વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી
ગુજરાતમાં ડાયમંડ સીટીનું ઉપનામ નામ ધરાવતા સુરત જિલ્લામાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી આવેલી છે. અગાઉ તેનું નામ ‘દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી’ હતું. હવે તે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી તરીકે ઓળખાય છે. જેનું નામ 2004માં મહાન ગુજરાતી કવિ નર્મદના નામ પરથી રાખવામાં આવ્યું હતું. આ યુનિવર્સિટીની સ્થાપના 1967માં કરાઈ હતી.
આ યુનિવર્સિટી વિવિધ વિષયોમાં પોસ્ટગ્રેજ્યુએટ અભ્યાસક્રમો પ્રદાન કરે છે. રસાયણશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર, અંગ્રેજી, ગણિત, ભૌતિકશાસ્ત્ર જેવા પરંપરાગત વિષયો ઉપરાંત, તે જાહેર વહીવટ, ગ્રામીણ અભ્યાસ, તુલનાત્મક સાહિત્ય અને એક્વેટિક્સ જેવા બિન-પરંપરાગત વિષયોમાં અભ્યાસક્રમો શીખવવામાં આવે છે. યુનિવર્સિટીના સૌથી વધુ માન્ય વિભાગોમાંનું એક માસ્ટર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન છે.
આ યુનિવર્સિટીમાં 25થી પણ વિભાગો કાર્યરત છે. જેની હેઠળ અલગ-અલગ અભ્યાસક્રમને ભણાવવામાં આવે છે. આ યુનિવર્સિટીનો મુદ્રાલેખ सत्यम् ज्ञानम् अनन्तम् છે.