
અનુરાગ ઠાકુર
અનુરાગ સિંહ ઠાકુરનો જન્મ 24 ઓક્ટોબર 1974ના થયો હતો. તેઓ ભારતીય જનતા પાર્ટીના યુવા રાજકારણી છે અને હિમાચલ પ્રદેશના હમીરપુરથી લોકસભામાં સાંસદ અને મોદી સરકારમાં પ્રધાન છે. અનુરાગ ઠાકુર નરેન્દ્ર મોદીની બીજી ટર્મની સરકારમાં રમતગમત, યુવા બાબતોના મંત્રી અને માહિતી અને પ્રસારણ મંત્રી છે. તેમના પિતા પ્રેમ કુમાર ધૂમલ હિમાચલ પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન હતા.
અગાઉ, અનુરાગ ઠાકુરે, મોદી સરકારમાં નાણા અને કોર્પોરેટ બાબતોના રાજ્ય મંત્રી તરીકે સેવા આપી હતી. તેઓ મે 2008માં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે પેટા ચૂંટણીમાં પ્રથમ વખત લોકસભામાં ચૂંટાયા હતા. હિમાચલ પ્રદેશના રાજકીય પરિવારમાંથી આવતા, તેઓ 14મી, 15મી, 16મી અને 17મી લોકસભાના સભ્ય તરીકે લાંબા સમયથી, ચાર વખત સંસદના સભ્ય છે.
મે 2015 થી ફેબ્રુઆરી 2017 સુધી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ના પ્રમુખ પણ હતા, અને બીસીસીઆઈ ગવર્નન્સ પર સુપ્રીમ કોર્ટના આદેશ બાદ તેમણે તે પદ છોડવું પડ્યું હતું. બીસીસીઆઈના પ્રમુખ તરીકેના તેમના સમય દરમિયાન તેમણે પશ્ચિમ બંગાળમાંથી થોડો સમય સંચાલન કર્યું હતું. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના પ્રમુખ તરીકે તેમની નિમણૂકને લઈને પણ વિવાદ થયો હતો અને સુપ્રીમ કોર્ટના આદેશને પગલે તેમણે આ પદ છોડવું પડ્યું હતું.
સસંદમાં લાગ્યા Zero ના નારા ! રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા એવું તો શું બોલ્યા અનુરાગ ઠાકુર, જુઓ-Video
વાસ્તવમાં તે પેમ્ફલેટ પર 1200000 રૂપિયા સુધીની આવકવેરા માફી લખવામાં આવી હતી પરંતુ શૂન્યની વાત કરીને કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. આ સાથે તેમણે 2014ની લોકસભા ચૂંટણીથી લઈને તાજેતરની દિલ્હી વિધાનસભા ચૂંટણી સુધીનો ઉલ્લેખ કર્યો હતો.
- Devankashi rana
- Updated on: Feb 11, 2025
- 2:26 pm
રાહુલ ગાંધી સામે હત્યાના પ્રયાસની ફરિયાદ, જાણો આ કેસમાં કેટલી થાય છે સજા
સંસદ સંકુલમાં વિરોધ પ્રદર્શન દરમિયાન ધક્કામુક્કીમાં ભાજપના બે સાંસદ ઘાયલ થયા હતા. ત્યારે આ મામલે ભાજપે હવે રાહુલ ગાંધી સામે હત્યાના પ્રયાસ હેઠળ ફરિયાદ દાખલ કરાવી છે. ત્યારે આ લેખમાં જાણીશું કે, આ કેસમાં કેટલી સજા થાય છે.
- Dilip Chaudhary
- Updated on: Dec 19, 2024
- 7:56 pm
રાજકારણની પિચ પર નહીં, ક્રિકેટ પિચ પર તમામ પક્ષોના સાંસદોએ કરી ફટકાબાજી, જુઓ ફોટા
દિલ્હીના મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ ખાતે આજે લોકસભા અને રાજ્યસભાના તમામ પક્ષના સાંસદો વચ્ચે મેચ યોજાઈ હતી. આ મેચને ટીબી ફ્રી ઈન્ડિયા અવેરનેસ ક્રિકેટ ટુર્નામેન્ટ નામ આપવામાં આવ્યું હતું. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો.
- TV9 Gujarati
- Updated on: Dec 15, 2024
- 2:49 pm
‘બંધારણ બતાવવાથી સત્ય નહીં બદલાય’, અનુરાગ ઠાકુરે રાહુલ ગાંધી પર કર્યા આકરા પ્રહાર, જુઓ Video
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે આજકાલ રાહુલ ગાંધી બંધારણ પ્રત્યે વધુ પ્રેમ બતાવી રહ્યા છે પરંતુ બંધારણની પ્રતિ દેખાડવાથી સત્ય બદલાશે નહીં. ઠાકુરે કહ્યું કે જો કોઈએ બંધારણનું અપમાન કર્યું છે તો તે કોંગ્રેસ અને ગાંધી પરિવાર છે.
- Sagar Solanki
- Updated on: Jul 21, 2024
- 8:02 pm
Politicians stocks : BJP નેતા અનુરાગ ઠાકુરે આ શેરમાં કર્યુ છે રોકાણ, જાણો કેટલી છે કુલ સંપત્તિ
ભારતીય જનતા પાર્ટીના નેતા અનુરાગ ઠાકુરને દરેક લોકો જાણે છે. અનુરાગ ઠાકુર હિમાચલ પ્રદેશના હમીરપુર લોકસભા બેઠક પરથી મેદાનમાં ઉતર્યા છે. જેઓ ઉમેદવારી ફોર્મ ભરતા સમયે આપેલા સોગંદનામાં તેમના રોકાણ વિશે માહિતી આપી છે.
- Disha Thakar
- Updated on: Jun 2, 2024
- 9:57 am
કોંગ્રેસ પાસેથી આપણે શું અપેક્ષા રાખી શકીએ, અનુરાગ ઠાકુરે અગ્નિપથ યોજના પર રાહુલને આપ્યો જવાબ
કેન્દ્રિય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે, સરકાર એક સારું કદમ ઉઠાવી અગ્નિવીર યોજના લાવી છે. અગ્નિવીરને 100% રોજગારની ખાતરી છે.ભાજપના નેતાએ જણાવ્યું કે,એક અગ્નિવીર પોતાની સેવા પુરી કર્યા બાદ રોજગાર મેળવી શકે છે. સાથે સાથે તેમણે કહ્યું કે, અગ્નિવીરને આરક્ષણ પણ મળશે.
- Nirupa Duva
- Updated on: May 30, 2024
- 4:20 pm