પ્રવાસી ગુજરાતી પર્વ

પ્રવાસી ગુજરાતી પર્વ

ગગનમાં ગુજરાતનું નામ ગુંજતુ કરનારા ગુજરાતીઓના ગૌરવની ઉજવણી કરવા માટે TV9 નેટવર્ક અને એસોસિએશન ઓફ ઇન્ડિયન અમેરિકન્સ ઇન નોર્થ અમેરિકા એટલે કે AIANA ગુજરાતમાં ત્રણ દિવસીય ‘પ્રવાસી ગુજરાતી પર્વ’ની ઉજવણી કરે છે. ગુજરાતી સાહસ અને ગૌરવની ઉજવણી કરવા માટે TV9 નેટવર્ક અને કે AIANA અમદાવાદમાં‘પ્રવાસી ગુજરાતી પર્વ’યોજે છે,ત્યારે ‘જ્યાં જ્યાં વસે ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત’સૂત્ર અનુસાર દુનિયાભરમાં વિવિધ ક્ષેત્રોમાં ટોચ પર પહોંચેલા ગૌરવવંતા ગુજરાતીઓને આ મંચ પર એક છત હેઠળ એકઠા કરવામાં આવે છે.

દુનિયાના અનેક દેશોમાં ફેલાઇને ગુજરાતની મહેક અને સંસ્કૃતિને જીવંત રાખનારા, વિશ્વભરમાં ગુજરાતનું નામ ગૌરવાન્વિત કરનારા અને વિદેશમાં વસવા છતાં જેમના હૃદયના દરેક ધબકારમાં ગુજરાત ધબકે છે તેવા ગ્લોબલ ગુજરાતીઓ આજે એક છત હેઠળ એકત્ર થાય છે. ‘પ્રવાસી ગુજરાતી પર્વ’ એક સર્વગ્રાહી ઈવેન્ટ છે. જે અંતર્ગત 3 દિવસ સુધી અનેક તેમજ એકથી એક ચઢિયાતા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. પ્રવાસી ગુજરાત પર્વ પરંપરાની સાથે વ્યાપાર,સંસ્કૃતિની સાથે વાણિજન્ય આધ્યાત્મિકતાની સાથે વિજ્ઞાન કલ્યાણની સાથે મનોરંજન તેમજ એક સર્વવ્યાપી કાર્યક્રમ યોજે છે.

વિદેશમાં વસતાં ભારતીયોમાં ગુજરાતીઓ સૌથી આગળ છે. ગુજરાતીઓએ વિદેશ ખેડવાનો પ્રારંભ આફ્રિકાથી કર્યો હતો અને ત્યારથી લઇને આજ દિન સુધી પાછું વળીને નથી જોયું. 21મી સદીના બે દાયકામાં વિશ્વભરના વિવિધ દેશોમાં ગુજરાતીઓની વસ્તી સતત વધી રહી છે. વિશ્વના કુલ 195 દેશો પૈકી 130થી વધુ દેશોમાં ગુજરાતી પ્રજા રહે છે. વિદેશમાં વસતાં ભારતીયોમાં ગુજરાતીઓ સૌથી આગળ છે. વિદેશમાં વસતા ભારતીયોમાં સૌથી વધારે 33 ટકા ગુજરાતની પ્રજા છે. વિશ્વમાં સૌથી વધુ ગુજરાતીઓ અમેરિકા, સાઉદી અરેબિયા, કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં વસવાટ કરે છે. અમેરિકામાં વસવાટ કરતા કુલ ભારતીયો પૈકી 20 ટકા ગુજરાતી છે.

Read More
g clip-path="url(#clip0_868_265)">