હિના ખાન
હિનાનો જન્મ 2 ઓક્ટોબર 1986ના રોજ જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં થયો હતો. તેણે સીસીએ સ્કૂલ ઓફ મેનેજમેન્ટ ગુડગાંવ દિલ્હીમાંથી માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન કર્યું છે. અભ્યાસ પૂરો કર્યા બાદ હિનાએ એર હોસ્ટેસના કોર્સ માટે અરજી કરી હતી, પરંતુ મેલેરિયાના કારણે તે કોર્સ પૂરો કરી શકી ન હતી અને તે જ સમયે હિનાને એક ટીવી સિરિયલની ઓફર મળી હતી.
હિના ખાન એક ભારતીય ટેલિવિઝન કલાકાર અને મોડલ છે. યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ટીવી સિરિયલમાં તે અક્ષરા નામથી ફેમસ થઈ હતી. 2018 માં તે ફરીથી ટીવી સીરિયલ ‘કસોટી જિંદગી કી’ માં કોમોલિકાના અવતારમાં જોવા મળી હતી.
વર્ષ 2009 માં હિના સ્ટાર પ્લસના શો ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ માં અક્ષરા સિંઘાનિયા તરીકે જોવા મળી હતી અને દર્શકો દ્વારા તેની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. આ પછી હિના ખતરોં કે ખિલાડી (આઠમી સિઝન) અને બિગ બોસ (સીઝન 11) જેવા ઘણા રિયાલિટી શોમાં પણ જોવા મળી હતી. હિનાએ બોલિવુડમાં તેની ફિલ્મી કરિયરની શરૂઆત ફિલ્મ ‘હેક્ડ’થી કરી હતી, જે 7 ફેબ્રુઆરી 2020ના રોજ રિલીઝ થઈ હતી. હિના પણ બિગ બોસ 14માં સિનિયર સ્પર્ધક તરીકે જોડાઈ હતી. હિના ખાન ઘણાં મ્યુઝિક વીડિયોમાં જોવા મળી છે.