AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

16 વર્ષના લગ્નજીવન પછી સ્ટાર કપલ અલગ થયું, આ રીતે શરુ થઈ હતી લવસ્ટોરી

લતા સભરવાલ અને સંજીવ સેઠની મુલાકાત યે રિશ્તા ક્યા કહેલાતાના સેટ પર થઈ હતી. આ શોમાં તેમણે રાજશ્રી અને વિષભ્ભરનાથ માહેશ્વરીનું પાત્ર નિભાવ્યું હતુ. જે ટેલિવિઝનની સૌથી ફેવરીટ જોડીઓમાંની એક હતી. હવે 16 વર્ષ બાદ આ કપલે છુટાછેડા લેવાની જાહેરાત કરી છે.

16 વર્ષના લગ્નજીવન પછી સ્ટાર કપલ અલગ થયું, આ રીતે શરુ થઈ હતી લવસ્ટોરી
| Updated on: Jun 23, 2025 | 11:04 AM
Share

ટીવીની ફેમસ અભિનેત્રી લતા સભરવાલે હાલમાં એવી જાહેરાત કરી હતી કે, ચાહકો પણ ચોંકી ગયા. અભિનેત્રી લગ્નના 16 વર્ષ બાદ પતિથી અલગ થઈ રહી છે. લતાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી આની જાણકારી આપી હતી. આ પોસ્ટમાં તેમણે ચાહકોને પ્રાઈવસી રાખવાની અપીલ કરી હતી. આ સમાચાર સાંભળી લોકો હેરાન રહી ગયા હતા. લતા સભરવાલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ‘માં રાજશ્રી માહેશ્વરીના પાત્ર માટે જાણીતી છે.

અભિનેત્રી લગ્નના 16 વર્ષ બાદ પતિથી અલગ થઈ

પોતાની પોસ્ટમાં લતા સભરવાલે લખ્યું લાંબા સમય બાદ હું એ કહેવા માંગુ છું કે, મારા પતિ સંજીવ શેઠથી અલગ થઈ ચૂકી છું. હું તેમના પ્રત્યે આભાર વ્યક્ત કરું છું. તેમણે મને એક દીકરો આપ્યો હું તેમને તેના ભવિષ્યના જીવન માટે શુભકામના આપું છુ. તમામ લોકોને રીકવેસ્ટ કરું છું કે, મારી અને મારા પરિવારની શાંતિનું સન્માન કરે અને આ વિશે કોઈ સવાલ કે પછી કોલ ન કરે.

View this post on Instagram

A post shared by Sanjeev Seth (@sethsanjeev)

ક્યારે થયા હતા લગ્ન

લતા સભરવાલ અને સંજીવ શેઠની મુલાકાત યે રિશ્તા ક્યા કહેલાતાના સેટ પર થઈ હતી. આ શોમાં તેમણે રાજશ્રી અને વિષભભરનાથ માહેશ્વરીનું પાત્ર નિભાવ્યું હતુ. જે ટેલિવિઝનની સૌથી ફેવરિટ જોડીમાંથી એક હતી. આ જોડીને ચાહકો ખુબ પ્રેમ કરતા હતા. મીડિયા રિપોર્ટ મુજબ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ શોમાં એકબીજા પ્રેમમાં પડ્યા હતા અને 2009માં લગ્ન કર્યા હતા. કપલને કાઆરવ નામનો એક દીકરો પણ છે. 2013માં લતા સભરવાલ અને સંજીવ શેઠની સાથે સેલિબ્રિટી ડાન્સ શો નચ બલિએ 6નો ભાગ લીધો હતો.સિરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં લતા સભરવાલ અને સંજીવ સેઠે પતિ-પત્નીની ભૂમિકા ભજવી હતી.

ટીવી સિરિયલ એટલે કે કોઈ એક સ્ટોરીને કાલ્પનિક રીતે વણવામાં આવે છે. જે સ્ટોરીનો ક્યારેય અંત આવતો નથી. ફિલ્મનો ચોક્કસ ટાઈમ હોય છે, જ્યારે ટીવી સિરિયલ સતત ચાલતી સ્ટોરી છે.  ટીવી સિરિયલના વધુ સમાચાર જોવા માટે અહી ક્લિક કરો

ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
g clip-path="url(#clip0_868_265)">