AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : સરકારી જમીન પર ભાજપ નેતાનું ગેરકાયદે દબાણ! કલોલની પંચવટી સોસાયટીમાં સ્થાનિકોનો ઉગ્ર આંદોલનની ચીમકી, જુઓ Video

Breaking News : સરકારી જમીન પર ભાજપ નેતાનું ગેરકાયદે દબાણ! કલોલની પંચવટી સોસાયટીમાં સ્થાનિકોનો ઉગ્ર આંદોલનની ચીમકી, જુઓ Video

| Updated on: Nov 29, 2026 | 3:21 PM
Share

કલોલની પંચવટી સોસાયટીમાં ભાજપના એક નેતા પર સરકારી જમીન પર કથિત ગેરકાયદે દબાણનો આરોપ લાગ્યો છે. એક સ્થાનિક રહીશે નેતાના બંગલા પાસે બગીચો બનાવવા માટે જાહેર માર્ગની કરોડોની જમીન પચાવી પાડી હોવાનો દાવો કર્યો છે.

ગાંધીનગરના કલોલની પંચવટી સોસાયટીમાં સરકારી જમીન પર કથિત ગેરકાયદે દબાણનો મામલો સામે આવ્યો છે. એક સ્થાનિક રહીશે ભાજપના એક નેતા પર સરકારી જમીન પર કબજો કરીને પોતાના બંગલાની નજીક બગીચો બનાવવાનો ગંભીર આરોપ મૂક્યો છે. રહીશના જણાવ્યા અનુસાર, કથિત દબાણ કરવામાં આવેલી જમીનની કિંમત પ્રતિ વાર આશરે રૂ. 1 લાખ છે.

આ મામલે કલોલ નગરપાલિકા અને AUDA (અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી) સમક્ષ વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હોવાનો પણ આક્ષેપ છે. આ વિવાદને લઈને રહીશે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ કરીને તંત્રનું ધ્યાન દોર્યું છે અને સરકારી જમીન પરથી તાત્કાલિક દબાણ દૂર કરવાની માંગ કરી છે. જો તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો સોસાયટીના રહીશો સાથે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવી છે. આ મામલે સત્તાવાળાઓ દ્વારા શું પગલાં લેવાય છે તે જોવું રહ્યું.

દર્દીને ન એમ્બ્યુલન્સ આપી ન ડૉક્ટર મળ્યા, હોસ્પિટલને ₹15 લાખનો દંડ, ટ્રાન્સફરમાં પાંચ કલાકનો વિલંબ

Follow Us
g clip-path="url(#clip0_868_265)">