‘યાદ આ રહા હૈ તેરા પ્યાર’ ગીત પર મહિલા એ કર્યો જોરદાર ડાન્સ, દુર્ગા પૂજા પંડાલની બહારનો વીડિયો થયો વાયરલ
Viral Video : સંગીત-ડાન્સ માણસને ચિંતા-તણાવ અને ડિપ્રેશનથી પણ બહાર લાવવામાં મદદ કરે છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક મહિલાના જોરદાર ડાન્સનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
સોશિયલ મીડિયા વાયરલ વીડિયોનો ખજાનો છે. અહીં એકથી એક મજેદાર અને જોવાલાયક વીડિયો વાયરલ થતા હોય છે. આ બધા વીડિયો સોશિયલ મીડિયા યુઝર્સને ખુબ મનોરંજન આપે છે. સંગીત, ડાન્સ અને સોશિયલ મીડિયા એવી વસ્તુઓ છે જે માણસને તેના વ્યસ્ત જીવનમાં થોડી રાહત આપે છે. તેમના ખરાબ મૂડને પણ સંગીત અને ડાન્સની મદદથી સારો કરી શકાય છે. સંગીત-ડાન્સ માણસને ચિંતા-તણાવ અને ડિપ્રેશનથી પણ બહાર લાવવામાં મદદ કરે છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક મહિલાના જોરદાર ડાન્સનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
આ વાયરલ વીડિયો કોલકતાનો છે. વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક મહિલા દુર્ગા પૂજા પંડાલની બહાર રસ્તા પર મિથુન ચક્રવર્તીના પ્રખ્યાત ગીત ‘યાદ આ રહા હૈ તેરા પ્યાર’ પર જોરદાર ડાન્સ કરી રહી છે. ડાન્સ પરફોર્મન્સ દરમિયાન તે મહિલાના હાવભાવ અને ડાન્સ સ્ટેપસ જોવા લાયક હતા. તે દુર્ગા પૂજા પંડાલની બહાર આ ડાન્સ કરી રહી છે પણ તે ગીતની ધૂનને સાંભળી પોતાના પરથી નિયંત્રણ ગુમાવી બેસે છે અને બધુ ભૂલીને જોરદાર ડાન્સ કરે છે. ‘યાદ આ રહા હૈ તેરા પ્યાર’ ગીત વર્ષ 1982માં આવેલી પ્રખ્યાત બોલિવૂડ ફિલ્મ ડિસ્કો ડાન્સરનું છે.
આ રહ્યો એ વાયરલ વીડિયો
આ ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર Tania Maitra નામના એકાઉન્ટ પરથી શેયર કરવામાં આવ્યો છે. આ વીડિયોને 2 લાખ કરતા વધારે વ્યૂઝ મળ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. મોટા ભાગના યુઝર્સ આ મહિલાના ટેલેન્ટના વખાણ કરી રહ્યા છે. ઘણા યુઝર્સ દુર્ગા પૂજા પંડાલની બહાર કરવામાં આવેલા આ ડાન્સને વખોડી પણ રહ્યા છે.