AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શિક્ષણનું વેપારીકરણ? રાજ્યની 19 મેડિકલ કોલેજમાં ફી વધારો થતાં વિદ્યાર્થીઓ હેરાન

ગુજરાત રાજ્યની 19 મેડિકલ કોલેજની ફીમાં FRCએ વધારો કર્યો છે. આ ફી વધારો થતા સમગ્ર રાજ્યમાં ભારે રોષ ફેલાયો છે. જાણો કઈ કઈ કોલેજમાં ફી વધારો થયો.

શિક્ષણનું વેપારીકરણ? રાજ્યની 19 મેડિકલ કોલેજમાં ફી વધારો થતાં વિદ્યાર્થીઓ હેરાન
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 04, 2025 | 4:35 PM
Share

ગુજરાત રાજ્યની 19 મેડિકલ કોલેજની ફીમાં FRCએ વધારો કર્યો છે. NHL મેડિકલ કોલેજમાં 2.75 લાખના વધારા સાથે ફી 25.63 લાખ કરવામાં આવી છે, જ્યારે પારૂલ મેડિકલ કોલેજમાં 1.40 લાખના વધારા સાથે ફી 20.90 લાખ કરવામાં આવી છે.

બીજીબાજુ, કરમસદ મેડિકલ કોલેજમાં 2.93 લાખના વધારા સાથે ફી 22.30 લાખ અને સુરત મેડિકલ કોલેજની ફીમાં 2 લાખનો વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, અદાણી મેડિકલ કોલેજની ફીમાં 2.23 લાખનો વધારો અને સાલ મેડિકલ કોલેજની ફીમાં 2.11 લાખનો વધારો કરાયો છે. આ ફી વધારાથી રાજ્યમાં હોબાળો મચ્યો છે.

ફી વધારો થતાં વિવાદ ચાલુ

મેડિકલ કોલેજોમાં ફીમાં મોટો વધારો થતાં હાલ વિવાદ ચાલી રહ્યો છે. ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી ફી વધારાની માંગ તાત્કાલિક પરત ખેંચવાની અપીલ કરવામાં આવી છે. IMAના જણાવ્યા અનુસાર, વાર્ષિક ફીમાં તોતિંગ વધારો વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે ચિંતાનો વિષય બન્યો છે. આ ફી વધારાથી પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત રહેશે.

સરકારની મેડિકલ ફી રેગ્યુલેટરી કમિટીએ 3 જૂન 2025ના રોજ ફીમાં વધારો જાહેર કર્યો હતો. આમાં સરકારી, સેલ્ફ ફાઇનાન્સ અને મેનેજમેન્ટ ક્વોટા તમામે ફીમાં 10થી 12 ટકા સુધીનો વધારો કર્યો છે.

વિદ્યાર્થીઓમાં ભારે રોષ

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં 20 ટકાના ફી વધારાને લઈને વિદ્યાર્થીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. કોલેજના સ્વનિર્ભર કોર્સની ફીમાં પણ વધારો કરવામાં આવ્યો છે. આ ફી વધારા વચ્ચે ABVPના કાર્યકરો મેદાને ઊતરી આવ્યા હતા.

કુલપતિની ઓફિસ બહાર કાર્યકરોએ સૂત્રોચ્ચાર કર્યા હતા. વધુમાં તેમણે ફી વધારાનું સર્ક્યુલર ફાડીને VC પર ફેંક્યું હતું. ફી વધારો પાછો ખેંચવા નકલી નોટો ઉડાડવામાં આવી અને ફી પાછી ખેંચવાની માંગ કરવામાં આવી હતી. આ વિરોધ ઉગ્ર બનતા પોલીસ બંદોબસ્ત ગોઠવવો પડ્યો હતો.

ઓફિસ બહાર સૂત્રોચ્ચાર

કેમ્પસ ડેવલોપમેન્ટ ફંડમાં પણ વધારો થતા ABVPના કાર્યકરો મેદાનમાં ઊતરી આવ્યા હતા. કાર્યકરોએ કુલપતિની ઓફિસ બહાર સૂત્રોચ્ચાર કર્યા અને ફી વધારાનું સર્ક્યુલર ફાડીને VC પર ફેંક્યું. વિરોધ નોંધાવવા નકલી નોટો ઉડાડવામાં આવી અને ફી પાછી ખેંચવાની માગ ઉઠાવવામાં આવી. વિરોધ ઉગ્ર બનતા પોલીસ બંદોબસ્ત ગોઠવવો પડ્યો હતો.

શિક્ષણમાં વેપારીકરણ

ઉલ્લેખનીય છે કે, કોલેજના સ્વનિર્ભર કોર્સ ઉપરાંત વેલફેર ફી, સાધનો , પુસ્તકો , એમેનીટીઝ ફી ઉપરાંત કેમ્પસ ડેવલોપમેન્ટ ફંડમાં પણ વધારો કરાયો છે. 20 ટકાનો વધારો કરાતાં ABVPના કાર્યકરોએ કુલપતિની ઓફિસ બહાર સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો છે. જો ફી વધારો પરત નહીં ખેંચાય તો ઉગ્ર આંદોલન કરવાની કાર્યકરોએ ચીમકી આપી છે.

રાજ્યની 19 ખાનગી મેડિકલ સેલ્ફ ફાઈનાન્સ કોલેજોમાં FRC દ્વારા 7% થી 12% સુધીનો ફી વધારો કરવામાં આવ્યો છે. આને લઈને ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) દ્વારા મુખ્યપ્રધાનને પત્ર લખી ફી વધારો તાત્કાલિક પાછો ખેંચવાની માંગ કરવામાં આવી છે.

IMAના સભ્યો સાથે રહેશે તેવી માંગ

IMA પ્રમુખે જણાવ્યું હતું કે, આ વધારાથી ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને ભારે આર્થિક બોજ સહેવો પડશે. આ ફી વધારો ગરીબ વિદ્યાર્થીઓના ભવિષ્યને દાવ પર લગાડી શકે છે. આ જોઈને કહી શકાય કે, જો શિક્ષણમાં વેપારીકરણ થશે તો વિદ્યાર્થીઓ અભ્યાસ નહીં કરી શકે.

એક તરફ સરકાર ગ્રામિણ ક્ષેત્રે મેડિકલ સુવિધાઓ પહોંચાડવાની વાત કરી રહી છે અને બીજી તરફ આ પગલાથી શિક્ષણનું વેપારીકરણ થઈ રહ્યું છે. FRCમાં IMAના સભ્યોને પણ સાથે રાખવા માંગ ઊઠી રહી છે, જેથી ફી વધારા પહેલાં IMAના નિષ્ણાતોનો પણ મત લઈ શકાય.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની કરી આગાહી
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની કરી આગાહી
કઈ રાશિના જાતકોને અચાનક ધનલાભ અને કોને સાવધાની રાખવી જરૂરી, જુઓ Video
કઈ રાશિના જાતકોને અચાનક ધનલાભ અને કોને સાવધાની રાખવી જરૂરી, જુઓ Video
મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
સ્માર્ટ સિટીના દાવાઓ સામે બ્રિજોની સ્થિતિ ગંભીર - જુઓ Video
સ્માર્ટ સિટીના દાવાઓ સામે બ્રિજોની સ્થિતિ ગંભીર - જુઓ Video
સુભાષ પછી હવે સરદાર બ્રિજમાં ગાબડાં, તંત્ર કઈ દુર્ઘટનાની રાહ જુએ છે?
સુભાષ પછી હવે સરદાર બ્રિજમાં ગાબડાં, તંત્ર કઈ દુર્ઘટનાની રાહ જુએ છે?
રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન
રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન
સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર
રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર
જખૌ દરિયાઈ વિસ્તારમાં બોટ સાથે ઘુસેલા 11 પાકિસ્તાની ઝડપાયા
જખૌ દરિયાઈ વિસ્તારમાં બોટ સાથે ઘુસેલા 11 પાકિસ્તાની ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">