ભારતી સિંહ
કોમેડી ક્વીન તરીકે જાણીતી ભારતી સિંહનો જન્મ 3 જુલાઈ 1984ના રોજ પંજાબના અમૃતસરમાં એક પંજાબી પરિવારમાં થયો છે. જ્યારે તે બે વર્ષની હતી ત્યારે તેના પિતાનું મૃત્યુ થયું હતું. ભારતી સિંહને બે મોટા ભાઈઓ છે, એક ભાઈ અને એક બહેન. વર્ષ 2016થી ભારતી સિંહ ફોર્બ્સ ઇન્ડિયા સેલિબ્રિટી 100ની યાદીમાં દેખાઈ છે.
ભારતી સ્ટાર વન પર સ્ટેન્ડ-અપ કોમેડી રિયાલિટી સિરિઝ ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જમાં સેકન્ડ રનર-અપ રહી હતી. જ્યાં તેણીને લલ્લી નામના તેના બાળ પાત્ર માટે પ્રશંસા મળી હતી. વર્ષ 2014 થી 2016 સુધી તેણે ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટની 5 થી 7 સીઝન હોસ્ટ કરી હતી. વર્ષ 2022માં તેણે હર્ષ લિમ્બાચિયા સાથે કલર્સ ટીવી શો હુનરબાઝ: દેશ કી શાન હોસ્ટ કર્યો હતો. આવા તો તેણે ઘણા શોને હોસ્ટ કર્યા છે અને ઘણા શોમાં અતિથિ રુપે જોવા મળી હતી. તેણે ફિલ્મોમાં પણ અનેક નાના મોટાં રોલ નિભાવ્યા છે.
3 ડિસેમ્બર 2017ના રોજ, સિંહે થોડા વર્ષો સુધી ડેટિંગ કર્યા પછી લેખક હર્ષ લિમ્બાચીયા સાથે લગ્ન કર્યા. 3 એપ્રિલ 2022ના રોજ આ કપલના પ્રથમ બાળકે જન્મ લીધો અને તેનું નામ લક્ષ સિંહ લિમ્બાચિયા રાખ્યું. તેનું હુલામણું નામ “ગોલા” છે.
Breaking News : ક્રિકેટર યશ દયાલ પર લાગ્યો પ્રતિબંધ, હવે આ મોટી T20 લીગમાં રમી શકશે નહી
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ફાસ્ટ બોલર યશ દયાલની મુશ્કેલીઓ વધતી જોવા મળી રહી છે.સગીર છોકરી પર બળાત્કારના કેસમાં સંડોવાયેલા યશ દયાલ પર હવે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એક મોટી લીગે યશ દયાલને તેમની લીગમાં રમવા પર પ્રતિબંધ મૂક્યો છે
- Nirupa Duva
- Updated on: Aug 10, 2025
- 10:07 am
Labubu Doll : ભારતી સિંહે સળગાવી નાંખી કરોડો રુપિયાની Labubu Doll, કહ્યું દીકરા પર ખરાબ અસર પડી
ભારતી સિંહે પોતાનો એક નવો વીડિયો શેર કર્યો છે જેમાં તે લોકપ્રિય Labubu Dollને સળગાવતી જોઈ શકાય છે. કોમેડિયનએ કહ્યું કે , Labubu Dollના આગમનથી તેના પુત્ર ગોલાનું વર્તન બદલાઈ ગયું હતુ.
- Nirupa Duva
- Updated on: Aug 6, 2025
- 12:45 pm