બાબા વેંગા
બાબા વેંગા (વાસ્તવિક નામ: વાંગેલિયા પાંડેવા ગુસ્ટેરોવા) બલ્ગેરિયાના એક પ્રખ્યાત અંધ રહસ્યવાદી અને ભવિષ્યવેત્તા હતા. 1911 માં જન્મેલા, બાબા વેંગાએ 12 વર્ષની ઉંમરે એક ભયંકર વાવાઝોડા દરમિયાન પોતાની દૃષ્ટિ ગુમાવી દીધી હતી, ત્યારબાદ તેમનામાં ભવિષ્ય જોવાની અલૌકિક શક્તિ વિકસાવી હોવાનું માનવામાં આવે છે. તેમનું અવસાન 11 ઓગસ્ટ, 1996 ના રોજ થયું હતું, જે તારીખ તેમણે અગાઉથી આગાહી કરી હતી. તેમને “બાલ્કન્સના નાસ્ત્રેદમસ” તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમની આગાહીઓમાં 9/11 ના હુમલા, રાજકુમારી ડાયનાનું મૃત્યુ અને બરાક ઓબામાના ઉદ્ઘાટન જેવી ઘટનાઓનો સમાવેશ થતો હોવાનું માનવામાં આવે છે. બાબા વેંગાની ભવિષ્યવાણીઓ ઘણીવાર પ્રતીકાત્મક ભાષામાં લખાયેલી હોય છે, જેનું લોકો પોતાની સમજણ મુજબ અર્થઘટન કરે છે. તેમની વૈજ્ઞાનિક રીતે ચકાસણી કરી શકાતી નથી.
Baba Vanga 2026 Prediction : બાબા વેંગાએ 2026 માટે કરી ભૂકંપ, સુનામી, સત્તા પરિવર્તન, પુતિનના પતન, વિશ્વયુદ્ધ, એલિયન સહીત ચોંકાવનારી આગાહીઓ
આગામી 2026ના વર્ષ અંગે બાબા વાંગાની આગાહીઓ ફરી એકવાર સમાચારમાં ચમકવા લાગી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, 2026નુ વર્ષ વિશ્વ માટે મોટા ફેરફારો લાવી શકે છે. બાબા વેંગાએ ત્રીજા વિશ્વયુદ્ધની આગાહી કરી છે. બાબા વેંગાએ તો રશિયામાં સત્તા પરિવર્તન અને પુતિનના પતનનો પણ સંકેત આપ્યો છે.
- TV9 Gujarati
- Updated on: Dec 29, 2025
- 2:54 pm