Tokyo Olympics: કઝાકીસ્તાનનો ખેલાડી રમતની ખેલદીલી ચૂક્યો ! ભારતીય રેસલર રવિ દહિયાને બચકાં ભરી બાવડાંમાં દાંત ખોસી દીધા

રવિ દહિયા (Ravi Dahiya ) ફાઇનલમાં પહોંચીને મેડલ પાક્કો કરી લીધો છે, તે ગોલ્ડ મેડલ માટે ટકકર આપશે. આ પહેલા તેણે સેમીફાઇનલને જીતવા માટે ખૂબ પિડા સહન કરી છે. કઝાકીસ્તાનના નુરઇસ્લામે તો બાચકા ભરીને અસહ્ય પિડા આપી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 05, 2021 | 6:20 AM
ભારતીય રેસલર રવિ દહિયા (Ravi Dahiya ) ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics 2020) ફાઇનલમાં પહોંચનારો બીજો ભારતીય પહેલવાન છે. તેણે 57 કિગ્રા વર્ગમાં સેમીફાઇનલમાં કઝાકીસ્તાનના નૂરઇસ્લામ સાનાયેવ (Nurislam Sanayev) ને હરાવ્યો હતો. ચોથા ક્રમાંકનો ભારતીય રેસલર  2-9 થી પાછળ હતો પરંતુ, દહિયાએ પરત ફરતા પોતાના વિરોધીના બંને પગ પર હુમલો કર્યો હતો. આમ તેને નિચે પાડવામાં સફળ રહ્યો હતો. આ પહેલા સુશિલ કુમારે 2012 લંડન ઓલિમ્પિક ફાઇનલમાં સ્થાન મેળવ્યુ હતુ. જેમાં તેણે સિલ્વર મેડલ મેળવ્યો હતો.

1 / 6
આ મેચમાં દરમ્યાન હરીફ પહેલવાન નૂરઇસ્લામ સાનાયેવ એ રવિ દહિયાને બચકા ભર્યા હતા. તેણે ભારતીય પહેલવાનના બાવળાઓ પર બચકા ભરી દાંત ભીસી લીધા હતા. જ્યારે રવિ એ નૂરઇસ્લામના ખભા મેટ પર ટેકવી દીધા હતા, ત્યારે હરીફ રેસલરે તેને બચકા ભર્યા હતા. નૂરઇસ્લામે ખાસ્સી વાર સુધી બચકુ ભરી રાખી દાંત બાવડાંમાં ખોસી રાખ્યા હતા. જોકે ભારતીય રેસલર રવિ એ પીડા સહીને પણ તેને છોડ્યો નહોતો. તેણે વિરોધીનો ખભો પુરી રીતે દબાવી દીધો હતો અને જીત મેળવી હતી. આ દાવના દમ પર રવિ દહિયાએ હારી બાજીને જીતમાં પલટી હતી.

2 / 6
રવિ કુમારને આ પ્રકારે દાંત ભીંસીને પીડા આપવાનુ કૃત્ય કરવાને લઇને અનેક દિગ્ગજોએ તેને લઇ નારાજગી દર્શાવી હતી. જ્યારે રવિની હિંમતને દાદ આપી હતી કે, તેણે પીડા સહન કરી રમતને જબરદસ્ત રમી હતી. દિગ્ગજ પૂર્વ ક્રિકેટર વિરેન્દ્ર સહેવાગે પણ રવિને કઝાકિસ્તાનના રેસલર દ્વારા બચકાં ભર્યાની તસ્વીરો સોશિયલ મીડિયામાં શેર કરી હતી.

3 / 6
ટોક્યો ઓલિમ્પિકની ફાઇનલમાં પહોંચીને રવિ દહિયા ભારતીય રેસલીંગના નવા પોસ્ટર બોય બની ચુક્યો છે. 23 વર્ષીય રવિ 2019 વિશ્વ ચેમ્પિયનશીપમાં બ્રોન્ઝ જીતીને ચર્ચામાં આવ્યો હતો. આ સાથે જ તેણે ટોક્યો માટે ક્વોલિફાઇ કર્યુ હતુ. તે આમ છતાં પણ ખુશ નહોતો અને રશિયાના જાવુર યુગુએવ થી સેમીફાઇનલમાં મળેલી હારના અંગે વિચારતો હતો. તેણે કહ્યુ હતુ કે, હું શુ કહુ, મે ઓલિમ્પિક માટે ક્વોલિફાઇ કર્યુ છે. પરંતુ મારા સેન્ટર થી જ ઓલિમ્પિક મેડલધારી નિકળ્યા છે, હું ક્યાંય પણ નથી.

4 / 6
દિલ્હીની છત્રસાલ સ્ટેડિયમમાં પ્રશિક્ષણ દહિયા લઇ રહ્યો છે. જ્યાંથી પહેલા 2 ઓલિમ્પિક મેડલ વિજેતા સુશીલ કુમાર અને યોગેશ્વર દત્ત મળી ચુક્યા છે. તેમના પિતા રાકેશ કુમારે તેને 12 વર્ષની ઉંમરે જ છત્રસાલ સ્ટેડિયમમાં મોકલ્યો હતો. ત્યાર થી તે મહાબલી સતપાલ અને કોચ વિરેન્દ્ર ના માર્ગદર્શનમાં ટ્રેનિંગ કરે છે. તેમના પિતા દરરોજ દુધ અને માખણ લઇને સ્ટેડિયમ સુધી પહોંચતા હતા. જે તેમના ઘરે થી 60 કીલોમીટર દુર હતુ. તેના પિતા સવારે 3.30 કલાકે ઉઠીને 5 કિલોમીટર દરરોજ ચાલીને નજીકના રેલ્વે સ્ટેશન સુધી પહોંચતા હતા. જ્યાંથી તે આઝાદ નગર ઉતરતા અને ફરી બે કિલોમીટર ચાલીને સ્ટેડિયમ પહોંચા હતા.

5 / 6
રવિ દહિયા ઓલિમ્પિકમાં મેડલ મેળવનાર પાંચમા રેસલર છે. કેડી જાદવ ભારતને રેસલીંગમાં મેડલ અપાવનારા પ્રથમ પહેલવાન હતા. જેમણે 1952 માં હેલસિકી ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેના બાદ સુશીલ બિજીંગમાં કાંસ્ય અને લંડનમાં સિલ્વર મેડલ જીત્યો હતો. સુશીલ કુમાર ઓલિમ્પિકમાં બે વ્યક્તિગત સ્પર્ધાના મેડલ મેળવનાર એક માત્ર ભારતીય બન્યો હતો. હાલમાં પીવી સિંધુએ તેમની બરાબરી કરી છે.

6 / 6
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">