‘રોહિત બ્રિગેડ’ T20 વર્લ્ડ કપ જીતવા માટે નીકળી પરંતુ આ ખેલાડીઓ ટીમ સાથે જોવા ન મળ્યા

26મી મેના રોજ યોજાનારી IPL 2024ની ફાઈનલને કારણે પહેલાથી જ નક્કી કરવામાં આવ્યું હતું કે ભારતીય ટીમ T20 વર્લ્ડ કપ 2024 માટે બે અલગ-અલગ ભાગોમાં રવાના થશે. મોટાભાગના ખેલાડીઓ પ્રથમ બેચમાં જ ન્યૂયોર્ક માટે રવાના થઈ ગયા છે, જ્યારે કેટલાક પસંદ કરેલા ખેલાડીઓ સાથેની બીજી બેચ 27 મેના રોજ ન્યૂયોર્ક માટે રવાના થશે.

'રોહિત બ્રિગેડ' T20 વર્લ્ડ કપ જીતવા માટે નીકળી પરંતુ આ ખેલાડીઓ ટીમ સાથે જોવા ન મળ્યા
Team India
Follow Us:
| Updated on: May 25, 2024 | 10:54 PM

શું ICC ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાની રાહ 11 વર્ષ પછી ખતમ થશે? શું ટીમ ઈન્ડિયા 2007 પછી ફરી T20 વર્લ્ડ કપ જીતી શકશે? આ બધાનો જવાબ આગામી કેટલાક અઠવાડિયામાં મળી જશે, જ્યારે ટીમ ઈન્ડિયા અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં પોતાનો દાવો રજૂ કરશે. ટીમ ઈન્ડિયાની પ્રથમ બેચ આખરે 2 જૂનથી શરૂ થઈ રહેલા T20 વર્લ્ડ કપ 2024 માટે અમેરિકા જવા રવાના થઈ ગઈ છે. ટીમ ઈન્ડિયાના મોટાભાગના ખેલાડીઓ અને કોચિંગ સ્ટાફ તેમાં જોવા મળ્યા હતા પરંતુ સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી ટીમ સાથે ક્યાંય જોવા મળ્યો ન હતો.

2 બેચમાં અમેરિકા રવાના થશે ખેલાડીઓ

T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત 30 એપ્રિલે જ કરવામાં આવી હતી. પસંદગીકારોએ 15 ખેલાડીઓની ટીમ ઉપરાંત 3 રિઝર્વ ખેલાડીઓની પણ પસંદગી કરી હતી. 26 મેના રોજ યોજાનારી IPL 2024ની ફાઈનલને કારણે, ત્યારે નિર્ણય લેવામાં આવ્યો હતો કે ટીમ ઈન્ડિયાના તમામ ખેલાડીઓ સાથે નહીં જાય અને ખેલાડીઓ 2 અલગ-અલગ બેચમાં અમેરિકા જવા રવાના થશે.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

રોહિત સહિત આ ખેલાડીઓ રવાના થયા

IPL ફાઈનલના એક દિવસ પહેલા એટલે કે 25મી મેના શનિવારે રાત્રે કેપ્ટન રોહિત શર્મા સહિત પ્રથમ બેચ મુંબઈથી રવાના થઈ હતી. ન્યૂઝ એજન્સી PTIએ સોશિયલ મીડિયા પર ટીમ ઈન્ડિયાના એરપોર્ટ પર આગમનની તસવીરો પોસ્ટ કરી હતી, જેમાં રોહિત સિવાય કોચ રાહુલ દ્રવિડ, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, રવીન્દ્ર જાડેજા જોવા મળ્યા હતા. આ તમામ ખેલાડીઓ 19 મેના રોજ IPL લીગ મેચોના છેલ્લા રાઉન્ડની સાથે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા હતા.

કોહલી ટીમ સાથે ન જોવા મળ્યો

જો કે, એવા સમાચાર હતા કે વિરાટ કોહલી પણ પ્રથમ બેચ સાથે અમેરિકા રવાના થયો હતો, પરંતુ તે એરપોર્ટ પર ટીમ ઈન્ડિયાની બસમાંથી નીકળતો જોવા મળ્યો ન હતો. કોહલીની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 22 મેના રોજ એલિમિનેટર મેચમાં હાર સાથે બહાર થઈ ગઈ હતી. આવી સ્થિતિમાં, તેના પણ પ્રથમ બેચમાં જવાની અપેક્ષાઓ હતી. જો કે, આગામી બેચને IPL ફાઈનલના 2 દિવસ બાદ જવાનું છે અને આવી સ્થિતિમાં કોહલી તેની સાથે જઈ શકે છે.

આ ખેલાડીઓ બીજી બેચમાં જશે

માત્ર કોહલી જ નહીં હાર્દિક પંડ્યા પણ ટીમ સાથે જોવા મળ્યો ન હતો. અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે હાર્દિક હાલમાં લંડનમાં રજાઓ માણી રહ્યો છે અને ત્યાંથી સીધો ન્યૂયોર્ક પહોંચશે. આ સિવાય સંજુ સેમસન, યુઝવેન્દ્ર ચહલ, યશસ્વી જયસ્વાલ અને અવેશ ખાન પણ બીજી બેચમાં જશે. આ ચાર ખેલાડીઓ રાજસ્થાન રોયલ્સનો ભાગ છે, જે શુક્રવારે 24 મેના રોજ બીજા ક્વોલિફાયરમાં હાર્યા બાદ બહાર થઈ ગયા હતા. આવી સ્થિતિમાં તેમને 2-3 દિવસનો બ્રેક મળવાની ખાતરી છે.

રિંકુ સિંહ IPL ફાઈનલમાં રમશે

આ એક યોગાનુયોગ છે કે ફાઈનલમાં પહોંચેલા કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદમાંથી KKRના રિંકુ સિંહ સિવાય કોઈ પણ ભારતીય ખેલાડી આ વર્લ્ડ કપનો ભાગ નથી. રિંકુનો પણ એકસ્ટ્રા પ્લેયરમાં સમાવેશ કરાયો છે. ટીમ ઈન્ડિયાએ 5 જૂને ન્યૂયોર્કમાં આયર્લેન્ડ સામે તેના વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત કરવાની છે, જ્યાં ટીમ તેની મોટાભાગની ગ્રુપ મેચો રમશે.

આ પણ વાંચો : આ ખેલાડીએ ટીમ ઈન્ડિયાને બતાવ્યા હતા ખરાબ દિવસો, હવે ભારતનો કોચ બનવા માંગે છે, શું BCCI તૈયાર થશે?

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">