લાલ કૃષ્ણ અડવાણી
લાલ કૃષ્ણ અડવાણી ભારતીય જનતા પાર્ટીના સૌથી વરિષ્ઠ નેતાઓમાંના એક છે. તેમનો જન્મ કરાચીમાં 08 નવેમ્બર 1927માં થયો હતો. 1941માં 14 વર્ષની ઉંમરે લાલ કૃષ્ણ અડવાણીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવક તરીકે રાજકીય કારકીર્દિની શરૂઆત કરી હતી. તેઓ કરાંચી શાખાના પ્રચારક (પૂર્ણ સમયના કાર્યકર) બન્યા અને ત્યાં અનેક શાખાઓ વિકસાવી. ભાગલા પછી અડવાણીને પ્રચારક તરીકે રાજસ્થાનના મત્સ્ય-અલવરમાં મોકલવામાં આવ્યા, જેમાં ભાગલા બાદ સાંપ્રદાયિક હિંસા ફેલાઈ હતી. તેમણે 1952 સુધી અલવર, ભરતપુર, કોટા, બુંદી અને ઝાલાવાડ જિલ્લામાં કામ કર્યું છે.
1970થી તેઓ છ વર્ષના કાર્યકાળ માટે દિલ્હીથી રાજ્યસભાના સભ્ય બન્યા. જનસંઘમાં વિવિધ પદો પર સેવા આપ્યા બાદ 1973માં તેઓ પાર્ટીની કાર્યકારી સમિતિના કાનપુર સત્રના પ્રેસિડેન્ટ બન્યા. 1976થી 1982 સુધી તેઓ ગુજરાતથી રાજ્યસભાના સભ્ય હતા. ઈન્દિરા ગાંધીએ દેશ પર લાદેલી કટોકટી બાદ જનસંઘ અને અન્ય ઘણી પાર્ટીઓએ ભાજપમાં મર્જર કર્યું. અટલ બિહારી વાજપેયી અને એલકે અડવાણી 1977ની લોકસભા ચૂંટણીમાં ભાજપના સભ્યો તરીકે લડ્યા હતા. અડવાણી નવી સ્થાપિત ભાજપના અગ્રણી નેતા બન્યા અને મધ્ય પ્રદેશથી 1982માં બે ટર્મ સુધી તેઓએ રાજ્યસભાના સભ્ય તરીકે સેવા આપી છે. અડવાણી 2002થી 2004 દરમિયાન અટલ બિહારી વાજપેયીના અધ્યક્ષપદે ભારતના 7મા નાયબ વડાપ્રધાન હતા. 2015માં તેમને ભારતનો બીજો સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ વિભૂષણથી સમ્માનિત કરવામાં આવ્યા હતા.
Advani Surname History : લાલ કૃષ્ણ અડવાણી અને કિયારા અડવાણીની અટકનો ઈતિહાસ જાણો
દુનિયાભરમાં અલગ-અલગ વર્ણના લોકો વસવાટ કરે છે. કોઈ પણ વ્યક્તિના નામ પાછળ તેના માતા અથવા પિતાના નામની સાથે એક ખાસ નામ લખવામાં આવે છે. તેને અટક તરીકે ઓળખવામાં આવે છે. તો આજે અડવાણી અટકનો અર્થ જાણીશું
- Disha Thakar
- Updated on: Nov 8, 2025
- 8:00 am