ કાઢયો હતો. તેના વરઘોડામાં તેના મિત્રો અને સંબંધીઓ પણ ભેગા થયા હતા. તેઓ તે વરઘોડામાં જોરદાર ડાન્સ કરતા જોવા મળે છે. આ વરઘોડાનો વીડિયો તે સમયે ખુબ વાયરલ થયો હતો.