AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPLમાં સૌથી વધુ ઓરેન્જ કેપ કયા ખેલાડીએ જીતી? વિરાટ અને રોહિતના નામે કેટલી ઓરેન્જ કેપ ?

દુનિયાની સૌથી મોટી ક્રિકેટ લીગ, IPLમાં દર વર્ષે નવા રેકોર્ડ્સ બને છે અને તૂટતા હોય છે. એક સીઝનમાં સૌથી વધારે રન બનાવનારા બૅટ્સમેનને ઓરેન્જ કેપ મળે છે, પરંતુ આ ઓરેન્જ કેપ સૌથી વધુ વાર જીતનાર ખેલાડી કોઈ ભારતીય નથી.

IPLમાં સૌથી વધુ ઓરેન્જ કેપ કયા ખેલાડીએ જીતી? વિરાટ અને રોહિતના નામે કેટલી ઓરેન્જ કેપ ?
Image Credit source: Google Gemini (AI Generated)
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 24, 2026 | 1:42 PM
Share

એક સીઝનમાં સૌથી વધારે રન બનાવવાનો રેકોર્ડ વિરાટ કોહલીના નામે છે, વિરાટે 2016 માં 973 રન બનાવ્યા હતા. અહીં જાણી લો અત્યાર સુધી સૌથી વધુ વાર ઓરેન્જ કેપ જીતનાર ખેલાડી કોણ છે, તેમજ વિરાટ કોહલી અને રોહિત શર્માએ કેટલી વાર આ સિદ્ધિ મેળવી છે?

કોના નામે સૌથી વધુ ઓરેન્જ કેપ ?

IPLના ઇતિહાસમાં સૌથી વધારે વાર ઓરેન્જ કેપ જીતવાનો રેકોર્ડ ડેવિડ વોર્નર પાસે છે. ડેવિડ વોર્નર ત્રણ વાર ઓરેન્જ કેપ જીતી ચૂક્યો છે. વોર્નરે 2015, 2017 અને 2019 માં ઓરેન્જ કેપ જીતી હતી. વોર્નરે ત્રણેય વાર સનરાઇઝર્સ હૈદરાબાદ માટે આ પરાક્રમ કર્યું છે. વોર્નર ત્રણ વાર ઓરેન્જ કેપ જીતનાર દુનિયાનો પહેલો ખેલાડી છે.

1. 2015 – ડેવિડ વોર્નર – 562 રન

2. 2017 – ડેવિડ વોર્નર – 641 રન

3. 2019 – ડેવિડ વોર્નર – 692 રન

વિરાટ-રોહિતે કેટલી વાર જીતી ઓરેન્જ કેપ?

IPLમાં વિરાટ કોહલીએ 2 વાર ઓરેન્જ કેપ જીતી છે. વિરાટે 2016માં 973 રન બનાવીને ઓરેન્જ કેપ જીતી હતી, જે આજે પણ એક સીઝનમાં સૌથી વધારે રન છે. તેના પછી 2024 માં કોહલીએ ફરી એકવાર સીઝનમાં સૌથી વધારે રન બનાવનાર બૅટ્સમેન બન્યો. તેણે બંને વાર RCB માટે રમતા આ ઓરેન્જ કેપ જીતી છે.

રોહિત શર્માએ પોતાના IPL કેરિયરમાં એક પણ વાર ઓરેન્જ કેપ જીતી નથી. રોહિત દ્વારા બનાવવામાં આવેલા સૌથી વધારે રન 538 છે, જે 2013 ના સિઝમાં બનાવ્યા હતા. રોહિત તેના IPL કેરિયરમાં અત્યાર સુધી 272 મેચમાં 7046 રન બનાવ્યા છે. તે સૌથી વધુ રન બનાવવાના મામલે માત્ર વિરાટ કોહલીથી પાછળ છે, જેમના નામે 8661 રન છે.

બીજી તરફ જોઈએ તો IPLમાં ઘણા એવા ભારતીય ખેલાડીઓ છે જેમણે ઓરેન્જ કેપ જીતી છે. ઓરેન્જ કેપ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી સચિન તેંડુલકર હતા. તેમણે 2010 માં મુંબઈ માટે રમતા 618 રન બનાવ્યા હતા. 4 વર્ષ બાદ રોબિન ઉથપ્પાએ કોલકાતા નાઇટ રાઇડર્સ માટે રમતા 2014 માં 660 રન બનાવીને ઓરેન્જ કેપ જીતી હતી.

ઓરેન્જ કેપ જીતનાર ભારતીય ખેલાડીઓની વાત કરીએ તો IPLના 18 સીઝનમાં માત્ર 7 ખેલાડીઓએ જ જીતી છે. આ લિસ્ટમાં વિરાટ કોહલીએ 2 વાર ઓરેન્જ કેપ જીતી છે. IPLના છેલ્લા 5 વર્ષમાં ચાર ભારતીય ખેલાડીઓએ ઓરેન્જ કેપ જીતી છે જેમાં વિરાટ કોહલીએ બીજી વાર તો ઋતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ અને સાઈ સુદર્શને પહેલી વાર જીતી છે.

Breaking News : IPL 2026 પહેલા Rinku Singhની સરકારી નોકરી પાક્કી, જાણો કેટલો પગાર મળશે ?

Follow Us
8 કિમી દૂર બુથ ખસેડીને અધિકારીઓએ શું સાબિત કર્યું?
8 કિમી દૂર બુથ ખસેડીને અધિકારીઓએ શું સાબિત કર્યું?
પત્રિકા સાથે ચવાણું ઘર-ઘર સુધી પહોંચાડ્યું, મતદારોને રીઝવવાનો પ્રયાસ
પત્રિકા સાથે ચવાણું ઘર-ઘર સુધી પહોંચાડ્યું, મતદારોને રીઝવવાનો પ્રયાસ
જુનાગઢ: ઝાંઝરડા ગામના ખેડૂતો ટીપી સ્કીમ-5 સામે આકરા પાણીએ
જુનાગઢ: ઝાંઝરડા ગામના ખેડૂતો ટીપી સ્કીમ-5 સામે આકરા પાણીએ
સુરતના સરોલીમાં વિધર્મી હેવાને 3 વર્ષની હસતી રમતી બાળકીને પીંખી નાખી
સુરતના સરોલીમાં વિધર્મી હેવાને 3 વર્ષની હસતી રમતી બાળકીને પીંખી નાખી
પારકે પૈસે નાસ્તો ભોજન કરાવનાર પૂર્વ સાંસદ પાસે રૂપિયા માંગતા આપી ધમકી
પારકે પૈસે નાસ્તો ભોજન કરાવનાર પૂર્વ સાંસદ પાસે રૂપિયા માંગતા આપી ધમકી
ગીરસોમનાથમાં AAPના કાર્યકર કુવામાં ખાબક્યા, વીડિયો થયો વાયરલ
ગીરસોમનાથમાં AAPના કાર્યકર કુવામાં ખાબક્યા, વીડિયો થયો વાયરલ
કોંગ્રેસ નેતાએ સભામાં કમળનું બટન દબાવવા કરી અપીલ
કોંગ્રેસ નેતાએ સભામાં કમળનું બટન દબાવવા કરી અપીલ
Breaking News: વડોદરામાં હવે આળસુ અધિકારીઓ પર તવાઈ
Breaking News: વડોદરામાં હવે આળસુ અધિકારીઓ પર તવાઈ
ગુજરાતમાં 4 દિવસથી હીટસ્ટ્રોકના કેસોમાં ધરખમ વધારો
ગુજરાતમાં 4 દિવસથી હીટસ્ટ્રોકના કેસોમાં ધરખમ વધારો
આજથી આ 3 રાશિના જાતકોન કિસ્મત ખુલવાની ઘડી!માલામાલ કરશે મંગળ-બુધની યુતિ
આજથી આ 3 રાશિના જાતકોન કિસ્મત ખુલવાની ઘડી!માલામાલ કરશે મંગળ-બુધની યુતિ
g clip-path="url(#clip0_868_265)">