AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કાંટાની ટક્કર ! ઝોહોના ફાઉન્ડર શ્રીધર વેમ્બુ લાવી રહ્યા છે ‘ઓનલાઈન પેમેન્ટ’ માટેની એપ, GPay અને Paytm સાથે સખત સ્પર્ધા

ઝોહોની Arattai એપ ટૂંક સમયમાં પેમેન્ટ ફીચરની સર્વિસ આપશે. આ એપ વોટ્સએપને જોરદાર કોમ્પિટિશન આપી રહી છે. શ્રીધર વેમ્બુએ જણાવ્યું હતું કે, 'ઝોહો પે'ને Arattai માં જલ્દી જ મર્જ કરવામાં આવશે.

કાંટાની ટક્કર ! ઝોહોના ફાઉન્ડર શ્રીધર વેમ્બુ લાવી રહ્યા છે 'ઓનલાઈન પેમેન્ટ' માટેની એપ, GPay અને Paytm સાથે સખત સ્પર્ધા
| Updated on: Oct 07, 2025 | 8:31 PM
Share

ઝોહોની Arattai એપ ધીરે-ધીરે લોકપ્રિયતા મેળવી રહી છે. મહિન્દ્રા ગ્રુપના સીઈઓએ પણ આ સ્વદેશી એપ ડાઉનલોડ કરી છે, જે વોટ્સએપ માટે એક પડકારરૂપ છે. ઝોહોના ફાઉન્ડર શ્રીધર વેમ્બુ નિયમિતપણે ટ્વિટર (X) દ્વારા એપ અને ઝોહોની કંપનીની સ્ટ્રેટેજી વિશે ટ્વીટ કરે છે.

Arattai માં એક નવી સર્વિસ શરૂ થશે

તેમણે હવે Arattai માં આવનારી એક નવી સર્વિસ વિશે ટ્વીટ કર્યું છે. આ સર્વિસ વોટ્સએપ પર પહેલાથી જ ઉપલબ્ધ છે. જો કે, Arattai માં કેટલીક સુવિધા એવી પણ છે કે, જે વોટ્સએપમાં જોવા નથી મળી રહી. બીજીબાજુ Arattai માં વોટ્સએપના કેટલાંક ફીચર્સ મિસિંગ છે, જે ટૂંક સમયમાં App પર રજૂ કરવામાં આવશે.

વેમ્બુએ X પર ટ્વિટ કર્યું કે, ઝોહોએ પેમેન્ટ ફીલ્ડમાં તેની હાજરી મજબૂત કરવા માટે પોતાના પોઈન્ટ-ઓફ-સેલ (POS) ડિવાઇસ લોન્ચ કર્યા છે. આ ડિવાઇસ ક્રેડિટ/ડેબિટ કાર્ડ અને QR કોડ દ્વારા પેમેન્ટ પ્રાપ્ત કરી શકે છે, જેમાં સાઉન્ડ બોક્સ પણ જોવા મળશે.

વેમ્બુએ ટ્વીટમાં છેલ્લે લખ્યું છે કે, “ગ્રાહકો માટે Zoho Pay ને Arattai માં એકીકૃત કરવામાં આવશે. કૃપા કરીને અમને થોડો સમય આપો.” આનો અર્થ એ છે કે, ભવિષ્યમાં WhatsApp, GPay, Phone Pay ની જેમ Arattai નો ઉપયોગ કરીને પેમેન્ટ કરી શકાશે.

15 વર્ષની સખત મહેનત રંગ લાવી

વેમ્બુ વારંવાર X દ્વારા Zoho ના પ્રોડક્ટસ અને એપ્સ સંબંધિત માહિતી શેર કરે છે. તાજેતરમાં, તેણે ટ્વિટ કર્યું હતું કે, Zoho ની ‘Arattai’ પ્રોડક્ટ બહારથી ભલે સિમ્પલ લાગે પણ અંદરથી ખૂબ જ જોરદાર છે. આ પ્રોડક્ટ Zoho ના પોતાના એન્જિનિયરિંગ ફ્રેમવર્ક પર ચાલે છે. આ ફ્રેમવર્કમાંથી એક મેસેજિંગ/AV છે, જે 15 વર્ષથી વધુ સમયથી Zoho ના રીઅલ-ટાઇમ ઓપરેશન્સને ચલાવી રહ્યું છે. આ ફ્રેમવર્કને 15 વર્ષની સખત મહેનતથી વધારે સારું બનાવવામાં આવ્યું છે.

 દેશ અને દુનિયાના તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">