AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આખો દિવસ કરો છો ChatGPTનો ઉપયોગ? OpenAIના આ ફેરફારથી વધી શકે છે ‘યુઝર્સની મુશ્કેલી’

જો તમે પણ ઓફિસના રોજિંદા કામકાજથી લઈને રિસર્ચ સુધીની દરેક બાબત માટે ChatGPT પર નિર્ભર છો, તો OpenAIનો આ નવો ફેરફાર તમારા માટે જાણવો ખૂબ જ જરૂરી છે. ટૂંકમાં, આ ફેરફારથી એક જ જગ્યાએ કામ કરવું વધુ સરળ બનશે.

આખો દિવસ કરો છો ChatGPTનો ઉપયોગ? OpenAIના આ ફેરફારથી વધી શકે છે 'યુઝર્સની મુશ્કેલી'
| Updated on: Nov 27, 2026 | 8:34 PM
Share

જો તમે પણ આખો દિવસ ChatGPT નો ઉપયોગ કરો છો અને ઓફિસના નાના-મોટા કામો માટે આ AI ટૂલ પર નિર્ભર છો, તો તમારા માટે એક મહત્વપૂર્ણ સમાચાર છે. OpenAIએ ChatGPTના Chat અને Work મોડને એકસાથે મર્જ કરવાની શરૂઆત કરી દીધી છે.

આ ફેરફારથી યુઝર્સને એક જ જગ્યાએ ઘણી સુવિધાઓ મળશે. જો કે, વધુ ઉપયોગ કરતા પેઈડ યુઝર્સની લિમિટ પહેલાની સરખામણીમાં જલ્દી પૂરી થઈ શકે છે.

હાલમાં આ અપડેટ કેટલાક ChatGPT Pro સબ્સ્ક્રાઈબર્સ માટે જાહેર કરવામાં આવી રહ્યું છે. OpenAIના પ્રોડક્ટ લીડ થિબોલ્ટ સોટિયૉક્સે મંગળવારે 24 નવેમ્બરને રોજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર તેની પુષ્ટિ કરી. કંપની ડિસેમ્બરમાં આ ફેરફારને વધુ યુઝર્સ સુધી પહોંચાડવાની તૈયારીમાં છે.

ChatGPTમાં શું બદલાઈ જશે?

અત્યાર સુધી ચેટજીપીટીમાં સામાન્ય સવાલો પૂછવા, કન્ટેન્ટ લખવા અને નાના-મોટા કામો માટે Chat મોડનો ઉપયોગ થતો હતો. રિસર્ચ, ફાઈલો અને અન્ય એપ્સ સાથે જોડાયેલા મોટા કામો માટે Work મોડ ઉપલબ્ધ હતું.

હવે યુઝર્સ એક જ જગ્યાએ વેબસાઈટ બનાવવા, પ્રેઝન્ટેશન તૈયાર કરવા અને રિસર્ચ જેવા કામ કરી શકશે. જો કે, ચેટજીપીટીની ડેસ્કટોપ એપમાં Codex અલગ જ રહેશે.

જલ્દી પૂરી થઈ શકે છે ‘લિમિટ’

પહેલા Chat અને Work મોડના ઉપયોગની લિમિટ અલગ-અલગ હતી. હવે બંને માટે એક જ લિમિટ રહેશે. યુઝર્સ કયું AI મોડલ વાપરે છે અને તેમનું કામ કેટલું મુશ્કેલ છે? તેના આધારે લિમિટ ખર્ચાશે. એડવાન્સ AI મોડલ અને મુશ્કેલ કામો માટે વધુ લિમિટ ખર્ચાશે.

OpenAIના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, મોટાભાગના યુઝર્સને આ ફેરફારથી મુશ્કેલી નહીં પડે. જો કે, ચેટજીપીટીનો ખૂબ વધુ ઉપયોગ કરતા કેટલાક યુઝર્સની લિમિટ પહેલા કરતા જલ્દી પૂરી થઈ શકે છે.

લિમિટ પૂરી થવા પર શું કરશે યુઝર્સ?

રાહતની વાત એ છે કે, Instant મોડલ પર ચેટ કરવું અનલિમિટેડ રહેશે. તેનો ઉપયોગ સંયુક્ત લિમિટમાં ગણવામાં નહીં આવે. યુઝર્સ Settingsમાં જઈને Usage સેક્શનમાં પોતાની બાકી રહેલી લિમિટ અને તેના રીસેટ થવાનો સમય જોઈ શકશે. લિમિટ પૂરી થવા પર યુઝર્સ રીસેટ થવાની રાહ જોઈ શકે છે, પ્લાન અપગ્રેડ કરી શકે છે અથવા પસંદગીની સુવિધાઓ માટે વધારાના ક્રેડિટ ખરીદી શકે છે.

પેઈડ યુઝર્સ કેમ છે ‘નારાજ’?

સોશિયલ મીડિયા અને OpenAIના કોમ્યુનિટી ફોરમ પર ઘણા સબ્સ્ક્રાઈબર્સે આ ફેરફારનો વિરોધ કર્યો છે. તેમને ચિંતા છે કે, પહેલા જેટલી જ સબ્સ્ક્રિપ્શન ફી ચૂકવવા છતાં એડવાન્સ AI મોડલ વાપરવાની તક ઓછી મળશે.

AI કંપનીઓ કેમ કરી રહી છે ‘ફેરફાર’?

સપ્ટેમ્બરમાં Anthropicએ પણ પોતાના Claude ચેટબોટ અને Cowork ટૂલને એકસાથે મર્જ કર્યા હતા. એડવાન્સ AI મોડલની વધતી માંગ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર વધતા ખર્ચ અને કમ્પ્યુટિંગ સંસાધનો પરના દબાણને કારણે કંપનીઓ વધુ ઉપયોગ કરતા યુઝર્સની લિમિટ પર નિયંત્રણ વધારી રહી છે.

ચાર્જર અને ઈયરફોનના બોક્સને ભૂલથી પણ ના ફેંકતા! જાણો કેમ જરુરી છે તે ખાલી ખોખું

Follow Us
g clip-path="url(#clip0_868_265)">