
મોનાલિસા
અંતરા બિસ્વાસ મોનાલિસાના નામથી ફેમસ છે, તે એક ભારતીય અભિનેત્રી છે. મોનાલિસાએ મોટાભાગે ભોજપુરી ભાષાની ફિલ્મો કરી છે અને તે હિન્દી, બંગાળી, ઓડિયા, તમિલ, કન્નડ અને તેલુગુ ભાષાની ફિલ્મોમાં પણ જોવા મળે છે. 2016 માં તે બિગ બોસ 10 શોમાં કન્ટેસ્ટેન્ટ હતી.
મોનાલિસાએ ઓડિયા વીડિયો આલ્બમમાં એક ટીવી એક્ટ્રેસ અને મોડલ તરીકે ડેબ્યૂ કર્યું હતું. તે ટેલિવિઝન સિરીયલ નઝરમાં મોહના રાઠોડની ભૂમિકા ભજવવા માટે જાણીતી છે. 2020 થી 2021 સુધી ચાલતી ટીવી સિરીઝ નમક ઈસક કામાં લીડ રોલ પ્લે કર્યો હતો.
મોનાલિસાનો જન્મ 21 નવેમ્બર 1982ના રોજ કોલકાતામાં એક બંગાળી હિન્દુ પરિવારમાં થયો હતો. તેના કાકાના કહેવા પર અંતરાએ નામ બદલીને મોનાલિસા નામ અપનાવ્યું. મોનાલિસાએ દક્ષિણ કોલકાતામાં એલ્ગિન રોડ જુલિયન ડે સ્કૂલમાં અભ્યાસ કર્યો અને કલકત્તા યુનિવર્સિટી આશુતોષ કોલેજમાંથી સ્નાતક થઈ. મોનાલિસાએ બિગ બોસના ઘરમાં જ 17 જાન્યુઆરી 2017ના રોજ ભોજપુરી એક્ટર વિક્રાંત સિંહ રાજપૂત સાથે લગ્ન કર્યા હતા.
Monalisa Photos : ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાએ બ્લુ પ્રિન્ટેડ આઉટફિટમાં તસવીરો કરી શેર, જુઓ
પ્રખ્યાત ભોજપુરી ફિલ્મ અભિનેત્રી મોનાલિસાએ તેના સોશિયલ મીડિયા પર કેટલીક નવી તસવીરો શેર કરી છે, જે થોડી જ વારમાં વાયરલ થઈ ગઈ છે.
- Sagar Solanki
- Updated on: Jan 20, 2025
- 9:03 pm
ઓપન હેર, કિલર લુક્સ, બ્લેક એન્ડ વ્હાઇટ આઉટફિટમાં મોનાલિસાએ મચાવ્યો કહેર, જુઓ Photos
મોનાલિસા તેની ફેશન સેન્સ માટે અવારનવાર ચર્ચામાં રહે છે. અભિનેત્રીએ ફરી એકવાર સોશિયલ મીડિયા પર તેની લેટેસ્ટ તસવીરોથી તેના ચાહકોના હૃદયના ધબકારા વધારી દીધા છે.
- Sagar Solanki
- Updated on: Oct 29, 2024
- 6:16 pm