Viral: ભારતીય ચાહકોએ માર્શના જન્મદિવસને બનાવ્યો ખાસ, આ Video દિલ જીતી લેશે
ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા 50 ઓવર રમ્યા બાદ નવ વિકેટ ગુમાવીને 367 રન બનાવ્યા હતા. આમાં મિચેલ માર્શે 121 રનનું યોગદાન આપ્યું હતું. આ સાથે માર્શ પોતાના જન્મદિવસ પર ODI વર્લ્ડ કપમાં સદી ફટકારનાર બીજો બેટ્સમેન બન્યો હતો. બેટિંગ બાદ જ્યારે તે ફિલ્ડિંગ માટે મેદાનમાં આવ્યો ત્યારે બેંગલુરુના દર્શકોએ તેને ચીયર કરી જન્મદિવસ અને સદીની યાદગાર શુભેચ્છા પાઠવી હતી.
વર્લ્ડ કપ 2023 (World Cup 2023) માં ઓસ્ટ્રેલિયાની શરૂઆત સારી રહી ન હતી. પહેલી બે મેચમાં હાર બાદ લડાયક કમબેક કરતાં ઓસ્ટ્રેલિયા (Australia) એ ત્રીજી અને ચોથી મેચમાં જીત મેળવી હતી. બેંગલુરુમાં પાકિસ્તાન સામેની વર્લ્ડ કપ મેચ ઓસ્ટ્રેલિયાના બર્થ ડે બોય મિચેલ માર્શ (Mitchell Marsh) માટે ખાસ રહી હતી.
જન્મદિવસે વર્લ્ડ કપમાં સદી ફટકારી
પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ 50 ઓવર રમીને નવ વિકેટ ગુમાવીને 367 રન બનાવ્યા હતા. ડેવિડ વોર્નરે 163 જ્યારે મિચેલ માર્શે 121 રનનું યોગદાન આપ્યું હતું. આ સાથે મિચેલ માર્શ પોતાના જન્મદિવસ પર ODI વર્લ્ડ કપમાં સદી ફટકારનાર વિશ્વનો માત્ર બીજો બેટ્સમેન બન્યો હતો.
Chinnaswamy crowds wishing Mitchell Marsh for a very happy birthday.
– This is so beautiful…!!! pic.twitter.com/rdGpCQeBlf
— CricketMAN2 (@ImTanujSingh) October 20, 2023
ચાહકોએ શુભેચ્છા પાઠવી
જ્યારે માર્શ બેટિંગમાં તોફાન સર્જીને મેદાનમાં આવ્યો ત્યારે ચાહકો તેને જન્મદિવસની શુભેચ્છા આપવાનું ચૂક્યા નહોતા. જ્યારે તે બાઉન્ડ્રી પર ફિલ્ડિંગ કરી રહ્યો હતો ત્યારે દર્શકોએ તેને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. તેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં દર્શકો માર્શ માટે હેપ્પી બર્થ ડે ગીત ગાઈ રહ્યા છે. આ જોઈ માર્શ ચાહકોનો આભાર માને છે.
પિતા બાદ પુત્રએ વર્લ્ડ કપમાં સદી ફટકારી
મેચ જીત્યા બાદ માર્શને તેના જન્મદિવસના અવસર પર તેની ટીમ દ્વારા એક સરસ ભેટ આપવામાં આવી હતી. માર્શના પિતા જ્યોફ માર્શે પણ 1987માં રમાયેલા વર્લ્ડ કપમાં સદી ફટકારી હતી અને હવે મિશેલે તે સદી ફટકારી છે. આ સાથે તેઓ ODI વર્લ્ડ કપમાં સદી ફટકારનાર પ્રથમ પિતા-પુત્રીની જોડી બની ગઈ છે.
Mitchell Marsh celebrates his birthday with a scintillating ton @mastercardindia Milestones #CWC23 | #AUSvPAK pic.twitter.com/o4bxCLbpA3
— ICC (@ICC) October 20, 2023
આ પણ વાંચો : Pakistan : પાકિસ્તાન છેલ્લા પાટલે, જે જોઈતું હતું તે મળ્યું છતાં હાર્યું, જુઓ Video
માર્શ-વોર્નર વચ્ચે રેકોર્ડ ભાગીદારી
આ મેચમાં ઓસ્ટ્રેલિયા તરફથી માર્શ સિવાય ડેવિડ વોર્નરે 163 રનની ઈનિંગ રમી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે 259 રનની ભાગીદારી કરી હતી, જે ઓસ્ટ્રેલિયા માટે વર્લ્ડ કપમાં પ્રથમ વિકેટ માટે સૌથી મોટી ભાગીદારી છે. લોઅર ઓર્ડર અને મિડલ ઓર્ડર આ બંનેએ આપેલી શરૂઆતનો ફાયદો ઉઠાવી શક્યા ન હતા. એક સમયે ઓસ્ટ્રેલિયા માટે 400નો સ્કોર આસાન લાગતો હતો પરંતુ તેમ થઈ શક્યું નહીં.