Breaking News: સામંથા રૂથ પ્રભુએ કર્યા બીજા લગ્ન? વીડિયો આવ્યો સામે
એક નજીકના સૂત્રનો દાવો કર્યો છે કે બંને પતિ-પત્ની બન્યા છે અને 1લી ડિસેમ્બરે કોઈમ્બતુરના ઈશા યોગ સેન્ટરમાં સાદાઈથી લગ્ન કર્યા છે. જોકે, રાજ કે સમંથા બંને તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. પણ એક વીડિયો સામે આવ્યો છે જે બાદ ચર્ચાએ જોર પકડ્યું છે.

સામંથા પ્રભુ અને ડિરેક્ટર રાજ નિદિમોરુની નિકટતા ઘણા સમયથી સમાચારમાં છે. હવે, તેમના લગ્ન આજે વહેલી સવારે થયા હોવાની ચર્ચા એ જોર પકડ્યું છે. એક નજીકના સૂત્રનો દાવો કર્યો છે કે બંને પતિ-પત્ની બન્યા છે અને 1લી ડિસેમ્બરે કોઈમ્બતુરના ઈશા યોગ સેન્ટરમાં સાદાઈથી લગ્ન કર્યા છે. જોકે, રાજ કે સામંથા બંને તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. પણ એક વીડિયો સામે આવ્યો છે જે બાદ ચર્ચાએ જોર પકડ્યું છે.
રાજ સામાંથાએ કર્યા લગ્ન?
એક સૂત્રએ રાજ અને સમન્થાના લગ્નના સમાચારની પુષ્ટિ કરી છે. એક સૂત્રએ HT સિટીને જણાવ્યું હતું કે બંનેએ સોમવારે લગ્ન કર્યા હતા. સૂત્રના જણાવ્યા અનુસાર, “લગ્ન વહેલી સવારે ઈશા યોગ સેન્ટરના લિંગ ફેરાવી મંદિરમાં થયા હતા. લગ્નમાં 30 મહેમાનો હતા, અને સામંથાએ લાલ ડ્રેસ પહેર્યો હતો.”
રાજની EX વાઈફની ક્રિપ્ટિક પોસ્ટ કરી રહી લગ્નની પુષ્ટિ?
સામંથા અને રાજના લગ્નની અફવાઓ વચ્ચે રવિવારે જ હેડલાઇન્સ બની હતી. રેડિટ પર બંનેના લગ્નની જાહેરાત કરતી એક પોસ્ટ કરવામાં આવી હતી. આ દરમિયાન, રાજની EX વાઈફ શ્યામલી ડેની એક પોસ્ટ ખૂબ જ ચર્ચામાં હતી. શ્યામલીએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોસ્ટ કરી હતી, જેમા લખ્યું હતુ “ડેસ્પેરેટ લોકો, ડેસ્પેરેટ કાર્યો કરે છે.” લોકો આ પોસ્ટ પછી પણ સામંથા અને રાજના લગ્નની પુષ્ટિ કરી રહ્યું હોવાનું ફેન્સને લાગી રહ્યું છે. રાજ અને તેની પહેલી પત્નીના 2022માં છૂટાછેડા થઈ ચૂક્યા છે.

ગુપ્ત રાખ્યા સબંધો
2024 માં, રાજ અને સામંથાની નિકટતાના અહેવાલો આવવા લાગ્યા હતા. જોકે સામંથા અને રાજે તેને છુપાવી રાખ્યું હતું. સામંથાએ તેની સાથે ફોટા પોસ્ટ કરવાનું ટાળ્યું હતું. સામંથા પહેલા નાગા ચૈતન્યની પત્ની હતી. તેમના છૂટાછેડા પછી, નાગા ચૈતન્યએ શોભિતા ધુલિપાલા સાથે લગ્ન કર્યા.
