શું ધોની સિઝનની શરૂઆત પહેલા ટીમની આ મોટી સમસ્યાનો સામનો કરી શકશે?

ચેન્નાઈ સુપર કિંગ્સે ગત સિઝનમાં પાંચમી વખત IPLનો ખિતાબ જીત્યો હતો અને આ જીતમાં સ્ટાર રહેલા તેના બે ખેલાડીઓ આ વખતે ટુર્નામેન્ટની શરૂઆતની મેચોમાં ઉપલબ્ધ રહેશે નહીં. બંને ખેલાડીઓ તાજેતરની T20 શ્રેણી દરમિયાન ઈજાગ્રસ્ત થયા હતા અને તેમની વાપસીમાં થોડા અઠવાડિયા લાગી શકે છે. એવામાં શું ધોની ગત સિઝનના ચેમ્પિયન ખેલાડીઓની ગેરહાજરીમાં નવા પ્લેયરને મેચ વિનર ખેલાડી તરીકે તૈયાર કરી શકશે? આ મોટો પડકાર છે.

શું ધોની સિઝનની શરૂઆત પહેલા ટીમની આ મોટી સમસ્યાનો સામનો કરી શકશે?
MS Dhoni
Follow Us:
| Updated on: Mar 16, 2024 | 6:03 PM

જ્યારે પાંચ વખતની ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ IPL 2024માં પોતાના ટાઈટલનો બચાવ કરશે ત્યારે તમામની નજર કેપ્ટન ધોની પર રહેશે. તે ટીમનો સૌથી મોટો સ્ટાર છે એટલે નહીં, આ વખતે કારણથોડું અલગ છે કારણ કે ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા જ ધોની અને તેની ટીમ મેનેજમેન્ટને કેટલાક મહત્વના ખેલાડીઓની જગ્યા ભરવાનો પડકાર છે. આ એવા ખેલાડીઓ છે જેમણે ગત સિઝનમાં ચેન્નાઈને ચેમ્પિયન બનાવવામાં મોટી ભૂમિકા ભજવી હતી. શ્રીલંકાના યુવા ફાસ્ટ બોલર મતિષા પતિરાનાનું આ લિસ્ટમાં એક નવું નામ ઉમેરાયું છે, જેનું પ્રથમ તબક્કામાં રમવું લગભગ અશક્ય દેખાઈ રહ્યું છે.

પતિરાના ઈજાના કારણે થયો બહાર

બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચેની T20 શ્રેણી દરમિયાન 21 વર્ષીય જમણા હાથના ફાસ્ટ બોલર પતિરાનાને ઈજા થઈ હતી. પતિરાનાને હેમસ્ટ્રિંગમાં ઈજા થઈ હતી, જેના કારણે તે શ્રેણીમાંથી અધવચ્ચે જ બહાર થઈ ગયો હતો અને ODI શ્રેણીમાં ભાગ લઈ શક્યો ન હતો. એક અહેવાલમાં શ્રીલંકા ક્રિકેટ બોર્ડ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ ઈજાના કારણે પતિરાના ઓછામાં ઓછા 4-5 અઠવાડિયા સુધી ક્રિકેટ એક્શનથી દૂર રહેશે.

પતિરાનાના સ્થાને અન્યને તૈયાર કરવાનો પડકાર

પતિરાનાને 6 માર્ચે રમાયેલી બીજી T20 મેચ દરમિયાન આ ઈજા થઈ હતી અને આવી સ્થિતિમાં જો ઓછામાં ઓછા 4-5 અઠવાડિયાની ગણતરી કરવામાં આવે તો તે IPLના પ્રથમ તબક્કામાં ભાગ લઈ શકશે નહીં. ટૂર્નામેન્ટનો પ્રથમ તબક્કો 22 માર્ચથી ચેન્નાઈમાં શરૂ થશે, જેમાં CSKનો મુકાબલો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સાથે થશે. આ પછી, આ તબક્કાની છેલ્લી મેચ 7મી એપ્રિલે રમાશે. આવી સ્થિતિમાં પતિરાના માટે આ મેચોમાં રમવું લગભગ મુશ્કેલ છે.

Sprouts Benefits: નાસ્તામાં ફણગાવેલા મગ ખાવાથી થતા ફાયદા વિશે જાણો છો તમે ? અનેક રોગોમાં રામબાણ ઈલાજ
આજનું રાશિફળ તારીખ : 09-01-2025
રિષભ પંતની ગર્લફ્રેન્ડ ઈશા નેગીએ બનાવ્યા 'એબ્સ'
દેશનું અનોખું રેલવે સ્ટેશન, જે અડધુ ગુજરાતમાં અને અડધુ મહારાષ્ટ્રમાં
ગુજરાતમાં છે અનોખુ બે અક્ષરવાળું રેલવે સ્ટેશન, જાણો નામ ?
High Blood Sugar : 400 સુગર લેવલ ઝડપથી કંટ્રોલ કરશે મખાના, જાણો ખાવાની રીત

ડેથ ઓવરોમાં કોણ કરશે બોલિંગ?

ચેન્નાઈને આ સમયગાળા દરમિયાન 4 મેચ રમવાની છે અને આવી સ્થિતિમાં ધોનીએ આ 4 મેચોમાં તેની ટીમના નેતૃત્વના અભાવને દૂર કરવો પડશે. શ્રીલંકાના ફાસ્ટ બોલરે ગયા વર્ષે જ IPLમાં ડેબ્યૂ કર્યું હતું અને ખાસ કરીને ડેથ ઓવરોમાં તેની ‘સ્લિંગિંગ એક્શન’ વડે ટીમને સંભાળવામાં મોટી ભૂમિકા ભજવી હતી. આવી સ્થિતિમાં ચેન્નાઈ અને ધોની સામે છેલ્લી ઓવરોની મુશ્કેલીનો સામનો કરવો સૌથી મોટો પડકાર હશે.

ડેવોન કોનવેની ખોટ પડશે

માત્ર પતિરાના જ નહીં, ચેન્નાઈ ડેવોન કોનવેને પણ મિસ કરશે. ન્યુઝીલેન્ડના આ સ્ટાર ઓપનરને ઓસ્ટ્રેલિયા સામેની T20 સિરીઝ દરમિયાન અંગૂઠામાં ઈજા થઈ હતી. પતિરાનાની જેમ કોનવે પણ છેલ્લી સિઝનમાં ટીમની જીતનો સ્ટાર હતો. તેણે ટીમને મજબૂત શરૂઆત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આવી સ્થિતિમાં કોને તેમની જગ્યા ભરવાની તક આપવી તે નક્કી કરવું સરળ રહેશે નહીં. CSK પાસે આ ભૂમિકા માટે અજિંક્ય રહાણે અને ન્યુઝીલેન્ડના નવા ખેલાડી રચિન રવિન્દ્રનો વિકલ્પ છે.

આ પણ વાંચો : મુંબઈ ઈન્ડિયન્સને 5 રને હરાવી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પ્રથમ વખત WPL ફાઈનલમાં

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">