કમબેક મેચમાં વિરાટ કોહલીએ કરી બાલિશ ભૂલ, ટીમને થયું મોટું નુકસાન

ઈન્દોરમાં રમાયેલી ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની બીજી મેચમાં વિરાટ કોહલીએ એવી ભૂલ કરી હતી જેની તેની પાસેથી અપેક્ષા નહોતી. કોહલી આ મેચથી T20 ઈન્ટરનેશનલમાં વાપસી કરી રહ્યો છે અને કમબેક મેચમાં કોહલીએ કેચ છોડ્યો હતો. વિરાટ ખૂબ જ સારો ફિલ્ડર છે અને ક્યારેક જ ભૂલથી તેનાથી કેચ છૂટે છે. આ વખતે આ જ ભૂલ થઈ ગઈ.

કમબેક મેચમાં વિરાટ કોહલીએ કરી બાલિશ ભૂલ, ટીમને થયું મોટું નુકસાન
Virat Kohli
Follow Us:
| Updated on: Jan 15, 2024 | 11:56 AM

વિરાટ કોહલી તેની દમદાર બેટિંગની સાથે તેની ફિટનેસ અને શાનદાર ફિલ્ડિંગ માટે પણ જાણીતો છે. વિરાટ કોહલીની ફિટનેસ ઘણા યુવા ખેલાડીઓ માટે પ્રેરણારૂપ છે. પોતાની ફિટનેસના કારણે કોહલી ઘણા રન બનાવે છે અને મેદાન પર શાનદાર ફિલ્ડિંગ કરી અનેક રન રોકે પણ છે. પરંતુ અફઘાનિસ્તાન સામે રમાઈ રહેલી બીજી T20 મેચમાં વિરાટ કોહલીએ કંઈક એવું કર્યું જેની તેની પાસેથી અપેક્ષા નહોતી.

કોહલીએ એક ભૂલ કરી

ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે આ બીજી T20 મેચ રમાઈ રહી છે જેમાં કોહલીએ એક ભૂલ કરી હતી. આ મેચમાં માત્ર કોહલી જ નહીં ટીમના વિકેટકીપર જીતેશ શર્માએ પણ તે જ ભૂલનું પુનરાવર્તન કર્યું હતું. આ ભૂલ હતી કેચ છોડવાની. જેનાથી વિરોધી ટીમને ચોક્કસથી ફાયદો થયો, છતાં તેઓ ટીમ ઈન્ડિયાને હરાવી ન શક્યા.

યામી ગૌતમે તેના દીકરાનું રાખ્યુ સંસ્કૃત નામ, જાણો 'વેદાવિદ'નો અર્થ
Fruits Wrapped In Paper: ફળોને કાગળમાં લપેટીને કેમ રાખવામાં આવે છે? જાણો સાચું કારણ
Jioનો જબરદસ્ત પ્લાન ! મળી રહી 98 દિવસની વેલિડિટી, કિંમત માત્ર આટલી
7 કરોડની લક્ઝરી વેનિટી વેનમાં તૈયાર થાય છે અલ્લુ અર્જુન, જુઓ ફોટો
Health Tips : બ્રોકલી ખાવાના છે અઢળક ફાયદા, જાણો
આજનું રાશિફળ તારીખ : 10-01-2025

વિરાટ કેચ ચૂકી ગયો

અફઘાનિસ્તાનની ઈનિંગની નવમી ઓવર ચાલી રહી હતી. શિવમ દુબે બોલિંગ કરી રહ્યો હતો. ગુલબદ્દીન નાયબ દુબેની સામે હતા. ગુલબદીને દુબે દ્વારા આગળ ફેંકવામાં આવેલા બોલને લોંગ ઓન પર ફટકાર્યો હતો. કોહલી કેચ લેવા આગળ દોડ્યો. જોકે બોલ તેની આગળ હતો. કોહલીએ આગળ ડાઈવ મારી. કોહલીના હાથમાં બોલ આવ્યો પરંતુ તે બોલને પકડી શક્યો નહીં અને કેચ છોડ્યો.

જીતેશ શર્માએ છોડ્યો કેચ

જીતેશ શર્માએ પણ 13મી ઓવરના છેલ્લા બોલ પર કેચ છોડ્યો હતો. વોશિંગ્ટન સુંદર આ ઓવરમાં બોલિંગ કરી રહ્યો હતો. મોહમ્મદ નબી ક્રિઝ પર સામે હતો. નબીએ શોટ રમ્યો પરંતુ બોલ તેના બેટની કિનારી લઈને જીતેશના ગ્લોવ્સમાં ગયો પરંતુ જીતેશ તેને પકડી શક્યો નહીં.

ફિલ્ડિંગના મામલામાં કોહલીની વાપસી સારી ન રહી

14 મહિના બાદ T20 ઈન્ટરનેશનલ મેચ રમી રહ્યો છે. પરંતુ ફિલ્ડિંગના મામલામાં તેની વાપસી સારી રહી ન હતી. કોહલી જે પ્રકારનો ફિલ્ડર છે, તેની પાસેથી કેચ છોડવાની અપેક્ષા નથી. જોકે આ કેચ મુશ્કેલ હતો, પરંતુ બોલ કોહલીના હાથમાં આવી ગયો હતો અને તેથી તેણે કેચ લેવો જોઈતો હતો. જ્યારે જીતેશે ગ્લોવ્ઝ હોવા છતાં કેચ છોડ્યો હતો. આ મેચમાં અફઘાનિસ્તાને 20 ઓવરમાં તેની તમામ વિકેટ ગુમાવીને 172 રન બનાવ્યા હતા. ભારત સામે T20માં અફઘાનિસ્તાનનો આ સૌથી મોટો સ્કોર છે.

આ પણ વાંચો : નવીન ઉલ હકે શુભમન ગિલની ભૂલનું કર્યું પુનરાવર્તન, સાથી ખેલાડીઓને કરાવ્યા રન આઉટ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

કુબેરનગર પોલીસ ચોકી નજીક શખ્સે તોફાન મચાવ્યું
કુબેરનગર પોલીસ ચોકી નજીક શખ્સે તોફાન મચાવ્યું
અદાણી ગ્રુપ ઇસ્કોન સાથે મળીને ‘કુંભ’માં મહાપ્રસાદ સેવા શરૂ કરશે
અદાણી ગ્રુપ ઇસ્કોન સાથે મળીને ‘કુંભ’માં મહાપ્રસાદ સેવા શરૂ કરશે
વડોદરા ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા, ત્રિચી ગેંગના 12 સભ્યોની ધરપકડ
વડોદરા ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા, ત્રિચી ગેંગના 12 સભ્યોની ધરપકડ
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનના સંકેત મળી શકે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનના સંકેત મળી શકે
ઉત્તરાયણ નજીક આવતા જ અંબાલાલ પટેલે હવામાનને લઈ કરી મોટી આગાહી
ઉત્તરાયણ નજીક આવતા જ અંબાલાલ પટેલે હવામાનને લઈ કરી મોટી આગાહી
ઉત્તરાયણમાં 108 માટે ઈમરજન્સી કેસમાં 30 ટકા વધારો થવાની સંભાવના
ઉત્તરાયણમાં 108 માટે ઈમરજન્સી કેસમાં 30 ટકા વધારો થવાની સંભાવના
કાજલ મહેરિયાએ મને માતાજી વિશે અને સમાજ વિશે અપશબ્દો કહ્યા- સાગર પટેલ
કાજલ મહેરિયાએ મને માતાજી વિશે અને સમાજ વિશે અપશબ્દો કહ્યા- સાગર પટેલ
અંબાજી મંદિર વિવાદમાં ગીરીશ કોટેચાએ મહેશગીરીને ફેંક્યો ખુલ્લો પડકાર
અંબાજી મંદિર વિવાદમાં ગીરીશ કોટેચાએ મહેશગીરીને ફેંક્યો ખુલ્લો પડકાર
એરલાઇનની ભૂલના કારણે તમારો સામાન ખોવાઈ જાય તો કેવી રીતે મેળવશો વળતર ?
એરલાઇનની ભૂલના કારણે તમારો સામાન ખોવાઈ જાય તો કેવી રીતે મેળવશો વળતર ?
ખેડૂતોની વ્હારે આવ્યા કાંધલ જાડેજા, લંબાવ્યો મદદનો હાથ- Video
ખેડૂતોની વ્હારે આવ્યા કાંધલ જાડેજા, લંબાવ્યો મદદનો હાથ- Video
g clip-path="url(#clip0_868_265)">