Arattai
Arattai એક તમિલ શબ્દ છે જેનો અર્થ “કેઝ્યુઅલ વાતચીત” થાય છે. Zoho ગ્રુપે આ એપ ખાસ કરીને ભારતીય યુઝર્સ માટે વિકસાવી છે. Arattai એ Zoho કોર્પોરેશન દ્વારા વિકસાવવામાં આવેલી એક ભારતીય ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન છે. તે WhatsApp જેવી વિદેશી કંપનીઓના વિકલ્પ તરીકે કામ કરે છે. આ એપ્લિકેશન સરળતાથી ચેટિંગ, ફોટો અને વીડિયો શેરિંગ, વૉઇસ નોટ્સ, ઑડિઓ અને વીડિયો કૉલ્સ માટે પરવાનગી આપે છે. એપ્લિકેશનને બાળકો અને પુખ્ત વયના લોકો, દરેક દ્વારા સરળતાથી ઉપયોગ કરી શકાય તે રીતે ડિઝાઇન કરવામાં આવી છે. Zoho દાવો કરે છે કે સુરક્ષા અને ગોપનીયતાનો કાળજીપૂર્વક વિચાર કરવામાં આવ્યો છે.
Arattai WhatsApp અથવા અન્ય ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્સ પર ઉપલબ્ધ ન હોય તેવી ઘણી સુવિધાઓ પ્રદાન કરે છે. એકસાથે 1024 લોકો સાથે ગ્રુપ કોલ કરી શકાય છે, જે સુવિધા WhatsApp અથવા અન્ય કોઈપણ એપ પર ઉપલબ્ધ નથી. વધુમાં, આ એપ Android અને iOS બંને ઉપકરણો સાથે સુસંગત છે.
આ ભારતીય મેસેજિંગ એપ ટોપના 100 એપ લિસ્ટ માંથી બહાર નીકળી ગઈ, “ચાર દિવસની ચાંદની” સમાપ્ત થઈ?
જાણો કઈ સ્વદેશી એપની લોકપ્રિયતામાં નોંધપાત્ર ઘટાડો થયો છે, જે ગુગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર બંને પરથી ટોપના 100 એપ લિસ્ટ માંથી બહાર નીકળી ગઈ
- Sachin Agrawal
- Updated on: Nov 5, 2025
- 2:08 pm
આખુ વોટ્સએપ ગ્રુપ અને ચેટને Arattai એપ પર ટ્રાન્સફર કરી શકો છો, જાણો ટ્રિક
WhatsApp થી Arattai માં શિફ્ટ કરવું ખૂબ જ સરળ છે. તમે તમારી બધી ચેટ્સ પણ સરળતાથી ટ્રાન્સફર કરી શકો છો. લોકો ઘણીવાર WhatsApp પર ઓફિસ, જૂના મિત્રો અથવા અન્ય ગ્રુપ્સ ધરાવે છે.
- Devankashi rana
- Updated on: Oct 24, 2025
- 10:06 am
10×10ના નાનકડા રુમથી 10 કરોડ યુઝર સુધીની સફર, ફંડિગ વગર Zoho કેવી રીતે બન્યું ગ્લોબલ બ્રાન્ડ
ઝોહોની સ્થાપના 1996 માં શ્રીધર વેમ્બુ અને ટોની થોમસ દ્વારા કરવામાં આવી હતી. કંપનીએ કોઈ બાહ્ય રોકાણ કે ભંડોળનો ઉપયોગ કર્યો ન હતો. ફક્ત તેમની બચત અને જુસ્સાના આધારે, તેઓએ કંપનીની સ્થાપના કરી, જે પાછળથી ઝોહો બની.
- Devankashi rana
- Updated on: Oct 13, 2025
- 3:51 pm
તમારા મનમાં પણ સવાલ થતો હશે કે Arattai નો અર્થ શું થાય છે? Zoho ના સ્થાપકે ખુદ કર્યો મોટો ખુલાસો
Zohoના સ્થાપક શ્રીધર વેમ્બુએ તેમની તાજેતરની પોસ્ટમાં વિવિધ ભારતીય ભાષાઓમાં Arattaiનો અર્થ જણાવ્યો, તમે પણ જાણી લો..
- Manish Gangani
- Updated on: Oct 11, 2025
- 9:56 pm
Zohoની Arattai એપમાં આવી રહ્યું છે મોટું અપડેટ, કંપનીના CEO એ કરી જાહેરાત
ઝોહોએ તેની મેસેજિંગ એપ, Arattaiને કારણે ઝડપથી લોકપ્રિયતા મેળવી છે. કંપનીની ઘણી એપ્સ સમાચારમાં છે. હવે, ઝોહો અરટાઈમાં ટેક્સ્ટ મેસેજ માટે એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન (E2EE) ઉમેરવાની તૈયારી કરી રહી છે.
- Devankashi rana
- Updated on: Oct 11, 2025
- 4:13 pm
Zoho Mail પર કેટલું સ્ટોરેજ Free મળે છે? ઇમેઇલ એકાઉન્ટ બનાવતા પહેલા આ જાણો
WhatsApp ના સ્પર્ધક Arattai અને Gmail ના સ્પર્ધક Zoho Mail બનાવ્યા છે. ઘણા વપરાશકર્તાઓ Gmail થી Zoho Mail તરફ સ્થળાંતર કરી રહ્યા છે, પરંતુ ઇમેઇલ એકાઉન્ટ બનાવતા પહેલા, એ જાણવું મહત્વપૂર્ણ છે કે Zoho Mail કેટલું મફત સ્ટોરેજ ઓફર કરે છે
- Devankashi rana
- Updated on: Oct 9, 2025
- 11:08 am
Gmail માંથી Zoho Mail પર એકાઉન્ટ સ્વિચ કેવી રીતે કરવું ? ચિંતા ના કરશો, બસ આટલા સ્ટેપ્સ ફોલો કરો
હાલમાં Gmail ના ઓપ્શન તરીકે 'Zoho Mail' લોકપ્રિયતા મેળવી રહ્યું છે. આ સર્વિસ કસ્ટમ ડોમેન સપોર્ટ, એડ-ફ્રી ઇન્ટરફેસ અને પ્રાઇવસી ફીચર જેવી સુવિધા પ્રદાન કરે છે.
- Ravi Prajapati
- Updated on: Oct 8, 2025
- 9:07 pm
મેડ ઇન ઇન્ડિયા ટેકનોલોજી અપનાવો ! ગૃહમંત્રી અમિત શાહે Gmail છોડી Zoho Mail પર સ્વિચ કર્યું, જાહેર કર્યું નવું ID
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તાજેતરમાં જાહેરાત કરી કે તેમણે પોતાનું સત્તાવાર ઇમેઇલ એકાઉન્ટ બદલી નાખ્યું છે. તેમણે મેડ ઇન ઇન્ડિયા પ્લેટફોર્મ Zoho Mail પર નવું એકાઉન્ટ બનાવ્યું છે. જાણો વિગતે.
- Manish Gangani
- Updated on: Oct 8, 2025
- 5:16 pm
કાંટાની ટક્કર ! ઝોહોના ફાઉન્ડર શ્રીધર વેમ્બુ લાવી રહ્યા છે ‘ઓનલાઈન પેમેન્ટ’ માટેની એપ, GPay અને Paytm સાથે સખત સ્પર્ધા
ઝોહોની Arattai એપ ટૂંક સમયમાં પેમેન્ટ ફીચરની સર્વિસ આપશે. આ એપ વોટ્સએપને જોરદાર કોમ્પિટિશન આપી રહી છે. શ્રીધર વેમ્બુએ જણાવ્યું હતું કે, 'ઝોહો પે'ને Arattai માં જલ્દી જ મર્જ કરવામાં આવશે.
- Ravi Prajapati
- Updated on: Oct 7, 2025
- 8:31 pm