Paris Olympics 2024, Day 14, LIVE Updates : રેસલર અમન સેહરાવતે બ્રોન્ઝ મેડલ જીત્યો

Nirupa Duva
| Edited By: | Updated on: Aug 09, 2024 | 11:20 PM

India at Paris Olympics 2024, Day 14 :પેરિસ ઓલિમ્પિકના 13માં દિવસે નીરજ ચોપરાએ સિલ્વર મેડલ અને હોકી ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. હવે 14મા દિવસનો વારો છે. આ દિવસે ભારતીય ખેલાડીઓ કુલ 4 ઈવેન્ટમાં ભાગ લેવાના છે. આ સમયગાળા દરમિયાન ભારત પાસે કુસ્તીમાં બ્રોન્ઝ મેડલ જીતવાની તક રહેશે. આ ઓલિમ્પિકમાં કોઈ પણ ભારતીય ખેલાડી કુસ્તીમાં મેડલ જીતી શક્યો નથી. આવી સ્થિતિમાં અમન સેહરાવતને આ તક મળશે.

Paris Olympics 2024, Day 14, LIVE Updates : રેસલર અમન સેહરાવતે બ્રોન્ઝ મેડલ જીત્યો

પેરિસ ઓલિમ્પિકમાં રમતના 13 દિવસ વીતી ગયા છે અને ભારત કુલ 5 મેડલ સાથે ટેલીમાં 64મા નંબરે છે. નીરજ ચોપરા ભાલામાં ગોલ્ડ મેડલ જીતવામાં ચૂકી ગયો. જો કે, તેણે ભારત માટે સિલ્વર જીત્યો અને ટ્રેક એન્ડ ફિલ્ડમાં બે મેડલ જીતનાર પ્રથમ ભારતીય બન્યો. હોકી ટીમે ઐતિહાસિક બ્રોન્ઝ જીત્યો હતો. હવે 14મા દિવસનો વારો છે. આ દિવસે ભારતને વધુ એક મેડલ મળી શકે છે. અમન સેહરાવત કુસ્તીની ફાઇનલમાં જગ્યા બનાવવામાં નિષ્ફળ રહ્યો હતો. અમાનને સેમિફાઇનલમાં જાપાની રેસલરના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. આજે તે બ્રોન્ઝ મેડલ માટે સ્પર્ધા કરશે. આ ઉપરાંત ભારતીય ખેલાડીઓ વધુ 3 ઈવેન્ટમાં ભાગ લેશે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 09 Aug 2024 10:25 PM (IST)

    અમનનો પ્રતિસ્પર્ધી

    અમનના પ્રતિસ્પર્ધી ડેરિયન ક્રુઝે 3 વર્ષ સુધી અમેરિકા માટે કુસ્તી કરી અને તે પછી તે 2022માં પ્યુર્ટો રિકો શિફ્ટ થઈ ગયો.

  • 09 Aug 2024 10:06 PM (IST)

    10.45 કલાકે થશે મુકાબલો

    અમનની બ્રોન્ઝ મેડલ મેચ પ્યુઅર્ટો રિકોના ડેરિયન ટોઇ ક્રુઝ સામે રાત્રે 10.45 કલાકે થશે

  • 09 Aug 2024 09:41 PM (IST)

    ટેબલ ટેનિસમાં ચીને ગોલ્ડ જીત્યો

    ચીનની મેન્સ ટેબલ ટેનિસ ટીમે પેરિસ ઓલિમ્પિકનો ગોલ્ડ મેડલ જીત્યો છે. ચીને ફાઇનલમાં સ્વીડનને 3-0થી હરાવીને ગોલ્ડ જીત્યો હતો. આ રીતે, 2008 થી ઓલિમ્પિકમાં શરૂ થયેલી આ ઈવેન્ટમાં, ચીને દરેક વખતે ગોલ્ડ મેડલ જીત્યો છે. એટલે કે કુલ 5 ગોલ્ડ જીત્યા છે.

  • 09 Aug 2024 08:29 PM (IST)

    અમનની મેચ કેટલા વાગ્યે શરૂ થશે?

    અમન સેહરાવત આજે બ્રોન્ઝ મેડલ માટે દાવો રજૂ કરશે જ્યાં તે પ્યુર્ટો રિકોના ડેરિયન ક્રુઝ સાથે સ્પર્ધા કરશે. કુસ્તીની મેચો આજે રાત્રે 9.45 કલાકે શરૂ થશે. અમનની સ્પર્ધા આ યાદીમાં 7મા નંબરે છે. એટલે કે આ મેચ લગભગ સવારે 10.25 વાગ્યાથી શરૂ થશે.

  • 09 Aug 2024 07:23 PM (IST)

    વિનેશની અપીલ પર સુનાવણી શરૂ

    વિનેશ ફોગાટની અપીલ પર પેરિસમાં CASમાં સુનાવણી શરૂ થઈ ગઈ છે. આજે આ મામલે માત્ર સુનાવણી થશે અને કોઈ નિર્ણયની અપેક્ષા નથી. CAS એ આજે ​​જ એક પ્રેસ રિલીઝ જારી કરીને કહ્યું હતું કે ઓલિમ્પિક સમાપ્ત થાય તે પહેલા નિર્ણયની જાહેરાત કરવામાં આવશે.

  • 09 Aug 2024 06:53 PM (IST)

    શ્રીજેશને ખાસ જવાબદારી મળી

    પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય હોકી ટીમને બ્રોન્ઝ મેડલ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવનાર સ્ટાર ગોલકીપર પીઆર શ્રીજેશને હવે ખાસ જવાબદારી મળી છે. ઓલિમ્પિક ગેમ્સનો સમાપન સમારોહ 11મી ઓગસ્ટ રવિવારે યોજાશે અને પીઆર શ્રીજેશ ભારતીય ટીમના ધ્વજવાહક હશે. ભારતીય ઓલિમ્પિક સંઘે તેને આ જવાબદારી આપવાની જાહેરાત કરી છે. બ્રોન્ઝ મેડલ વિજેતા મનુ ભાકર પણ શ્રીજેશની સાથે હશે, જેના નામની જાહેરાત પહેલા જ કરવામાં આવી હતી.

  • 09 Aug 2024 06:23 PM (IST)

    Paris Olympics 2024 : અમનનો બ્રોન્ઝ મુકાબલો

    પેરિસ 2024 ઓલિમ્પિકમાં ભારતીય કુસ્તીબાજ અમન સેહરાવતનો બ્રોન્ઝ મેડલ મુકાબલો પ્યુર્ટો રિકોના ડેરિયન ક્રુઝ સામે રાત્રે 10:45 વાગ્યે થશે.

  • 09 Aug 2024 02:54 PM (IST)

    Paris Olympics 2024 : પુરુષ ટીમ રિલે રેસમાં પ્રથમ રાઉન્ડમાંથી બહાર

    મહિલા ટીમ 4*400 મીટર રિલે રેસમાં પ્રથમ રાઉન્ડમાંથી બહાર થઈ ગઈ છે.

  • 09 Aug 2024 02:38 PM (IST)

    Paris Olympics 2024 : અરશદ નદીમનો થયો ડોપ ટેસ્ટ

    પેરિસ ઓલિમ્પિકમાં જેવલિન થ્રો ઈવેન્ટમાં પાકિસ્તાનના એથ્લેટ અરશદ નદીમે ગોલ્ડ મેડલ જીતી ઈતિહાસ રચી દીધો છે.  અરશદ નદીમની આ જીત બાદ મોટા સમાચાર સામે આવ્યા છે, કે, તેનો સ્ટેડિયમમાં જ ડોપ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. પાકિસ્તાનની મીડિયા રિપોર્ટસની વાત માનીએ તો અરશદ નદીમ 2 થી 3 કલાક સુધી સ્ટેડિયમમાં રહ્યો હતો.

  • 09 Aug 2024 02:32 PM (IST)

    Paris Olympics 2024 : ભારતીય મહિલા ટીમ 4X400 મીટર રિલે ઈવેન્ટમાંથી બહાર થઈ

    ભારતીય મહિલા ટીમ 4X400 મીટર રિલે ઈવેન્ટની ફાઇનલમાં ક્વોલિફાય થવામાં ચૂકી ગઈ છે. મહિલાઓની 4X400 મીટર રિલે રાઉન્ડ 1માં, ભારતે વિથ્યા રામરાજ, જ્યોતિકા દાંડી, પૂવમ્મા રાજુ અને સુભા વેંકટેશનની પસંદગી કરી હતી. જ્યારે કિરણ પહલને બહાર રાખવામાં આવી હતી.

  • 09 Aug 2024 02:30 PM (IST)

    Paris Olympics 2024 : નીરજ ચોપરાનો આજે મેડલ સેરેમની

    નીરજ ચોપરાનો મેડલ સેરેમની રાત્રે 10:38 કલાકે થશે. નીરજે પેરિસમાં સિલ્વર મેડલ જીત્યો અને ઈતિહાસ રચ્યો કારણ કે તે બેક ટુ બેક વ્યક્તિગત ઈવેન્ટ્સમાં ગોલ્ડ અને સિલ્વર મેડલ જીતનાર ભારતનો પ્રથમ ખેલાડી છે. 8 ઓગસ્ટ, 2024ના રોજ, પેરિસ નીરજે 89.45 મીટર ભાલા ફેંકીને ભારત માટે સિલ્વર મેડલ જીત્યો હતો. જ્યારે પાકિસ્તાનના અરશદ નદીમે 92.97 મીટર ભાલા ફેંકીને ગોલ્ડ જીત્યો હતો. આ ઇવેન્ટનો બ્રોન્ઝ મેડલ ગ્રેનાડાના એન્ડરસન પીટર્સે 88.54 મીટર ભાલો ફેંકીને જીત્યો હતો.

  • 09 Aug 2024 02:12 PM (IST)

    Paris Olympics 2024 :ટૂંક સમયમાં રિલે રેસ શરુ થશે

    ભારતીય ખેલાડીઓ મહિલાઓની 4*400 મીટર રિલે રેસની ટીમ ઈવેન્ટમાં થોડી વારમાં રુ થશે. તે પ્રથમ બનવાની છે અને આ રેસ બપોરે 2.10 કલાકે શરૂ થશે.

  • 09 Aug 2024 01:55 PM (IST)

    Paris Olympics 2024 :પાકિસ્તાન મેડલ ટેલીમાં આગળ

    અરશદ નદીમના ગોલ્ડ મેડલની મદદથી પાકિસ્તાને મેડલ ટેલીમાં ભારતને પાછળ છોડી દીધું છે. ટેલીમાં પાકિસ્તાન 53માં નંબર પર છે જ્યારે ભારત 64માં નંબર પર છે.

  • 09 Aug 2024 01:45 PM (IST)

    Paris Olympics 2024 :વિનેશની સુનાવણી 2 વાગ્યે

    વિનેશ ફોગાટે પોતાની ગેરલાયકાત અંગે સ્પોર્ટ્સ કોર્ટ CASમાં અરજી કરી હતી. તેમના કેસની સુનાવણી બપોરે 1 વાગ્યે થવાની હતી. હવે તે મુલતવી રાખવામાં આવ્યું છે. CAS હવે 2 વાગ્યાથી વિનેશના કેસની સુનાવણી કરશે.

  • 09 Aug 2024 01:38 PM (IST)

    Paris Olympics 2024 :અદિતિ અશોક અને દીક્ષા ડાગર ગોલ્ફ ઈવેન્ટ શરુ

    9 ઓગસ્ટના રોજ, ભારત 3 રમતોમાં ભાગ લેશે, જેમાં એથ્લેટિક્સની બે ઇવેન્ટ અને કુસ્તી અને ગોલ્ફની 1 ઇવેન્ટનો સમાવેશ થાય છે. બપોરે 12.30 વાગ્યે પ્રથમ ગોલ્ફ શરૂ થઈ ચૂકી છે. ભારત તરફથી અદિતિ અશોક અને દીક્ષા ડાગર ત્રીજા રાઉન્ડમાં ભાગ લેશે. પ્રથમ બે રાઉન્ડ બાદ બંને ભારતીય ગોલ્ફરો સંયુક્ત 14મા સ્થાને છે.

  • 09 Aug 2024 08:57 AM (IST)

    Paris Olympics 2024 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નીરજ ચોપરાને શુભકામના પાઠવી

  • 09 Aug 2024 08:25 AM (IST)

    Paris Olympics 2024 : જુઓ આજનું શેડ્યુલ

  • 09 Aug 2024 08:22 AM (IST)

    Paris Olympics 2024 Day 14 :પેરિસ ઓલિમ્પિકમાં આજે ભારતનો મુકાબલો

    બપોરે 12.30- અદિતિ અશોક, દીક્ષા ડાગર, ગોલ્ફ (ત્રીજો રાઉન્ડ)

    બપોરે 2.10- મહિલા ટીમ, એથ્લેટિક્સ, 4*400 રિલે રેસ (પ્રથમ રાઉન્ડ)

    બપોરે 2.35 – પુરુષોની ટીમ, એથ્લેટિક્સ, 4*400 રિલે રેસ (પ્રથમ રાઉન્ડ)

    રાત્રે 9.45 – અમન સેહરાવત, પુરુષોની કુસ્તી, 57 કિગ્રા ફ્રી સ્ટાઇલ

  • 09 Aug 2024 07:52 AM (IST)

    India at Paris Olympics 2024, Day 14 :ભારત કુલ 5 મેડલ સાથે ટેલીમાં 64મા નંબરે

    પેરિસ ઓલિમ્પિકમાં રમતના 13 દિવસ વીતી ગયા છે અને ભારત કુલ 5 મેડલ સાથે ટેલીમાં 64મા નંબરે છે. નીરજ ચોપરા ભાલામાં ગોલ્ડ મેડલ જીતવામાં ચૂકી ગયો. જો કે, તેણે ભારત માટે સિલ્વર જીત્યો અને ટ્રેક એન્ડ ફિલ્ડમાં બે મેડલ જીતનાર પ્રથમ ભારતીય બન્યો. હોકી ટીમે ઐતિહાસિક બ્રોન્ઝ જીત્યો હતો.

Published On - Aug 09,2024 7:49 AM

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">