Breaking News : ક્રિકેટર યશ દયાલ પર લાગ્યો પ્રતિબંધ, હવે આ મોટી T20 લીગમાં રમી શકશે નહી
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ફાસ્ટ બોલર યશ દયાલની મુશ્કેલીઓ વધતી જોવા મળી રહી છે.સગીર છોકરી પર બળાત્કારના કેસમાં સંડોવાયેલા યશ દયાલ પર હવે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એક મોટી લીગે યશ દયાલને તેમની લીગમાં રમવા પર પ્રતિબંધ મૂક્યો છે

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ફાસ્ટ બોલર યશ દયાલની મુશ્કેલીઓ ઓછું થવાનું નામ લઈ રહી નથી. બળાત્કાર કેસમાં ફસાયા બાદ તેનું કરિયર ખતરામાં જોવા મળી રહ્યું છે. તેને એક લીગમાંથી બહાર કરવામાં આવ્યો છે. યશ દયાલ પર 17 વર્ષની સગીર છોકરી સાથે બળાત્કાર કરવાનો આરોપ છે. ત્યારબાદ તેના પર ધરપકડનો ખતરો મંડરાય રહ્યો છે. યશ દયાલ ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025ની ટ્રોફી જીતનાર આરસીબીની ટીમનો ભાગ હતો. આ સીઝનમાં તેમણે સારું પ્રદર્શન કર્યું હતુ. તેમણે 15 મેચમાં 13 વિકેટ લીધી હતી પરંતુહવે તેનું કરિયર સંકટમાં જોવા મળી રહ્યું છે.
યુપી T20 લીગમાંથી બહાર
રિપોર્ટ મુજબ આરસીબીના ફાસ્ટ બોલર યશ દયાલને યુપી ટી20 લીગ રમવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે,યુપી ક્રિકેટ એસોશિએશને આ નિર્ણય લીધો છે. જેના કારણે આ ફાસ્ટ બોલર આગામી સીઝનમાં રમતો જોવા મળશે નહી. UPCAએ જયપુરના સાંગાનેર સદર પોલિસ સ્ટેશનમાં યશ દયાલ વિરુદ્ધ કેસ નોંધાયા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. યશ દયાલ પર 17 વર્ષની સગીર છોકરી સાથે બળાત્કારનો આરોપ છે.
રિપોર્ટ મુજબ યુપી ટી20 લીગની ટીમ ગોરખપુર લાયન્સે આ ફાસ્ટ બોલરને 7 લાખ રુપિયામાં ખરીદ્યો હતો. પરંતુ તે હવે આ લીગમાં રમી શકશે નહી. આ દરમિયાન યશ દયાલને રાજસ્થાન હાઈકોર્ટ પાસેથી એક મોટો ઝટકો મળી ચૂક્યો છે.યશ દયાલ પર પહેલો કેસ ગાઝિયાબાદમાં નોંધાયો હતો. જેમાં કહેવામાં આવ્યું હતુ કે, યશ દયાલે ગાઝિયાબાદમાં રહેતી એક મહિલાને લગ્નનું બહાનું આપી તેની સાથે યૌન શોષણ કર્યું હતુ. પરંતુ આ મામલે અલ્હાબાદ હાઈકોર્ટે યશ દયાલની ધરપકડ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. પછીજુલાીની શરુઆતમાં આરસીબી ખેલાડી ફાસ્ટ બોલર વિરુદ્ધ જયપુરમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ વખતે રાજસ્થાન હાઈકોર્ટે તેની ધરપકડ પર પ્રતિબંધ લગાવવાનો ઇનકાર કર્યો હતો.
કોણ છે યશ દયાલ
યશ દયાલ એક ભારતીય ક્રિકેટર છે જે સ્થાનિક ક્રિકેટમાં ઉત્તર પ્રદેશ અને ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનું પ્રતિનિધિત્વ કરે છે. તેમનો જન્મ 13 ડિસેમ્બર 1997ના રોજ ઉત્તર પ્રદેશના અલ્હાબાદમાં થયો હતો.
