સૌરાષ્ટ્ર યુનિવર્સિટી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટમાં આવેલી છે. આ યુનિવર્સિટીની સ્થાપના 23મી મે 1967માં થઈ હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને NAACએ બી વર્ગની રાજ્ય યુનિવર્સિટીની માન્યતા આપી છે.
શરૂઆતમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું કેમ્પસ રાજકોટ અને ભાવનગર જીલ્લામાં હતું. ત્યાર પછી ભાવનગર યુનિવર્સિટીની સ્થાપના થવાથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માટે રાજકોટ મુખ્ય મથક જાહેર કર્યું છે.
આ યુનિવર્સિટીનું કેમ્પસ 363 એકરમાં ફેલાયેલું છે. આ યુનિવર્સિટી હાલમાં 5 જિલ્લાઓને આવરી લે છે. જેમ કે, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, અમરેલીનું કાર્ય કરે છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કુલ 103 વિવિધ કોર્ષ ભણાવે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અભ્યાસક્રમો ડિપ્લોમા, અંડરગ્રેજ્યુએટ, પોસ્ટગ્રેજ્યુએટ, અને પીએચડી કોર્ષ કરાવે છે. મેનેજમેન્ટ, શારીરિક શિક્ષણ, કોમ્પ્યુટર સાયન્સ, ફાર્મસી અને સાયન્સ સહિતના વિવિધ વિષયોની ડિગ્રી આપે છે.