દાઉદ ઈબ્રાહીમ
1993ના મુંબઈ બ્લાસ્ટનો માસ્ટર માઈન્ડ દાઉદ ઈબ્રાહિમ ભારતનો મોસ્ટ વોન્ટેડ આતંકવાદી છે. તેનો જન્મ વર્ષ 1955માં મુંબઈમાં થયો હતો. દાઉદના પિતા શેખ ઈબ્રાહિમ અલી કાસકર પોલીસ કોન્સ્ટેબલ હતા.
નાની ઉંમરમાં જ દાઉદ ચોરી અને લૂંટ જેવા ગુનાઓમાં સામેલ થઈ ગયો હતો. માત્ર 19 વર્ષની ઉંમરે તેણે ગેંગસ્ટર બનીને ગુનાની દુનિયામાં પગ પેસારો કર્યો અને હાજી મસ્તાનની નજીકનો બની ગયો.
વર્ષ 1981 સુધીમાં દાઉદ ઈબ્રાહિમ ગુનાની દુનિયાનો બેતાજ બાદશાહ બની ગયો હતો. તેના ગુનાઓ સતત વધી રહ્યા હતા. થોડી જ સમયમાં તે મુંબઈનો સૌથી કુખ્યાત ગુનેગાર બની ગયો.
‘ડી’ કંપની ચલાવતા દાઉદે 1993માં મુંબઈમાં સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કર્યા હતા. તે બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના ધનિકો પાસેથી ખંડણીના નામે પૈસા પડાવતો હતો. અલકાયદા અને લશ્કર-એ-તૈયબા જેવા આતંકવાદી સંગઠનો સાથે પણ દાઉદના સંબંધો હતા. 2008માં ભારત અને અમેરિકાએ દાઉદને વૈશ્વિક આતંકવાદી જાહેર કર્યો છે.